________________
૨૪૮
અચલગચ્છ દિગ્દર્શન
एतस्याः किलवृत्तेः श्रीमन्माणिक्यसुन्दराचार्याः ।
विदधुः शोधनमवंहितमतयो बहू समयतत्त्वज्ञाः ॥ (૧૪) જૈન કુમારસંભવ ટીકા સંશોધનઃ-જયશેખરસુરિ કૃત જેન કુમારસંભવ મહાકાવ્ય પર ધર્મશખરે ટીકા રચી હતી. તેને માણિક્યસુંદરસૂરિએ સંધી હતી એમ પ્રો. વેલણકર “જિનરત્નકોશમાં જણાવે છે.
(૧૫) ભવભાવના બાલાવબોધઃ-મૂળ ગ્રંથકર્તા માલધારી હેમચંદ્રસૂરિ. (૧૬) શાકિની ચારિત્ર વિષયે ધકથા–ો. વેલણકર સંપાદિત જિનરત્નકેશ પૃ. ૩૭૮. (૧૭) અજાપુત્ર કથાનક ગદ્યમાં. જુઓ જિ. ૨. કેશ પૂ. ૨, પ્રો. પીટર્સને ૫, નં. ૬૦૭. (૧૮) વિચારસાર સ્તવન -૨૨ શ્લોક પરિમાણુ. પ્રત પાટણના જૂના ભંડારમાં.
(૧૯) પાર્શ્વનાથસ્તવન –જેન ગ્રંથાવલી પૃ. ૨૮૪, નં. ૯૯. માણિક્યસુંદરસૂરિનું ગુજરાતી સાહિત્યમાં સ્થાન
૧૭૯. માણિક્યસુંદરસૂરિની બહુવિધ સાહિત્ય પ્રવૃત્તિ વિષે આપણે જોયું. તેમણે અનેક ગ્રંથ રહ્યા છે એટલું જ નહીં એ ગ્રંથે વિવિધ વિષયો પર છે, તેમજ તે બધાનું સાહિત્યિક સ્થાન પણ ઘણું જ ઉચ્ચ છે. આશ્ચર્યની વાત તે એ છે કે પાશ્ચાત્ય વિદ્વાનેનું ધ્યાન પણ માણિક્યસુંદરસૂરિની કૃતિએાએ કેંદ્રિત કર્યું છે. આ અંગે સક્ષિત વિચારણા અહીં અભીષ્ટ છે.
૧૯૮•. માણિક્યસુંદરસૂરિએ જૂની ગુજરાતીમાં ગવાત્મક પૃથ્વીચંદ્રચરિત્ર રચ્યું છે. આ ગદ્યકૃતિ ગુજરાતી ભાષાના પ્રાચીન પરિમાર્જિત સ્વરૂપને સમજવા માટે અત્યંત ઉપયોગી છે. આ કૃતિ દ્વારા ભાણિજ્યસુંદરસૂરિ ગુજરાતી ગદ્ય સાહિત્યના આ પ્રવર્તનકાર ગણી શકાય. સુપ્રસિદ્ધ સાક્ષર કેશવલાલ હર્ષદ ધ્રુવ આ કૃતિ વિશે જણાવે છે કે–તે બોલીમાં છે. અક્ષરના, રૂ૫ના, માત્રાના અને લયના બંધનથી મુક્ત છતાં લેવાતી છૂટ ભોગવતું પ્રાસયુક્ત ગદા તે બેલી. માણિક્યસુંદર બોલીવાળા પ્રબંધને વાવિલાસ એટલે બોલને વિલાસ એવું નામ આપે છે. પૃથ્વીચન્દ્રચરિત્રના મંગળાચરણમાં કવિ પોતાની કતિને “વાગ્વિલાસ” તરીકે ઓળખાવતા કહે છે
या विश्वकल्पवल्लीवल्लीलया कल्पित प्रदा ।
प्रदत्तां वाग्विलासं मे सा नित्य जैनभारती ॥१॥ ૧૯૮૧. માણિક્યસુંદરસૂરિની આ કૃતિએ વિદ્વાનોમાં ભારે ઉહાપોહ મચાવ્યો છે. આ ગદ્યચરિત સંબંધી નડીઆદની પ્રથમ પરિષદ માટે પ્રહલાદજીએ એક નિબંધ લખ્યો હતો, જે “જૈનયુગમાં પ્રકટ થઈ ગયો છે, એટલું જ નહીં અન્ય વિધાનએ પણું આ કૃતિ વિશે ઘણું ઘણું લખ્યું છે. જેમ જયશેખરસૂરિ એક માત્ર ત્રિભુવનદીપક પ્રબંધથી ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિ ગણાયા, તેમજ પૃથ્વીચંદ્રચરિત્રથી માણિક્યસુંદરસૂરિ ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ ગદ્યકાર ગણાયા છે. માણિક્યસુંદરસૂરિને ગુજરાતી ભાષાના આદ્યગદ્યકાર માનવામાં પણ બાધ નથી. અલબત્ત, એ પહેલાં ગુજરાતી ગદ્યનું અસ્તિત્વ તો હતું જ, કિન્તુ વિકાસ પામેલી ગદ્યકૃતિની જે બોજ કરવામાં આવે તે આપણું હાયમાં સૌ પ્રથમ આ કૃતિ જ આવે.
૧૦૮૨. “પૃથ્વીચંદ્રચરિત્ર ને આધારે તકાલીન ભાષાના સ્વરૂપને વિદ્વાનોએ નક્કી કરવા માટે ભારે પરિશ્રમ કર્યો છે. ૉ. ભોગીલાલ સાંડેસરા “ઇતિહાસની કેડી માં જણાવે છે કે તેરમા શતકના અંતમાં અને ચૌદમા શતકના આરંભમાં ભાષા અપભ્રંશના સંપર્કને ધીરે ધીરે ત્યાગ કરીને શુદ્ધ ગૂજરાતી સ્વરૂપમાં આવવાને મથી રહી હતી, પ્રથમ એક વચનમાં અકારાન્ત શબ્દોમાં અપભ્રંશ કાળને ૩
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com