SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કીર્તિસૂરિ श्री वर्धमानजिनभवनभूषिते चित एष सत्यपुरे । ___ ग्रन्थः श्रीमदुपाध्यायधर्मनंदनविशिष्ट सांनिध्यात् ॥ ४ ॥ ધર્મશખર ગણિ ૧૦૫૮. જયશેખરસૂરિના શિષ્ય ધશેખર ગણિએ જયશેખરસૂરિકૃત “જૈન કુમાર સંભવ' પર સં. ૧૪૮૩ માં ટીકા રચેલ છે. આ ટીકાનું સંશોધન માણિજ્યસુંદરસૂરિએ કર્યું છે. ગ્રંથપ્રશસ્તિમાં કવિ તેમના ગુરુના ગ્રંથો વિષે જણાવે છે – श्रीमदंचलगच्छे श्री जयशेखर सूरयः । चत्वारस्तर्महाग्रन्थाः कविशर्विनिर्मिताः ॥ प्रबोघश्चोपदेशश्च चिंतामणि कृतोत्तारो।। कुमारसम्भवं काव्यं चरित्र धम्मिलस्य च ॥ ૧૦૫૯. તેઓ સં. ૧૫૦૯માં આચાર્યપદે હવાનું પ્રમાણ નંદીમૂત્રવૃત્તિની પ્રત પુપિકા દારા મળી રહે છે. ધર્મશેખરસૂરિના શિષ્ય ઉદયસાગરજી પણ સાહિત્યકાર હતા, જેમને વિશે પાછળથી વિચારીશું. ઈશ્વર ગણિ ૧૬. જયશેખરસૂરિના શિષ્ય ઈશ્વરગણિએ ૨૨૮ ક પરિમાણને શીલસંધી' નામનો અપભ્રંશ ગ્રંથ રચ્યો છે. જયશેખરસુરિ બે થયા છે એક તપ ગચ્છના નાગપુરીયા શાખામાં થયેલા છે. તેઓ હમીરના વખતમાં–એટલે સં. ૧૩૦૧ થી ૧૯૬૫ સુધીમાં વિદ્યમાન હતા. બીજા અંચલગચ્છીય જયશેખરસૂરિ ઈશ્વરગણિ કયા આચાર્યના શિષ્ય હતા તે ગ્રંથપ્રશસ્તિ તપાસીને નિર્ણય કરવો ઘટે છે. માનતુંગસૂરિ ૧૦૬ ૧. “ઉપદેશ ચિન્તામણિ'ની ટીકાને પ્રથમાશે લખનાર માનતું ગગણિને જયશેખરસૂરિએ પિતાના નાના ગુરુબંધુ તરીકે ઓળખાવ્યા છે : अनुजश्वसतीर्थ्यश्चास्माकं टीकामिमां मुदा । लिलेख प्रथमादर्श मानतुंगगणिगुणी ॥ ઉપદેશચિન્તામણિ'ની રચના પછી-એટલે કે સં. ૧૪૩૬ પછી એમને આચાર્યપદસ્થિત કરવામાં આવ્યા હતા. ગોડી પાર્શ્વનાથ તીર્થની સ્થાપનામાં આ આચાર્યને સારો હિસ્સો હતો એમ મનાય છે. જયશેખરસૂરિ પાસે તેઓ ભણ્યા હશે એમ અનુમાન થાય છે. કવિવર કાન્હ ૧૦૬૨. મેરૂતુંગરિના શિષ્ય કવિવર કાન્ત સં. ૧૪૨૦ દીપોત્સવી ને રવિવારને દિવસે ખંભાતમાં રહીને “ગચ્છનાયક ગુરુરાસ ની રચના કરી. આ રાસમાં અંચલગચ્છ પ્રવર્તક આર્યરક્ષિતસૂરિથી માંડીને ૬૦ મા પટ્ટધર જયકેશરીરિ સુધીનાં ઈતિહાસની મહત્વની સામગ્રી ભરી પડી છે, જે ખૂબ જ વિશ્વસનીય છે. સં. ૧૯૨૦ પછીના પ્રસંગે પણ એ રાસમાં હોઈને તે પાછળથી લખાયો હશે અથવા તો મૂળ કૃતિમાં પછીને ભાગ ઉમેરાયો હશે એમ ચોકસાઈથી કહી શકાય છે. ગ્રંથ પ્રશસ્તિમાં કવિ પિતાને પરિચય પણ આપે છેઃ ખંભાઈત વર નયર મઝારે, દીવાલી દિનિ અનુ રવિવારે, સંવત ચઉદ વિસોત્તરઈએ. ૨૩૭ Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy