________________
અંચલગચ્છ દિગ્દર્શન
ગુપ્તથી ઐરાશિક-કણાદ મતની ઉત્પત્તિ થઈ. સ્થવિર ઉત્તર બલીસહથી એ નામને ગચ્છ નીકળ્યો, જેમાંથી કાશાંબિકા, સુપ્તવર્તિકા, કોટબાની અને ચદ્રનગરી એ ચાર શાખા પ્રકટી. કાશ્યપ શેત્રીય આર્ય રહણ સ્થવિરથી ઉદ્દેહ નામને ગચ્છ નીકળ્યો, જેમાંથી ઉદ્બરિજિયા, ભાસપુરિયા, મઈપત્તિયા અને પુન્નપત્તિયા એ ચાર શાખાઓ નીકળી. સ્થવિર શ્રીગુપ્ત અને હારિયસ ગુપ્તથી ચારણ ગચ્છ નીકળે, જેની હાયમાલા ધારી, સંકાસિયા, ગધુઆ અને વજનાગરી એ ચાર શાખા નીકળી. સ્થવિર ભયશથી ઉડુવાડિક ગ૭ નીકળ્યો અને તેની ચંપિજ્જિયા, ભદિજ્જિયા, કાકંદિયા અને મેહલિજિયા એ નામની ચાર શાખાઓ નીકળી. સ્થવિર કામધિથી વશવાટિક ગચ્છ નીકળ્યો. તેની સાવચ્છિયા, રજપાલિયા, અંતરિસ્જિયા,
મલિજ્જિયા એ ચાર શાખાઓ નીકળી. વાસિષ્ટ ગોત્રીય સ્થવિર ઋપિગુપ્ત અને કાકંદિકથી માનવગછ નીકળે. અને તેની કાસવિજ્યિા , ગેમિજિયા, વાસિક્રિયા અને સોરઠ્ઠિયા એ ચાર શાખાઓ નીકળી. સ્થવિર સુસ્થિત અને સુપ્રતિબદ્ધથી કટિક ગ૭ નીકળ્યો અને તેની ઉચ્ચાનાગરી, વિદ્યાધરી, વયરી અને મજછમિલ્લા એ ચાર શાખા નીકળી. એમના શિષ્ય પ્રિયગ્રન્થથી મધ્યમા શાખા નીકળી અને વિદ્યાધર ગોપાલ સ્થવિરથી વિદ્યાધરી શાખા નીકળી. સ્થવિર આર્યશાંતિ શ્રેણિકથી ઉચ્ચનાગરીશાખા નીકળી. એમના ચાર શિષ્યો થયા, જેમાંના આર્યશ્રેણિકથી શ્રેણિકાશાખા, આર્યતાપસથી તાપસી શાખા, આર્યકુબેરથી કુબેરાશાખા અને આર્ય ઋપિપાલિતથી ઋપિત્પાલિતા શાખા નીકળી. સ્થવિર આર્ય સિંહગિરિના ચાર શિષ્ય થયા. તેમાંના આર્યસમિતથી બ્રહ્મદીપિકા નામની શાખા નીકળી. તેમના શિષ્ય આયવસ્વામીથી વયરી શાખા નીકળી. એમના શિષ્ય આય વસેનથી નાગિલા શાખા નીકળી. એમના શિષ્ય આયપઘથી પડ્યા શાખા નીકળી; અને અન્ય શિષ્ય આયરથથી આર્યજયની શાખા નીકળી. તેમાંથી કટિકગચ્છ, વૈયરી શાખા, ચાંદ્રકુલ, નિવૃત્તિકુલ, વિદ્યાધરગચ્છ, નાગેન્દ્રગચ્છ વગેરે ગાની પરંપરા વિક્રમના સેળમા સકા સુધી વહેતી આવતી જણાય છે.
૨૨. ઉપરોક્ત ગચ્છના શ્રમણે ભારતવર્ષના પ્રત્યેક વિભાગમાં અપ્રતિહત વિહરીને જૈનધર્મને અધ્યા ત્મિય સંસ્કાર ખૂણે ખૂણે પ્રકટાવતા રહ્યા. ચરમ તીર્થંકરની વિદ્યમાનતામાં સમગ્ર પૂર્વભારત જૈન શ્રમણની તપોભૂમિ રહી. શ્રી વીરનિર્વાણને પાંચસો વર્ષ સુધી પૂર્વભારતમાં જૈન ધર્મની અપૂર્વ જાહેરજલાલી વર્તતી હતી. વાસ્વામી, ભદ્રબાહુ વગેરે આચાર્યોને બંગાળ અને ઉત્તર પ્રદેશમાં વિશેષ વિહાર હતા. વેદાન્તીઓ અને બૌદ્ધ સાથે જૈનાચાર્યોએ ધર્મસંવાદ યોજીને જૈનધર્મને સારી રીતે પ્રસાર કર્યો હતો. વિક્રમના પાંચમા સૈકા પછી પૂર્વ ભારતમાં જૈનાચાર્યોને અલ્પ વિહાર જણાય છે. કેમકે જેનું કેન્દ્રસ્થાન પૂર્વમાંથી પશ્ચિમમાં પરાવર્તિત થતું જતું હતું. એ પ્રમાણે દિગંબરનું દક્ષિણ ભારત ઉપર વર્ચસ્વ દિનપ્રતિદિન વધતું જતું હતું. આવી રીતે જ્યારે પશ્ચિમ ભારત અને દક્ષિણપથ જૈનાચાર્યોની સાંસ્કૃતિક પ્રવૃત્તિથી ધમધમતા રહ્યા, ત્યારે મોટા ભાગના તીર્થકરોની તપોભૂમિ પૂર્વ ભારત એમની એ સંસ્કાર-પ્રવૃત્તિની પ્રેરણાભૂમિ બની !
૨૩. સમય જતાં આ મુનિસ તેને વિહારપ્રદેશ, નગર કે ગામના નામથી ઓળખાવા લાગ્યા. આમ પ્રદેશ નગર કે ગામનાં નામથી ગઓ પ્રચલિત થયા. મારવાડ અંતર્ગત હપુરથી હરિયાગચ્છ, મેવાડના સાડરગ્રામથી સાંડરગ૭, આબુ પાસેના નાણા ગામથી નાણાવાલગચ્છ, રાવલા ગામથી જીરાવલગચ્છ, પાટણ પાસેના વાયડગામથી વાયડગચ્છ, વાગડના થરાદ ગામથી થારાપદ્રિયગરછ, નાગપુરથી નાગપુરી તપાગચ્છ, કેરેટ ગામથી કરંટગચ્છ, આબુ પાસે બ્રહ્માણવર્માણથી બ્રહ્માણગચ્છ, ગુજરાતના પીપલિયા ગામથી પીપલિયાગચ્છ, ભિન્નમાલ નગરથી ભિન્નમાલગચ્છ, રાલદ્રા ગામથી રાલકાગચ્છ, પલીયડગામથી
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com