________________
-
-
શ્રી મેરૂતુંગસૂરિ
પાતઉ રાઉ પ્રતિબંધિઉ એ માહંતડે સત્યપુરિ ભૂપ ઉલ્લાસિ,
મયણપાલ ભૂપાલ જિણિ ભાëત રંજિઉ વાણિ વિલાસિ. (૯) ઈડરપતિના પુત્ર સુરદાસને પ્રતિબોધ આપીને આચાર્યો તેની પાસે ઘોલકાના કલિ પાર્શ્વનાથ ભગવાનની પૂજા કરાવી. રાસકાર વર્ણવે છે–
ઉડર મલિક ભઈક કીઉએ મા€તડે સુતનંદન સુરદાસ.
પ્રતિબધી પૂજાવિઉ એ માહંતડે ધઉલકઈ કલિકુંડ પાસ. (૧૦) જમ્બુ નરેશ રાઉ ગજમલ ગદુઆ અને (૧૩) જીવનરાય પ્રભુતિ નૃપતિઓ મેરૂંગમરિના વંદનાથે પધારતા. રાસકાર જણાવે છે –
જબૂ દેસ નરહિવઈ એ માહંતડે ગદ્દાઉ ગજમલ રાઉ,
જીવનરાહ પ્રમુખ રહઈ માëતો વાંદણ લગઈ ભાઉ. ૧૦૦૩. રાસકાર જણાવે છે કે મેતુંગરિના આવા તો અનેક અવદાત છે—જલનિધિમાં જેટલાં જલકણ છે તેટલાં–જેનું વર્ણન પણ કરી શકાય એમ નથી
જળનિધેિ જલકણું જેતલા એ માહંતડે શ્રી મેરૂતુંગસૂરિ રાઉ,
બહુ અવદાત ગુણ જેતલા એ માહંતડે વર્ણન કરણ કરાઈ ૧૦૦૪. નૃપતિઓની પર્ધામાં ઉપદેષ્ટા મેતુંગરિ ખૂબ ખૂબ માન-સન્માન પામ્યા હશે અને એમના ઉપદેશથી અમારિ–પડહની ઘોષણાદિ અનેક ધર્મકાર્યો પણ પયાં હશે. નરેન્દ્રોને આપેલા પ્રતિબોધની કે એમની સાથેના સમાગમની ઉપર્યુક્ત સંક્ષિપ્ત હકીકતો મેરૂતુંગસૂરિના પ્રકૃષ્ટ પ્રભાવનું સૂચન કરે છે તેમજ જેન પૂર્વાચાર્યોના અલૌકિક પ્રભાવની વાતો જૈન સમાજના ગતકાલીન ગૌરવની ઝાંખી કરાવે છે. મેતુંગરિ તેમના સમયના એક બહુ ભારે વિદ્વાન અને પ્રતિભાશાળી જેન આચાર્ય હતા. તેમણે આર્ય નૃપતિઓ ઉપરાંત મુસલમાન રાજાઓ પર પણ અસાધારણ પ્રભાવ વર્તાવ્યો હતો. મુસલમાન બાદશાહના દરબારમાં જૈનધર્મનું મહત્ત્વ દર્શાવનાર અને ગૌરવ વધારનાર કદાચ તેઓ સૌથી પહેલા અંચલગચ્છીય આચાર્ય થયા. મુસલમાન બાદશાહને અંચલગચ્છીય આચાર્યો સાથેનો વિશિષ્ટ સમાગમ રાજકીય ઈતિહાસમાં પણ આગવું સ્થાન પામે એ ગરિષ્ટ હેઈને ઈતિહાસવેત્તાઓએ એ . દિશામાં વિશેષ પ્રકાશ પાડવો ઘટે છે. શિષ્ય પરિવાર
૧૯૦૫. મેરૂતુંગમરિને શિષ્ય પરિવાર ઘણો વિશાળ હતો, એટલું જ નહીં એમના સમુદાયના આચાર્યોએ પણ પોતાના સુકૃત્યોથી નામના કાઢી અને ગચ્છનું તેમજ શાસનનું નામ શોભાવ્યું છે. એમના સમુદાયના કેટલાક આચાર્યો વિશે આપણે જોઈ ગયા અને બાકીના વિશે પછીના પ્રકરણમાં ઉલ્લેખ કરીશું. અહીં એમના શિષ્ય પરિવારના કેટલાંક નામોનો જ ઉલ્લેખ બસ થશે. મેરૂતુંગરિના સમકાલીન આચાર્યોમાં મુનિશેખરસૂરિ, જયશેખરસૂરિ, અભયસિંહસૂરિ મુખ્ય હતા. એમના પરિવારના બીજા નામો આ પ્રમાણે ઉપલબ્ધ બને છે—જયકીતિસૂરિ, રનશેખરસૂરિ, માણિજ્યસુંદરસૂરિ, માણિક્યશેખરસરિ, માહીતિલકસૂરિ, મેરુનંદનસૂરિ, ગુણસમુસૂરિ, ભુવનતંગરિ, જયતિલકસૂરિ, કીતિ સાગરસૂરિ, જયસાગરસૂરિ, ધર્મશખર ઉપાધ્યાય, ઈશ્વરગણિ, ધર્મનંદનગણિ, શાલિભદ્ર મુનિ, ધર્મઘોષ મુનિ ઈત્યાદિ તથા મહિમશ્રી મહત્તા સાધ્વીજી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com