SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ અંચલગચ્છ દિન બની ગયા. રાસકારનું એ પછીનું વર્ણન ખરેખર, હૃદયદ્રાવક છે. એમની વિદાય પછીના કણુભાવો રાસકાર વિસ્તારથી આલેખે છે, માત્ર એક જ કંડિકા જોઈએ મનના સંસય કુણ હિવ કહિસીઈ, પરમ બ્રહ્મકલા કુણ લહિસિદ, ઉત્તર દિવ કુણ આપસિઈ હા હા ! દરિસણ હુઉં અણહ એથસાઉ કિરિ દિણનાહ લોચન કુણુ ઉગ્ધાડિસિઈએ. ૧૦૧૫. મે—ગરિનું સ્થાન અંચલગચ્છના ઈતિહાસમાં ખૂબ જ ઊંચું છે. એમનાં દેહાવસાનથી અંચલગચ્છના ઈતિહાસનો બીજો મહત્ત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો. મહેન્દ્રભસૂરિ અને સુંગરિનો સમય આર્યરક્ષિતમુરિ અને જસિંહમુરિના સમયની ઝાંખી કરાવે એવો ઉજજવળ છે, એવો જ સમય ધર્મ મૂર્તિસૂરિ અને કલ્યાણસાગરસૂરિના આધ્યાત્મિક શાસનમાં પણ નીરખાય છે, એ વિશે આપણે ઉલ્લેખ કરી ગયા છીએ. એ પરથી પણ મેરતુંગસૂરિની કારકિર્દીનું ચિત મૂલ્યાંકન કરી શકાય એમ છે. આ ગછના ઉદયકાળ પછી તેની પ્રવૃત્તિને પુનઃ ચેતનવંતી બનાવનાર આ આચાર્ય જ છે. એ દ્રષ્ટિએ, એમના ખરેખરા અનુગામી ગચ્છનાયક કલ્યાણસાગરસુરિને જ કહી શકાય. મેરૂંગસૂરિની બહુમૂલી કારકિર્દીનું મૂલ્યાંકન આપણે એમના જીવન પ્રસંગેના સંદર્ભમાં કરી ગયા હોઈને તેનું પુનર્લેખન અહીં અપ્રસ્તુત છે. એટલું તો ચોક્કસ છે કે એમના સમયમાં આ ગચ્છે જે સર્વાગી વિકાસ સાધે હતો તે બીજા કોઈ ગચ્છનાયકના સમયમાં જોવામાં આવતો નથી. એ દ્રષ્ટિએ મેરૂતુંગસૂરિ બીજા કોઈ પણ ગચ્છનાયક કરતાં વિશેષ માનના અધિકારી છે. બીજા શબ્દોમાં કહીએ તો એક આદર્શ ગચ્છનાયક પિતાના ગચ્છની કેવી સુંદર વ્યવસ્થા કરી શકે એ વાત સમજવા માટે મેજીંગસૂરિનું જીવન વૃત્ત ખૂબ જ મનનીય છે. ઠો. ભાંડારકરને પ્રાપ્ત થયેલી પદાવલીમાં એમને “મહિમાવાન ' કહ્યા છે, તે યથાર્થ છે. આ બધી દૃષ્ટિએ વિચારતાં મેસતુંગરિનું વ્યક્તિત્વ મુખ્યપણે ચાર પ્રકારે ઘડાયેલું જણાય છે. શ્રમણ, સાહિત્યકાર, ગચ્છનાક અને ધર્મોપદેશક રૂપે. મહિમાવાન અને મેઘાવી ગચ્છનાયક તરીકે એમની હરોળમાં સ્થાન પામી શકે એવા આચાર્ય અંચલગચ્છમાં જ નહીં, સમગ્ર જૈન ઇતિહાસમાં ગયાગાંઠ્યા જ છે. અંચલગચ્છના ભાગ્યવિધાતા મેરૂતુંગસૂરિને મૂર્તિમાન અમર આત્મા અને એમનો અનુકરણીય ગુણ મુચ્ચય આજે આપણને આદર્શ પથ દાખવવા પરમ સાધનભૂત થઈ રહેલ છે, અને સદાદિત રહેશે. ૧૦૧૬. મેરૂતુંગસૂરિને તત્કાલીન અને ઉત્તરવતી સાહિત્યકારોએ આપેલી ભાવાંજલિઓ દ્વારા જ એમનાં યાચિત વ્યક્તિત્વનું દર્શન કરીએ – श्रीमज्जैजदिवाकरा वसुमतीप्रीतिं समुल्लासयन्ते तो विद्वजनकोटिमौलिमुकुटा मोहारिसमर्दनाः । शश्वसिद्धिसमृद्धि वृद्धि सुविधिप्रोद्बुद्धिसंसेविता स्तेसूरींद्रवरप्रभा गणधराः श्री मेरुतुंगोत्तराः ॥ (હચમકરવૃત્તિ) -हेमहंससूरिशिष्य [ જ્ઞાનરૂપી સૂર્ય જેવા, લક્ષ્મી અને પ્રીતિને ઉલ્લાસ કરનારા કરોડો વિકાનાં મસ્તક પર મુકુટ સમાન, મેહરૂપી શત્રુનો નાશ કરનાર, શાશ્વત સિદ્ધિ, સમૃદ્ધિ, સુવિધિથી પ્રાદૂભૂત થયેલી બુદ્ધિ વડે સેવાપેલા, ઉત્તમ પ્રભા ધરાવતા, સુરીમાં શ્રેષ્ઠ એવા ભી મેરૂતુંગસૂરિ અનુક્રમે થયા. ] सर्वेषामेव धाम्ना स्फुटपटपदवीभारधर्ता महेन्द्रः ।। सूरींद्राणामशेषक्षितितल विदितो मेरुतुंगो मुनींद्रः ॥१॥ (3gધ્યયનગર) -कीर्तिवल्लभगणि Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy