SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ અંચલગચ્છ દિગ્દર્શન Main Tendencies in Mediaeval Gujarati Literature ti orgula 33 rliest Gujarati of this period includes a literature of proszromances also, the remarkable among them being Prithvichandra Charita (Samvat 1478) by Manikyachandra Suri, on the style of Kadambari, where the sentences are constructed with a sure eye to rhetoric and balance, and at places atta in poetic cadence. The stories of kings did nut appeal to the commercial classes of Gujarat hence popular imagination centred round the hero of commerce (interwoven with Nagarseth's or his daughter's love affairs ) returning from foreign lands in vessels laden with riches. Gujarati literature has a parallel in this Section among the Bengali romances of this period. ૧૦૮૮. માણિજ્યસુંદરસૂરિએ ગુજરાતી ગદ્યના ઘરમાં મહામૂલે ફાળે ોંધાવ્યો હોઈને તેમની ગદ્યકૃતિને નમૂનો પં. બેચરદાસ જીવરાજ દોશીએ “ગુજરાતી ભાષાની ઉ&ાતિ” નામના તેમના મનનીય ગ્રંથમાં રજૂ કર્યો છે. (જુઓ પૃ. ૩૧–૫૩૨). . ૧૦૮૯. હીરાલાલ ૨. કાપડિયા જણુવે છે કે–પૃથ્વીચંદ્રચરિત્ર યાને વાગ્વિલાસ ગુજરાતીમાં રચાયેલી પહેલી સવિસ્તર ગદ્યાત્મક ધર્મક્યા છે. આનો ગદ્ય કાદમ્બરી તરીકે “આપણું કવિઓ” પૃ. ૩૭૦ માં ઉલ્લેખ છે. - ૧૯૯૦. “નેમીશ્વરચરિત' ને “આત્માનંદ શતાબ્દી ગ્રંથમાં પ્રકાશિત કરીને મોહનલાલ દલીચંદ દેશાઈ એ વિદ્વત્સમાજનું ધ્યાન દોરતાં જણાવ્યું છે કે વિક્રમની પંદરમી સદીના ઉત્તરાર્ધના ગૂજરાતી ગદ્યનો નમૂનો પૂરો પાડનાર માણિજ્યસુંદરસૂરિનું ગૂજરાતી કાવ્ય સભાગે મળી આવ્યું છે, જે તે જ સદીના ગૂજરાતી પદ્યને અવિકલ સુંદર નમૂને પૂરું પાડે છે. ગુજરાતી કાવ્યમાં ઘણા વખતથી આદિ કવિ તરીકે લેખાયેલા સં. ૧૫૧૨ માં થયેલ ગણાતા નરસિંહ મહેતાની પૂર્વે આ માણિક સુંદર અને તેમના ગુરુભાઈ જયશેખરસૂરિ થયેલ છે કે જે પૈકી જયશેખરસૂરિએ પણ પોતાના સમયની ગુજરાતીમાં પ્રબંધ ચિન્તામણિ–ત્રિભુવનદીપક પ્રબંધ (સંપાદક પં. લાલચંદ) નામનું કાવ્ય રચ્યું છે, જે ઉક્ત સાક્ષર શિરોમણિ કેશવલાલભાઈએ પોતાના પ્રાચીન ગુર્જર કાવ્યમાં પૃ. ૯૬ થી ૧૪૪ માં પ્રકટ કર્યું છે અને તેની પ્રસ્તાવનામાં ખૂબ પ્રશંસ્યું છે. માણિક્યસુંદરસૂરિનું આ કાવ્ય મનોરંજક, હૃદયસ્પર્શી અને મંજુલ પદાવલિ યુક્ત છે. અને તેમાં જુદા જુદા છંદો છે.” ૧૦૯૧. ૉ. ભોગીલાલ સાંડેસરા “ઈતિહાસની કેડી' પૃ. ૨૦૩-૪ માં નેધે છે કે—કાગસંજ્ઞા વાળાં કાવ્યો થોડીક નોંધ માગી લે છે. આ પ્રકારનાં કાવ્યો, છંદો વૈવિધ્ય, ઝડઝમક અને અલંકાયુક્ત ભાષાથી ભરપૂર હોય છે એમાં જમ્મુ સ્વામી કે નેમિનાથ જેવાં પૌરાણિક પાત્રને અનુલક્ષીને ઉદ્દીપક શૃંગાર રસનું વર્ણન કરેલું હોય છે, પરંતુ તેને અંત હમેશાં શીલ અને સારિવક્તાના વિજયમાં અને વિષપભોગના ત્યાગમાં જ આવે છે. જૈન કવિઓએ લખેલી પ્રેમ કથાઓમાં પણ અંત આવા જ પ્રકાર હોય છે. આ ફાગ કાવ્ય ચેત્ર માસમાં ગવાતાં હોય એમ અનુમાન થાય છે. ઉત્તમ કવિત્વની દૃષ્ટિએ આ ફાગકાવ્યો જૂનાં સાહિત્યમાં ઊંચું સ્થાન લે તેવાં હોય છે. ૧૦૯૨. “ગુણવર્મચરિત્ર' માણિક્યસુંદરસૂરિની કૃતિઓમાં નવી ભાત પૂરે છે. ગ્રંથનો પરિચય Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy