________________
=
=
૨૪૦
અંચલગચ્છ દિગ્દર્શન શ્રીમાલી છાંડા કુલિ જા, કાન્હ તણઈ મનિ લાગઉ ભાઉ,
નવઉ રાસુ સ ઇન કરઈએ. ૨૩૮ તસ ધરિ વિલસઈ મંગલ માલ, તાસ કિત્તિ પસરઈ ચઉ સાલ,
મહિ મંડલિ સાણ ઝણઈએ. ૨૩૯ લઠ્ઠી તાસ સાંવરિ આવઈ, એલ રાહુ જે પઢઈ પઢાવઈ
કાહ કવીસર ઇન ભણઈએ, ૧૦૬૩. કવિ કાન્હ કૃત “નેમિનાથ ફાગ–બારમાસ ” ગાથા ૨૨, ની સં. ૧૫૪૯ માં લખાયેલી એક પ્રત નાહટાજીના સંગ્રહમાં છે, તે પ્રાયઃ આ ગ્રંથકર્તાની જ કૃતિ છે-જુઓ: જે. ગુ. ક. ભા. ૩, પૃ. ૧૪૮૧–૨. શીલરત્નસૂરિ
૧૦૬૪. જયકતિસૂરિના શિવ શીલરત્નસૂરિએ સં. ૧૯૪૧ ના ઐત્ર વદિ ૫ ને બુધવારે અર્ણહિલપુર પાટણમાં રહીને મેસતું ગરિ કૃત “જેન મેઘદૂત” કાવ્ય પર સંસ્કૃતમાં ટીકા રચી. મૂળ ગ્રંથ તથા આ ટીકા જૈન આત્માનંદસભા, ભાવનગરે પ્રકાશિત કરી છે. પ્રસ્તાવનામાં છોટાલાલ મગનલાલ ઝુલાસણવાસી જણાવે છે કે–“ટીકાના અવલોકનથી જણાય છે કે ટીકાકાર વ્યાકરણ, અલંકાર અને ન્યાયશાસ્ત્રમાં વ્યુત્પન્ન હોવા જોઈએ. સ્થળે સ્થળે પ્રયોગોની સિદ્ધિ વ્યાકરણદ્વારા બહુ સ્પષ્ટતાથી સમજાવી છે. ટીકા બહુ સરળ છે, જેથી અન્યાસીને અભ્યાસમાં મદદગાર નિવડવા સંભવ છે. તેમણે આ ટીકા સિવાય અન્ય કૃતિ કરી હોય તેમ પણ જાણવામાં નથી. ટીકાના અધ્યયનથી તેમના વિષે બહુમાન જાગૃત થયું અને તેને લીધે કેટલાયે પ્રયત્ન કર્યો, પણ તેમણે કંઈ ગ્રંથરચના કરી હોય તેમ જણાયું નહીં.”
૧૦૬૫. શીલરત્નસુરિત ચાર સ્તોત્રો પણ ઉપલબ્ધ થાય છે, જુઓ “જૈન સત્ય પ્રકાશ” વર્ષ ૯, પૃ ૧૪–૧. આ ચાર સ્તોત્રે પણ ખૂબ જ સુંદર છે.
૧૬. “જૈન શ્વેતાંબર કોન્ફરન્સ હેરલ્ડમાં ચારિત્રયવિજયજી “ જેને સંસ્કૃત સાહિત્ય' વિષયક લેખમાં જણાવે છે કે–“વિક્રમના પંદરમા સૈકામાં સંસ્કૃત સાહિત્યરૂપ સાગરની કામિની વિશેષ ઉછળતી હતી. મહાત્મા જયકીનિ સૂરિના શિષ્ય શીલરત્નસૂરિએ સંસ્કૃત સાહિત્યમાં ઘણું વધારો કર્યો છે. મહાત્મા મેરતુંગસૂરિના કેટલાએક લેખો ઉપર તે મહાત્માની રચેલી ટીકાઓ ઘણું જ આકર્ષક બની છે. તેમાં મેતુંગવિરચિત મેઘદૂત કાવ્ય ઉપરની તેમની ટીકા તેમના સાહિત્યના પૂરા અને ઉંચી જાતના જ્ઞાનની પ્રતીતિ આપે છે. એજ અરસામાં મહાત્મા જયશેખરસૂરિએ કેટલાએક ચમત્કારી અને અદ્ભુત કાવ્યો રચી જૈન સંસ્કૃત સાહિત્ય ૩૫ ઉપવનને ખીલાવ્યું હતું. ઉપદેશચિંતામણિ, પ્રબોધચિંતામણિ, જૈનકુમારસંભવ અને પશ્મિચરિત્ર વગેરે તેમની કૃતિઓ અત્યારે સાહિત્યની શોભા વધારનારી દષ્ટિપથ થાય છે.”
૧૦૬૭. માણિક્યસુંદરસૂરિએ ઉક્ત ટીકાનું સંશોધન કર્યું હતું એમ ટીકાની પ્રશસ્તિ પરથી પ્રતીત થાય છે. આ બન્ને ગ્રંથકાર સહાધ્યાયી હોય એમ પણ સંભવે છે. શીલરત્નસૂરિ માણિક્યસુંદરસૂરિની ઉક્ત પ્રશસ્તિમાં ભારોભાર પ્રશંસા કરે છે.
૧૦૬૮. શીલરત્નસૂરિએ ઉક્ત ટીકા ઉપરાંત જિન ચૈત્યવંદન ચોવીશી, અષ્ટક વિગેરે પણ રચ્યાં છે. પ્ર. પિટર્સને પિતાના સંસ્કૃત હસ્તપ્રતવિષયક અહેવાલ, સને ૧૮૮૬–૯૨ ની પ્રસ્તાવનામાં શીલરત્નયુરિને પરિચય આ પ્રમાણે આપ્યો છે –
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com