________________
શ્રી જયકીર્તિસૂરિ
• ૨૪૯ પ્રત્યય ઘસાતો જતો હતો. અપભ્રંશ સપ્તમીનો રુ પ્રત્યય અકારાન્ત નામમાં અન્તર્ગત દશામાં માલુમ પડે છે. મુગ્ધાવબોધ ભૌતિક' (સં. ૧૪૫૦ ) ની તથા માણિજ્યિસુંદરસૂરિકૃતિ “ પૃથ્વીચન્દ્રચરિત્ર” (સં. ૧૪૭૭) ની ભાષામાં પ્રથમ એક ચનના પ્રત્યયને લેપ નજરે પડે છે. ચૌદમી સદી આખી તથા પંદરમી સદીના પૂર્વાર્ધની ભાષાને કેશવરાન શાસ્ત્રી “મધ્યકાલીન ગૂજરાતીની પ્રથમ ભૂમિકા” નામ આપે છે. આ ભૂમિકાના લક્ષણો પણ એમણે સમજાવ્યાં છે.
૧૦૮૩. ગદ્ય લખાણો પણ પદ્ય લખાણો જેટલાં જ જૂના કાળથી પ્રા થાય છે. જો કે ગદ્ય સાહિત્ય એ પદ્ય સાહિત્ય જેટલે વિકાસ પામેલું નહતું, છતાં સાદી સુંદર અને કેટલીકવાર અલંકારયુક્ત શૈલીમાં લખાયેલા ગદ્યના નમૂનાએ અનેક મળે છે. એ પછી “બાલાવબોધ' નામથી ઓળખાતા સંખ્યાબંધ ગુજરાતી ગદ્ય ગ્રન્થો મળી આવે છે. અહીં બલ'ને અર્થ “અણસમજુ '—અજ્ઞાન” એવો કરવામાં આવેલ છે. જૈન સિદ્ધાંતો આરંભે પ્રાકૃતમાં રચાયા એ સંબંધમાં એક ગ્લૅક છે –
बाल स्त्री मन्द मूर्खाणां नृणा चारित्र्यकविणाम् ।
अनुग्रहाथं तत्त्वज्ञैः सिद्धान्तः प्राकृतः कृतः ૧૦૮૪. એ જ પ્રમાણે બુદ્ધિમાં બાલક એવાં સ્ત્રી પુરુનો માટે ભાષામાં ઉતારવામાં આવેલા શાસ્ત્રગળ્યો અને બાલાવબોધ નામ આપવામાં આવ્યું એમ કહી શકાય. બાલાવબોધ ઉપરાંત અતિચાર સંબંધમાં પણ કેટલાક ગ્રંથો મળી આવે છે. ડો. સાંડેસરાએ “પૃથ્વીચંદ્રચરિક ને “અસામાન્ય મહત્વનો મન્ય' ગણ્યો છે. વિશેષમાં તે જણાવે છે કે તે સામાન્ય ગદ્યમાં લખાયેલ નથી, પણ તેના નામ વાલ્વિકાર (વાણુનેલી વિલાસ) વડે સૂયયાય છે તેમ બોલીમાં રચાયેલ છે. ડૉ. સાંડેસરાએ જયશેખરસૂરિ પ્રભૂતિ ગ્રંથકારોએ “પ્રબોધ ચિતામણિ' આદિ ગ્રંથમાં કેટલેક સ્થળે બોલીને કહેલ છે. તેના ઉદાહરણ આપી માષિયસુંદરસૂરિની “બેલીને એક નમૂને આ પ્રમાણે ટાંક્યો છે—
હિવ તે કુમરી, ચડી યૌવનભરિ; પરિવરિ પરિકરિ, કીડા કરઈ નવનવી પરિ. ઈસિઈ અવસરિ આવિઉ અવા, ઈતરગુણિ સંબાય; કાઈથઈ લોહ, ધામતણુઉ નિહ; છાસિ ખાટી પાણી વિયાઈ માટી; વિસ્તરિઉ વર્ષાકાલ, જે પંથી તણુઉ કાલ, નાઠક દુકાલ કણિઈ વર્ષાકાલિ મયૂરધ્વનિ મેહ ગાજઈ, દુર્ભિતણું ભય ભાઈ, જાણે સુભિક્ષભૂપતિ આવતાં જયઢક્કા વાજઈ ચિહું દિસિ વીજ હલઈ, પંથી ઘરભણું પુલઈ વિપરીત આકાશ, ચંદ્રસૂર્ય પારિયાસ; રાતિ અંધારી લવઈ તિમિરી; ઉત્તરની
નયણ, છાય ગયણ: દિસિ વોર, નાચઈ મોર; સધર, વસઈ, ધારાધર, પાણી તણું પ્રવાહ પહલઈ વાડિ ઉપરિ વેલા વલઈ, નદી મહાપૂરિ આવઈ, પૃથ્વી પીઠ હાવઈ નવાં કિસલય ગહગઈ વલીવિતાન લહલહદ મુંબીક માયઈ, મહાત્મા બઈઠાં પુસ્તક વાચક પર્વનણઉં નીકરણ વિછૂટ ભરિયાં સરોવર ટઈ.”
૧૦૮૫. ડો. સાંડેસરા જણાવે છે કે –“ભાષાશાસ્ત્રની દષ્ટિએ આ ગ્રન્થ અત્યંત ઉપયોગી છે, એટલું જ નહીં પણ તે એક વિસ્તૃત વર્ણન પ્રધાન વાર્તાગ્રન્થ હોવાને કારણે તાત્કાલીન સમાજસ્થિતિને લગતી પણ કેટલીક ઉપયોગી માહિતી તેમાંથી મળી આવે છે.”
૧૯૮૬. “જન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ માં મોહનલાલ દલીચંદ દેસાઈ કહે છે કે “માણિક્યસુંદરસૂરિએ પૃથ્વીચંદ્ર ચરિત્ર (વાગ્વિલાસ) ઘણી સુંદર, હૃદયંગમ અને રસભરી બાનીમાં રચ્યું છે.” ૧૦૮૭. પ્રો. મજમુદારે માણિક્યસુંદરસૂરિની આ કૃતિ માટે વિદ્વતાપૂર્વક લખ્યું છે. તેઓ
૩૨
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com