________________
અચલગચછ દિગ્દર્શન सम्वत् १४९६ वर्षे फागुण सुदि २ शुके श्री श्रीमालज्ञातीय मं० कड्या भार्या गडरी पुत्र श्रे० पर्वतेन भा० अमरी युतेन श्री अञ्चलगच्छेश श्री जयकीर्तिसूरीणामुपदेशेन स्वमातुश्रेयसे श्री शीतलनाथ बिंबं कारित प्रतिष्ठितं श्री रत्नसिंहमूरिभिः ।। માણિક્યસુંદરસૂરિ
૧૦૭૫. મેતુંગસૂરિના શિષ્ય માણિક્યસુંદરસૂરિ પ્રથમ કોટિના સાહિત્યકાર થઈ ગયા. જયશેખરસરિ જેવી જ ઉચ્ચ પ્રતિભા ધરાવનાર આ ગ્રંથકર્તાને ગુજરાતી ગદ્યના આદ્ય પુરસ્કર્તા કહેવામાં કોઈ વાંધો નથી. “શ્રીધચરિત્રમાં તેઓ પોતાના વિદ્યાગુરુ જયશેખરસૂરિનું ઋણ રવીકારવાનું ભૂલતા નથી–
श्री जयशेखरसूरीश्वरसुगुरुभ्यो नमोऽस्तु मम तेभ्यः । येषां पदप्रसादादहमपि गुम्फं करोम्येवम् ॥ મેરૂતુંગરિના શિષ્ય તરીકે તેઓ પોતાને આ પ્રમાણે ઓળખાવે છે
तेषां गुरुणां वात्सल्यभरकेसरिकन्दरः ।
शिष्योऽस्मिभूरिभक्तः श्री सूरि माणिक्यसुन्दरः ।। ઉપર્યુક્ત ઉલ્લેખ પરથી જાણી શકાય છે કે ભાણિયસુંદરસૂરિએ જયશેખરસૂરિ પાસે વિદ્યાભ્યાસ કર્યો હતા તેમ જ મેરૂતુંગસૂરિના શિષ્ય સમુદાયમાં તેઓ અત્યંત માનભર્યું સ્થાન ધરાવતા હતા.
૧૭૬. માણિજ્યસુંદરસૂરિનાં અંગત જીવન વિષે વિશેષ માહિતી ઉપલબ્ધ થતી નથી. “મેતુંગસુરિ રાસ' દ્વારા જાણી શકાય છે કે માષિસુંદરસરિને સારુ તેજા કારિત ઉત્સવથી ખંભાતમાં આચાર્ય પદ સ્થિત કરવામાં આવ્યા હતા :
માણિકસુંદરસૂરિવર માëતડે થાપીયા ખંભપુરિ અંતિ,
સાહ તેજઈ ઉચ્છવ કીયા એ માલ્કતડે હિયડલા હરખિ હસંતિ. ૧૦૭૭. સં. ૧૪૬૩ માં તેમણે રચેલ શ્રીધર ચરિત્રની ગ્રંથપ્રશસ્તિ દ્વારા તેઓ એ વર્ષે આચાર્ય પદે હતા એમ સૂચિત થાય છે. એ છે કે તે પહેલાં તેમને ખંભાતમાં આચાર્યપદે વિભૂષિત કરવામાં આવ્યા હશે. એમણે નાની ઉમરમાં પ્રવ્રયા અંગીકાર કરી હોય તો, ગ્રંથકર્તા સં. ૧૪૩૫ ના અરસામાં જનમ્યા હશે એમ સહજ અનુમાન કરી શકાય છે. એમના ગ્રંથની પ્રશસ્તિ દ્વારા તેઓ રાજસ્થાનના મેવાડ અંતર્ગત દેવકુલપાટક, સત્યપુર-સાચોર ઈત્યાદિ પ્રદેશમાં પણ વિચાર્યા હતા. ગુજરાતમાં એમને વિહાર પુરુષપત્તન–અણહિલપુર પાટણ અને ખંભાતમાં સવિશેષ હશે. ઉપાધ્યાય ધર્મનંદન અને કીતિસાગર એમના અંતેવાસી શિષ્યો હતા. ગુજરાતના રાજા શંખની રાજસભામાં તેમણે મહાબલ મલયસુંદરી કથા રચી હોઇને ગ્રંથર્ના શંખ પ્રભૂતિ રાજાઓની પર્ષદામાં પણ ગૌરવભર્યું સ્થાન પામ્યા હશે. મેડુંગરિના શિષ્ય તરીકે પણ રાજાઓના સંપર્કમાં તો તેઓ આવ્યા જ હશે પરંતુ એક પ્રથમ કોટીના વિદ્રાન તરીકે રાજસભામાં માનવંતુ સ્થાન પામ્યા એ વાત જ અહીં મહત્તાદર્શક છે. શીલરત્નસૂરિએ સં. ૧૪૯૧ ના ચત્ર વદિ ૫ ને બુધવારે અણહિલપુર પાટણમાં રહીને મેજીંગસૂરિ કત “ જૈન મેઘદત મહાકાવ્ય પર સંસ્કૃતમાં ટીકા રચી; તેને ભાણિયસુંદરસૂરિએ સંશોધી હોઈને ગ્રંથકર્તાની વિદ્યમાનતા એ દિવસ સુધી પ્રમાણિત થાય છે. વિક્રમના ૧૫ મા સૈકાના અંત સુધી ગ્રંથકાર વિદ્યમાન હશે. આમ સં. ૧૪૩૫ થી ૧૫૦૦ સુધી ગ્રંથકારને ૬૫ વર્ષ સુધી જીવનકાલ તારવી શકાય એમ છે. ગુજરાતી ભાષાના ગદ્ય પ્રવર્તક ગુજરાતમાં જ ક્યાંક જમ્યા હશે એ વાત સ્વીકારી લેવામાં કોઈ વાંધો નથી.
૧૦૭૮. માણિક્યસુંદરસૂરિનું સ્થાન જૈન ઈતિહાસમાં એક ઉચ્ચ કોટિના સાહિત્યકાર તરીકે પ્રથમ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com