________________
પાકકથન
પલ્લીયગચ્છ, આબુ પાસેના કાલીવાલ ગામથી કાલીવાલગચ્છ, હારીજ ગામથી હારીજગચ્છ, ધરાપલ્લી ગામથી હીરાપલ્લીગચ્છ, શંખેશ્વર ગામથી શંખેશ્વર ગઇ ઈત્યાદિ અસ્તિત્વમાં આવ્યા હોય એમ સંભવે છે.
૨૪. એવી જ રીતે કેટલાક ગા બિથી પણ પ્રચલિત થયા હોય એમ જણાય છે. પાટણના રાજા સિદ્ધરાજે આપેલા મલ્લધારી એવા બિસ્ટથી મલ્લધારી ગચ્છની ઉત્પત્તિ થઈ. ચિતોડગઢના રાણાએ. જગચંદ્રસૂરિને તપનું બિરુદ આપ્યું અને તપાગચ્છ અસ્તિમાં આવ્યો. પાટણના દુર્લભસેન રાજની રાજસભામાં એવા જ બિરદધારા ખરતરગચ્છ અસ્તિત્વમાં આવ્યું. અચલગચ્છ પણ મહારાજા સિદ્ધરાજે આપેલા અચલ બિરુદથી પ્રાદુભૂત થયે એમ પદાવલીના ઉલ્લેખ પરથી જાણી શકાય છે.
૨૫. કેટલાક ગછો આચાર્યોના નામથી ઓળખાતા હતા. સુધર્માસ્વામથી સુધર્માગર છ ઓળખાશે. ધર્મષસૂરિથી ધમધપગચ્છ થયો. રત્નાકરસૂરિથી રત્નાકરછની ઉત્પત્તિ થઈ. કડવાશાના નામથી કડવા ગછ ઉદ્ભવ્યું. બીજા ઋષિએ બીજા મત પ્રવર્તાવ્યું. લોકાશાહે લોકાગચ્છ સ્થાપ્યો. આમ સ્થાપક આચાર્યોના નામથી અનેક ગચ્છો અસ્તિત્વમાં આવ્યા.
૨૬. જ્ઞાતિઓના નામોથી પણ અનેક ગો થયા હોવાનાં અનેક પ્રમાણે મળે છે. ઉપકેશ જ્ઞાતિથી ઉપકેશગ૭ થયો. નાગર જ્ઞાતિથી નાગરગર છ અસ્તિત્વમાં આવ્યો. પલ્લીવાલ જ્ઞાતિ પરથી પલ્લીવાલગરછ ઉદ્દભવ્યો. ચિત્રવંશથી ચિત્રવાલગ૭ ઓળખાયો એવો મત છે. એવી રીતે જ વાયડ જ્ઞાતિથી વાયડગ૭ અને હુંબડ જ્ઞાતિથી હુંબડગચ્છ થયો.
ર૭. નેંધપાત્ર હકીકતથી, માન્યતાદર્શક શબ્દોથી કે વિશેષ પ્રસંગોથી પણ ગચ્છોનાં નામો પડ્યાં છે. વટવૃક્ષ નીચે આચાર્યપદવી આપી હોવાથી વડગચ્છ શબ્દ પ્રસિદ્ધ થયે. અઢળક નાણું ખરખ્યાં હોવાથી નાણકગચ્છ થયો. ચિત્યવાસની માન્યતા દર્શાવતા ચિત્યવાસીગ૭ અસ્તિત્વમાં આવ્યો. એવી જ રીતે વનવાસની માન્યતાથી વનવાસીગચ્છ પ્રસિદ્ધ થયે. પૂર્ણિમાને દિવસે પાંખીની માન્યતા સૂચવતે પૂર્ણિમાગચ્છ પ્રચલિત થયો. આગમોકત ક્રિયામાં માનનાર એવું દર્શાવતો આગમિક ગચ્છ શબ્દ પણ લેકમાં રૂઢ થયો. વિધિપક્ષગચ્છ એ શબ્દ પણ વિધિમાર્ગની પ્રરૂપણ કરનાર એવા અર્થમાં જણાય છે. અંચલગચ્છ પણ માન્યતાદર્શક શબ્દ છે, કેમકે મુહપત્તિને બદલે અંચલ–વસ્ત્રના છેડાને ઉપયોગ સૂચવત એ શબ્દ છે. ગચ્છાનાં આ પ્રમાણે પડેલાં અભિધાને દર્શાવનારાં આવાં અનેક ઉદાહરણો ઈતિહાસમાંથી પ્રાપ્ત થાય છે. એવાં જ કારણોથી ઓશવાળ, શ્રીમાલ, પિરવાડ, પલ્લીવાલ, પ્રભૂતિ જ્ઞાતિઓનાં નામે અસ્તિત્વમાં આવ્યા છે.
૨૮. શરૂઆતના ગચ્છોનાં નામો અમુક શ્રમણસંધને ઓળખાવવા માટે જ વિશેષ પ્રચલિત બન્યા હતાં. દાખલા તરીકે ધર્મઘોષસૂરિ નામના અનેક આચાર્યો હેઈને અમુક સંવાડાના–અમુક ગચ્છના ધમધમૂરિ–એ રીતે ઓળખાવવા માટે ગચ્છ શબ્દ જાયેલો જોવાય છે. આ અર્થમાં ગચ્છનું નામ અમુક પ્રદેશ, નગર ગ્રામ કે મુખ્યાચાયનાં નામ પરથી જ બહુધા પડયું હશે. આવાં ઉદાહરણો આપણે જોઈ ગયા છીએ. વિક્રમની એક સહસ્ત્રાબ્દી સુધીના ગચ્છોના પ્રકારે આ અર્થમાં જ મર્યાદિત હતા.
૨૯. એ પછીના ગચ્છોનો પ્રાદુર્ભાવ સમાચાચારી કે શ્રતજ્ઞાનની માન્યતાના આધારે થયો; ઉદાહરણાર્થે ખરતરગચ્છ, અંગ, તપાગચ્છ ઈત્યાદિ ગોનો ઉદ્ભવ આવી તાવિક ભૂમિકાને આધારે જ થયો.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com