________________
૨૦
અચલગચ્છ દર્શન કૃતિઓને યથાસ્થિત સમજવાની ખૂબ જ આવશ્યકતા છે. તેઓ પોતાના જીવનને નીચેડ આવા ગ્રંથમાં આપી ગયા છે એ વાતનું મૂલ્ય બધાએ સ્વીકારવું રહ્યું.
હ૮ મેસર્વાંગસૂરિની મંત્રવાદી તરીકેની સિદ્ધિ અને પ્રસિદ્ધિ એમના જીવન પ્રસંગો દ્વારા જ યથાર્થ રીતે જાણી શકાય એમ છે. એ સર્વવિદિત સિદ્ધિનું રહસ્ય એમની કૃતિઓ જ સમજાવી શકે. આ બાબતમાં વિશેષ ચર્ચા અહીં અસ્થાને છે. ધ્યાન બળના પ્રભાવે કે એમના વિરાટ વ્યક્તિત્વે આ બધા પ્રસંગોમાં પોતાનો ભાગ ભજવ્યો હોવાનું પણ સ્વીકારી શકાય છે. ગમે તે હે, આજે મેતુંગરિ જૈન ઇતિહાસમાં એક સફળ મંત્રવાદી તરીકે હરેળનું સ્થાન પામ્યા છે એ વાત તે ચોક્કસ જ છે. અનેક નૃપ પ્રતિબંધક
૧૦૦૦. મેરૂતુંગરિની તપસ્વી પરિવ્રાજક તરીકે, પ્રભાવક આચાર્ય તરીકે તથા સમર્થ પધર તરીકેની ઉજવળ કારકિર્દી વિશે આપણે વિચાર કરી ગયા. તદુપરાંત આપણે એક ઉચ્ચ કોટીના સાહિત્યકાર, વૈયાકરણી, દર્શનકાર, મંત્રકાર તરીકે પણ એમનાં બહુવિધ વ્યક્તિત્વનું મૂલ્યાંકન કર્યું. ઉપદેશક તરીકે પણ તેઓ અજોડ જ રહ્યા. એમણે અનેક ભાવિજીવોને પ્રતિબોધ આપી ધર્મ પમાડ્યો છે, એ વિષે પણ આપણે પ્રસંગોપાત ઉલ્લેખ કરી ગયા છીએ. આ બધા પ્રસંગો દ્વારા મેરૂંગસૂરિના લકત્તર પ્રભાવની ઝાંખી થાય છે.
૧૦૦૧. અનેક નૃપ પ્રતિબોધક તરીકે પણ મેરતુંગસૂરિનું નામ જૈન ઇતિહાસના ગાંગાથાં આચાર્યોમાં આગળ પડતું છે. દુ:ખને વિષય એ છે કે એમના જીવનને સ્પષ્ટ ચિતાર આપતા મેરૂતુંગરિ રાસ” આજ દિવસ સુધી અપ્રકટ રહ્યો હોઈને, એમણે પ્રતિબંધિત કરેલા અનેક નૃપતિની એતિહાસિક બાબતો અપ્રસિદ્ધ જ રહી. જૈનાચાર્યોની સિદ્ધિઓને કે જૈન ધર્મના પ્રાચીન ગૌરવને વર્ણવતી આવી અનેક કૃતિઓ કદાચ હજી પણ જ્ઞાનભંડારને શોભાવતી પ્રતાકારમાં જ રહેવા પામી હોય તો નવાઈ નહીં !
૧૦૦૨. મેજીંગસૂરિએ અનેક નરેન્દ્રોને પ્રતિબોધ આપી તેમને જૈન ધર્માનુરાગી કર્યા છે, જેમનાં નામ આ પ્રમાણે છે :-(૧) આસાઉલીમાં યવનરાજને પ્રતિબોધિત કર્યો (૨) સં. ૧૪૪૪માં લોલાડામાં ચાતુર્માસ રહેલા તે વખતે ત્યાંના રાઠોડ વંશીય ફણગર મેઘરાજાને ૧૦૦ મનુષ્યો સાથે ધર્મમાં પ્રતિબોધિત કર્યો. (૩) પાટણની પાસે યવન સેનાએ મેતુંગસૂરિના શિષ્ય પરિવારને કષ્ટ આપ્યું તે વખતે આચાર્ય યવનરાજ પાસે પહોંચ્યા. આચાર્યની આકૃતિ-લલાટ જોઈ ને યવનરાજનું હૃદય પલટી ગયું અને તરત જ તેણે બધાને મુક્ત કરી દીધા. (૪) ગુજરાતમાં એ વખતે મુસલમાનોનો મોટો ભય પ્રવતો હતો. ખંભાતમાં આક્રમણ થવાના સમાચાર સાંભળતા જ સૌ નગર ખાલી કરી ગયા, પરંતુ મેઢંગમરિ ત્યાં જ સ્થિર રહ્યા, શક્ય છે કે એમના પ્રભાવથી આક્રમણખોરે પ્રભાવિત થયા હોય. (૫) લેલાડામાં ગુજરાતના બાદશાહ મહમદની સેનાને ભય એમણે નિવાર્યો એ પણ એમના પ્રભાવ કે એમના ઉપદેશનું જ પરિણામ હતું. (૬) સં. ૧૪૬૪ માં સાચેરમાં મોગલ બાદશાહ મોટી સેના સહિત ચડી આવ્યો ત્યારે નગરજને ભયભીત થઈને નાશ ભાગ કરવા લાગ્યા. સાચોરનો ઠાકોર પણ ભયભીત હતો. મેરૂતુંગમૂરિના ધ્યાન બળના પ્રભાવથી યવનસેન સાચેરને માગ મૂકી અન્યત્ર ચાલી ગઈ. (૭) સૂરિજીએ સત્યપુર નરેશ રાઉ પાતા તથા (૮) નરેશ્વર મદનપાલને પ્રતિબોધ આપ્યો હતો. “મેરૂતુંગરિ રાસમાં જણાવવામાં આવ્યું છે કે –
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com