________________
૨૬ર
અંચલગરછ દિન ૧૦૬. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં નેવે છે કે મેરૂતુંગરિએ ૫૦૦ ભવ્ય જીવોને ચારિત્ર્ય આપ્યું, આચાર્ય, ઉપાધ્યાય, મહત્તરાદિ ૧૫ પદ પ્રદાન કર્યા, તેમજ બીજા પણ વાચનાચાર્ય વિગેરે પદે ૪૫ શ્રમણોને પદ સ્થાપિત કર્યા.
એવં પડિય અઈસય સય સહ ભુયળશ્મિ વિહરતો, પન્ના સાહિત્ય પણ સય ભવિયાણું દેઈ ચારિત્ત. પણ દહ સિરિ પય કવિયા, સૂરિ ઉવજઝાય મહત્તરાઈ,
અનેવિ વાયણારિય પમુહાય ગુરુહિં પણુયાલા. ૧૦૦૭. કવિવર કાન્હ “ગચ્છનાયક ગુરુરાસમાં પણ મેરૂતુંગસૂરિના શિષ્ય પરિવાર અંગે નોંધ કરતાં જણાવે છે કે અણહિલપુર, ખંભાત, જાંબૂ આદિ નગરોમાં પદમહોત્સવો થયા જેમાં ૧૧ શિષ્યને તેમણે પદસ્થિત કર્યા–
અણહલપુરિ સિરિ ખંભપુર, જાંબૂ દેસિ સુરગિ,
પદ ઠવણાં ઈગ્યાર ગુરે, કીધલાં જાગતે જગિ. ૧૦૦૮. “મેરતુંગસૂરિ રાસમાં જણાવવામાં આવ્યું છે કે મેતુંગ રિએ ૬ આચાર્ય ૪ ઉપાધ્યાય અને ૧ મહત્તરાને પદસ્થાપિત કર્યા હતાં તેમજ વાચનાચાર્ય, પન્યાસ, પ્રવત્તિની પ્રભૂતિ સંખ્યાબંધ પદસ્થાપિત કે દીક્ષિત કર્યા હતા–
શ્ય આચારિજ થાપિયા એ માહંતડે ચારિ ઉવઝાય સુપસિદ, શ્રી મેજીંગસૂરિ મહતર સિઉ માહંતડે ઈમ ઈગ્યારય કિયદ એ. વાયણારીસ પંન્યાસ પય માર્હત પવતિણિ પય સય સંખ,
સાહુ સાહુણું જે દીખીયા એ માëત તીહ કુણુ કરિસિઈ સંખ. ૧૦૦૮. મેરૂતુંગરિએ નવ દીક્ષિત કર્યા એ ઉપરાંત પણ ઘણો મોટો સમુદાય વિદ્યમાન હોઈને રાસકાર જણાવે છે કે–“સાધુ-સાધ્વીને જે પરિવાર જોયો તેની સંખ્યા કોણ કરશે?” એ યથાર્થ જણાય છે. મેરૂતુંગરિના બહોળા શિષ્ય પરિવારથી પણ એમની મહાનતાનું આપણને દર્શન થાય છે. અંચલગચ્છના આ મહાન પદધરે અનેક ક્ષેત્રે અંચલગચ્છની અને જૈન શાસનની પતાકા લહેરાવી અને ભગવાન મહાવીર પ્રણીત સર્વ ત્યાગના મંગલમય અને કલ્યાણકારી મહામાર્ગને ઉપદેશ ગુંજતો રાખ્યો. એમની ધર્મદેશના સાંભળીને અનેક આત્માઓ ત્યાગ માર્ગે વળ્યા હતા અને પિતાનાં જીવનને કૃતાર્થ કર્યું હતું. સ્વર્ગ ગમન
૧૧. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં નેધે છે કે વિધિપક્ષગચ્છની પરંપરામાં જિનેશ્વર ભગવાન કથિત માર્ગ માટે દીપક સમાન થયેલા મેરૂતુંગરિ સં. ૧૪૭૦ માં ખંભાતમાં પરભવ પામ્યા
એવં વિહિપહ વંસિય જિણ ભય દીય મેરૂતુંગ ગુરુ,
ચઉદસ સત્તરિ વરિસે ખંભપુરે પરભવં પત્તો. ૧૦૧૧. ધર્મમૂર્તિરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં જણાવવામાં આવ્યું છે કે મેતુંગરિ–
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com