________________
શ્રી જયકીતિસૂરિ
૨૩૭ ૧૯૨૨. ધમમતિરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં પણ દીક્ષાનું એ જ વર્ષ દર્શાવવામાં આવ્યું છે. અન્ય પ્રાચીન પ્રમાણમાં પણ દીક્ષાનું એ જ વર્ષ સ્વીકાર્ય છે. પરંતુ મુનિ લાખા “ગુપટ્ટાવલી ”માં જયકીર્તિસૂરિની દીક્ષાનું વર્ષ સં. ૧૪૪૩ કહે છે, જે વિચારણીય છે.
૧૨૩ સં. ૧૪૬૭ માં ગુએ તેમને યોગ્ય જાણીને ખંભાતમાં આચાર્ય પદ પ્રદાન કર્યું. ધર્મ મૂર્તિસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવેલીમાં પણ એ પ્રમાણે ઉલ્લેખ છે. મુનિ લાખ રચિત ગુપટ્ટાવલીમાં પદ મહોત્સવનું વર્ષ સં. ૧૪૬૯ છે. ભાવસાગરસૂરિ સં. ૧૪૬૬ માં મૂરિપદ મળ્યું હોવાનું ગુર્નાવલીમાં નંધે છે. કવિવર કોન્ડ “ગચ્છનાયક ગુરુરાસ માં સ્પષ્ટતાપૂર્વક પદમહોત્સવનું વર્ષ સં. ૧૮૬૭ દર્શાવે છે, જે વધુ સ્વીકાર્ય કરે છે :
શ્રી મેરૂતુંગસુરિ સઈ હથિ એ ચઉંઆલઈ ચારિત્ત,
આચારિજ પદ ખંભપુરે, સતસઈ સંપત. ૧૦૨ ૧૦૨૪. “મેરૂતુંગસૂરિ રાસ માંથી વિશેષ માહિતી પ્રાપ્ત થાય છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ખંભાતમાં સંઘવી રાજસિંહકૃત ઉત્સવમાં જયકીર્તિસૂરિને પદસ્થિત કરવામાં આવ્યા હતા :
ખંભનયરિ વરિ હરિસ ભરે માહંત શ્રી જયકારતિસૂરિ, થાપીય સંઘવી રાજસીહે માëતડે ઉચ્છવ કીધલા પૂરિ. જગભિંતરિ જયસિરિ વરીય માહંતડે કરતિ પસરિય પૂરિ,
જિનશાસન ઉજજોય કરો માલ્ડંત શ્રી જયંકરતિ મુરિ. ૧૦૨૫. સં. ૧૮૭૧ ના માગશર પૂર્ણિમા ને સોમવારને દિવસે મેરૂતુંગસૂરિનું અણહીલપુર પાટણમાં સ્વર્ગગમન થયું, એ પછી એજ વર્ષમાં જયકીર્તિસૂરિને ગચ્છનાયકપદે સ્થાપવામાં આવ્યા હોવાનું ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં નોંધે છે –
છાસદ ચુરિયં ઈગુહત્તરિ ગચ્છનાહ પયમતુલ,
સિરિ પિપ સંઘ વીણા કચ્છો હરિસ પૂરેણુ. ૨૦૧ ૧૦૨ ૬. સં. ૧૪૭૩ માં કીર્તિસૂરિનાં ગણનાયકપદનું વર્ષ કવિવર કાહ તેમજ મુનિ લાખાન અભિપ્રેત છે. સાંપ્રત પદાવલીકારો પણ એ જ વર્ષ સ્વીકારે છે, જે નિમ્નલિખિત પ્રમાણો દ્વારા જાણી શકાશે. કવિવર કાન્હ ગચ્છનાયક ગુરુરાસમાં જણાવે છે :
ચઉદ ત્રિદુત્તરઈ ગચ્છ ગુર અણહિલપુર વર માહિ,
સયલ સંધ કુતિગ કર એ, ઉચ્છવું અતિ ઉછાહિ. ૧૦૩ ૧૦૨૭. મુનિ લાખા “ગુપટ્ટાવલી માં જ્યકીર્તિસૂરિ વિષે આ પ્રમાણે નેંધ કરે છે–
१२ बारमा गच्छनायक श्री जयकीर्तिसूरि । तिमिरपुरे । श्रेष्टि भूपाल । भरमादे माता । संवत् १४३३ वर्षे जन्म । संवत् १४४३ वषे दीक्षा । संवत् १४६९ सरिपद । स्तंभतीर्थे । संवत् १४७३ वर्षे गच्छेशपदं श्री पत्ने । संवत् १५०० निर्वाण श्री पत्ने । सर्वायु वर्ष ६८ ॥
૧૦૨૮. ધર્મમૂર્તિસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં પણ ગચ્છનાયકપદનું વર્ષ તે સં. ૧૮૭૨ જ છે –
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com