________________
૨૫૪
અંચલગચ્છ દિગ્દર્શન રીતે જ માણિયશેખરસુરિની આગમ વિષયક કૃતિઓ અને માસિકયસુંદરસૂરિની સાહિત્યિક કૃતિઓ જુદી પડી આવે છે. આ ઉપરથી બને ગ્રંથકાર એક નહિ પણ ભિન્ન હતા તે સિદ્ધ થાય છે.
૧૧૦૩. માણિજ્યશેખરસૂરિનાં અંગત જીવન વિશે અન્ય માહિતી ઉપલબ્ધ થઈ શકતી નથી, એ દુઃખને વિષય છે. અબુદાચલ પ્રદક્ષિણાના વાસા ગામના જિનાલયમાં ધાતુપંચતીથી ઉપર આ પ્રમાણે લેખ મળે છે –
संवत् १५३५ वर्षे का० वदि २ बुधे श्री श्रीमाल० श्रे० रहिया भा० वारु सुत मांडणकेन भा० अछवादे सुत हांसायुतेन श्री अञ्चलगच्छे श्री माणिक्यकुन्जरसूरीणामुपदेशेन श्रे० केल्हा सुत हाबा श्रेयसे श्री सुमतिनाथ बिंबं कारितं प्रतिष्टितं श्री संघेन ।
આ લેખમાં કહેવા માણિજ્યકુંજરમૂરિ એજ માણિકયશેખરસુરિ સંભવે છે. માણિકણસુંદરસૂરિએ સં. ૧૪૬૩ માં શ્રીધરચરિત્ર રચ્યું હોઈને સં. ૧૫૩૫ સુધી એમની વિદ્યમાનતા સંભવી શકતી નથી કેમકે બન્ને સંવત વચ્ચે ૭૨ વર્ષને લાંબો ગાળો પડે છે, જે આચાર્યપદપર્યાયની દષ્ટિએ એક જ વ્યકિતનાં જીવનમાં લગભગ અસંભવિત જ છે.
૧૧૦૪. માણિજ્યશેખરસૂરિની કૃતિઓ ખૂબ જ અભ્યસનીય છે. તેમની સંક્ષિપ્ત નોંધ આ પ્રમાણે છે –
(૧) પિંડનિર્યુક્તિ દીપિકા–૨૮૩૩ કલેક પરિમાણ મલયગિરિકૃત ટીકાનો માણિકયશેખરસૂરિએ આધાર લીધો છે.
(૨) એઘિનિયુકિત દીપિકા –સં. ૧૫૬ માં લખાયેલી પ્રત ઉપલબ્ધ છે. ગ્રંથપરિમાણ ૫૭૦૦ શ્લેક. જૈન ગ્રંથાવલી, પૃ. ૪૦-૪૧.
(૩) દશવૈકાલિક દીપિકા–પત્ર ૧૧૧ ઉપલબ્ધ, જૈન ગ્રંથાવલી પૃ. ૩૬. (૪) ઉત્તરાધ્યયન દીપિકા–આવશ્યકનિર્યુકિત ગ્રંથમાં ઉલ્લેખ. પ્રત અનુપલબ્ધ. (૫) આચારાંગ દીપિકા –આવશ્યકનિયંતિ ગ્રંથમાં ઉલ્લેખ. પ્રત અનુપલબ્ધ. (૬) નવતત્વ વિવરણ–આવસ્યકનિયંતિ ગ્રંથમાં ઉલ્લેખ. પ્રત અનુપલબ્ધ. (૭) આવશ્યકનિર્યુક્તિ દીપિકા:–૧૧૭૫૦ કપરિમાણ સં. ૧૪૭૧ માં રચના. (૮) કલ્પસૂત્ર અવસૂરિ –ડે. બુદ્દલરને સાતમે રીપોર્ટ, નં. ૧૯.
૧૧૫. જેનાગો પર ગણ્યાંગાણ્યા વિદ્વાનોએ જ ટીકાઓ રચી છે, તેમાં ભાણિયશેખરસૂરિનું નામ પ્રથમ હરોળમાં મૂકી શકાય છે. એમના અનુપલબ્ધ ગ્રંથની શોધ અત્યંત આવશ્યક છે. એ ગ્રંથે પ્રકાશમાં આવેથી આ સમર્થ ટીકાકાર વિશે બહુમાન વૃદ્ધિગત થશે એટલું જ નહીં જેનાગમ વિષયક અણમોલ ગ્રંથરત્ન પણ ઉપલબ્ધ બનશે. છે. હીરાલાલ કાપડિયાની નોંધ અહીં ઉલ્લેનીય છે. તેઓ
A History of the Canonical Literature of the Jains' નામના ગ્રંથમાં orea 1—' It is however in 15th Century or so, that some of the commentators of Avassayanijjutti have assigned a place to it there in e. g. Jnanasagara, pupil of Devasagara and Manikyasekhara Suri, pupil of Merutunga suri.'
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com