________________
૨૫૨
અંચલગચ્છ દિગ્દર્શન ૧૯૯૬. ઉપર્યુક્ત ઉલ્લેખોને આધારે માણિકયસુંદરસૂરિનું એક ઉચ્ચ કોટિના સાહિત્યકાર તરીકેનું સ્થાન નક્કી થઈ શકે છે. પ્રો. હીરાલાલ કાપડિયાએ ઠીક જ કહ્યું છે કે પૃથ્વીચંદ્રચરિત્ર ગુજરાતીમાં રચાયેલી પહેલી સવિસ્તર ગદ્યાત્મક ધર્મકથા છે, આનો ગદ્યકાદમ્બરી તરીકે “આપણા કવિઓમાં ઉલેખ છે. વિધાનોના મતાનુસાર માણિકયસુંદરસૂરિને ગુજરાતી ગદ્યના સર્જક કહેવામાં કોઈ હરકત નથી. જિનવિજયજી અને ચીમનલાલ દલાલ જેવા વિદ્વાનોએ આ કૃતિને પોતાના ગ્રોમાં પ્રકાશિત કરીને ગુજરાતી ભાષાના ઈતિહાસની અત્યંત ઉપયોગી સામગ્રી પૂરી પાડી છે. એ પછી આ કૃતિએ વિદ્વત્સમાજનું ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
૧૭. બીજી ઉલેખનીય બાબત એ છે કે પૃથ્વીચંદ્રચરિત્ર આદિ માણિક્યસુંદરસૂરિની કૃતિઓનું અનેક વિદ્વાનોએ અનુસરણ કરવામાં ગૌરવ અનુભવ્યું છે. માણિજ્યસુંદરસૂરિની સાહિત્ય પ્રવૃત્તિએ સૈકાઓ સુધી પોતાની દૂરગામી અસર પ્રવર્તાવી છે. ઉદાહરણાર્થે સં. ૧૬૭૮ પછી ખરતરગચ્છીય કવિવર સુરચંદ્ર વિરચિત “પદે વિંશતિ માં માણિક્યસુંદરસૂરિના વર્ણનની સ્પષ્ટ છાપ જોવામાં આવે છે. સુરચંદ્ર કરેલ મેઘવર્ણન, નૂપગુણવર્ણન, વાણીવર્ણન, શ્રાવક ગુણવર્ણન, રાજ વર્ણન, દુષ્કાલવર્ણન, મહાજનબિરુદ, મંત્રીવર્ણન, ઉર્જાનવર્ણન, ગજવર્ણન, અશ્વવર્ણન, મોરવર્ણન, વનવણન, દુક સ્ત્રી વર્ણન, શીતકાલ વર્ણન, દેશનામ, સમવસરણ. અટવી. યુદ્ધ, ધર્મ, લક્ષ્મીવંત, નિર્ધન, શીલવર્ણન, રાવણવર્ણન, વસ્ત્રનામ, વાજિંત્રનામ, ઉષ્ણકાછ વર્ણન, વસ્ત્રાલંકાર વર્ણન ઈત્યાદિ ભાણિયસુંદરસૂરિની ઉક્ત કૃતિનું સ્મરણ કરાવે છે. આ દૃષ્ટિએ જયશેખરસૂરિની કૃતિઓની જેમ ભાકિયસુંદરસૂરિની કૃતિઓનાં પણ અનેક અનુસરણ થયાં હોઈને બને-કવિ અને ગદ્યકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં સર્વોચ્ચ સ્થાન ભોગવે છે.
૧૦૯૮. શાલિભદ્રસુરિ અને માણિક્યસુંદરસૂરિનાં લખાણ વચ્ચેનું સામ્ય પણ અહીં વિચારવા જેવું છે. આ બન્ને ગ્રંથકારે લગભગ સમકાલીન હતા. “ગુજર રાસાવલી 'ના વિદ્વાન સંપાદકના શબ્દોમાં જ આ સામ્ય જોઈએ :
faceta by Tifeha: The language betrays the characteristics of the 15th Century OG. The Poem must have been quite popular, and the quotations by other contemporary writters also help us to fix the date of the poem. The most important quotation is that of ATTURE who wrote qera gafrst, an OG. ornate prose work, in V. S. 1478. He quotes the following lines in his TTTT FOT
देव दानव राउत राणउ दैव आनलि न को सपराणउ ।
डंवनइ धरि जल वहिउ हरिचन्यइ भालडी मरण लघुमुकुन्दिइ । These lines are in વિદપર્વ :
पांच पांडय रह्या इम नासी द्रपदी रही थाईय दासी । देव दाणव न राय न राणऊ दैव आगलि न कोइ सपराणउ ॥१६॥ राम लक्ष्मण मही दुखि पाडया पांच पांडव विदेसि भमाडया। इंबनइ धरि जल वहि उ हरचंदिई भालडी मरण लघ मुकुंदिइ ॥१७॥
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com