________________
૧૨.
શ્રી જ્યકીર્તિસૂરિ
૧૦૧
૧૦૧૭. મમંઅંતર્ગત તિમિરપુરમાં શ્રીમાલીવંશીય સંઘવી ભૂપાલ શ્રેણીને ત્યાં, તેની પત્ની ભ્રમરાદેની કૂખે સં. ૧૪૩૩માં એમનો જન્મ થયો હતો. ધર્મમૂર્તિસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં એમનાં જન્મનું વર્ષ સં. ૧૪૨૩ કહેવામાં આવ્યું છે. તેમ જ તેમનું મૂળ નામ જયંતકુમાર દર્શાવવામાં આવ્યું છે: પટ્ટાવલીનું કથન નિમ્નલિખિત પ્રમાણેને આધારે અસ્વીકાર્ય કરે છે.
૧૦૧૮. કવિવર કાહ “ગચ્છનાયક ગુરુ રાસમાં જયકીર્તિસૂરિનાં પૂર્વજીવન સંબંધક ખૂબ જ પ્રમાણભૂત માહિતીઓ આપે છે. તેમનાં જણાવ્યા પ્રમાણે સં. ૧૪૩૩માં જયકીર્તિસૂરિને જન્મ થશે હતો અને એમનું મૂળ નામ દેવકુમાર હતું—
માંડલ ધરિ તિમિરપુરે, નિહિનિ વસઈ ચઉસાલ, શ્રી શ્રીમાલી સધરન, સંઘાહિવ ભૂપાલ. ૧૦ તસુ ભજા રિમાલ ઉયરે, તેત્રીસઈ અવતાર,
સકલ સુલક્ષણ જનમીઉએ, નામિહિ દેવકુમાર ૧૦૧૯. ભાવસાગરસૂરિ ગુર્નાવલી માં પણ એજ હકીકત નેધે છે–
તમ્પયધર ગુરુરાઓ કિત્તિ મુણિંદ ચંદ ગણ તિલઓ, તિમિરપુરે સિરિયંસે ભૂપાલ વસઈ વિવહારી. ૧૯૮ ભરમાદેવી ભજ ઉયરે જાય તત્ય વર કુમારે,
ચઉદસ તેતીસઈમે પવફ્ટએ બીય ચંદ સ. ૧૯૯ ૧૦૨૦. મુનિ લાખા રચિત ગુપટ્ટાવલીમાં તેમજ અન્ય પ્રમાણમાં પણ ઉપર્યુક્ત પ્રમાણેને મળતી જ હકીકતો હોઈને સિદ્ધ થાય છે કે જયકીર્તિસૂરિને જન્મ સં. ૧૪ર૩માં નહીં પરંતુ સં. ૧૪૩૩માં થયો હતો, તેમ જ એમનું મૂળ નામ દેવકુમાર હતુ. ભીમશી માણેક, પ્રો. પિટર્સન, ડે. કલાટ, પં. હી. હં. લાલન, મેહનલાલ દલીચંદ દેસાઈ, બુદ્ધિસાગરજી, ત્રિપુટી મહારાજ આદિ સાંપ્રત પ્રથકારે જ્યકીર્તિસૂરિનાં જન્મનું વર્ષ સં. ૧૪૩૩ જ સ્વીકારે છે.
૧૨૧. બાળક દેવકુમારે સં. ૧૪૪૪માં મેનંગસૂરિ પાસે વૈરાગ્યપૂર્વક દીક્ષા લીધી અને એ નવેદિત મુનિનું નામ જયકીર્તિ રાખવામાં આવ્યું. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં નેધે છે—
ઈગલે ચારિત્ત ગહિયં કિતિ નામ સંવિર્ય, ગુરુ પય પકય લી અવગાહઈ સત્ય સત્યં વ. ૨૦૦
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com