________________
રેવેર
અચલગચ્છ દિગદર્શન (૧૨) શતપદી સારોદ્વાર–અમરનામ શતપદી સમુદ્ધાર. પોતાની ૫૩ વર્ષની ઉમરે–એટલે સં. ૧૪૫૬માં અથવા તે શતકના ૫૩મા વર્ષે એટલે સં. ૧૪૫૩માં આ ગ્રંથની રચના કરી. ધર્મઘોષસૂરિ કત મૂળ શતપદીનો આ ગ્રંથમાં સમુદ્ધાર કરવામાં આવ્યો છે. પ્ર. વેલણકર “જિનરત્નકેશ માં જણાવે છે કે This is an abridgement of Dharmaghosa's Satapadi.
(૧૩) જેસાજી પ્રબંધ:--આ ઐતિહાસિક પ્રબંધમાં ઉમરકોટમાં જેસાઇએ મેસુંગરિના ઉપદેશથી શ્રી શાંતિનાથ ભગવાનનો ૭૨ દેવકુલિકાયુક્ત જિનપ્રાસાદ કરાવ્યો, શત્રુંજયાદિ તીર્થોની સંઘસહિત યાત્રા કરી ઈત્યાદિનું વિશદ વર્ણન છે એમ પં. હી. હં. લાલન ગોત્ર સંગ્રહમાં જણાવે છે. આ કૃતિ શંકિત છે. મેરૂતુંગસૂરિ રાસમાં આ કૃતિનો ઉલ્લેખ નથી.
(૧૪) ઉપદેશચિન્તામણુ વૃત્તિઃ—જયશેખરસૂરિ કૃત ઉપદેશચિન્તામણી નામના ગ્રંથ પર ડુંગરિએ ૧૧૬૪ શ્લેક પરિમાણની વૃત્તિ સંસ્કૃતમાં રચી છે. પોતે પટ્ટધર હોવા છતાં એમના સમુદાયના આચાર્યની કૃતિ પર ટીકા રચીને મેરૂતુંગસૂરિએ પિતાની જ્ઞાનાભિમુખતા પ્રદર્શિત કરી છે.
(૧૫) નાભાક નૃપથા–સં. ૧૪૬૪માં ૨૯૪ શ્લોક પરિમાણની આ કથા સંસ્કૃત પદ્યમાં બંધક શૈલીમાં રચી. દેવદ્રવ્યને નાશ અથવા દુર્વ્યય કરવાથી મનુષ્યને કેવાં દુઃખ ભોગવવા પડે છે, તેની કથાઓ વણી લેવામાં આવી છે. કથાને બોધ કવિ આ પ્રમાણે જણાવે છે : वरं सेवा वरं दास्यं वरं भिक्षा वरं मृतिः। निदानं दीर्घ दुःखानां न तु देवस्वभक्षणम् ॥
(૧૬) સુરિમંત્રકલ્પ–સૂરિમંત્રકલ્પને મહિમા પ્રાચીન સાહિત્યમાં સવિશેષ છે. હરિભદ્રસૂરિના સમકાલીન પટ્ટધર માનદેવસૂરિ પરંપરાથી ચાલ્યો આવતો યુરિમંત્ર પ્રમાદને લીધે વિસરી ગયા હોવાની વાત અંચલગચ્છની પદાવલીમાં પ્રસિદ્ધ છે. સૂરિએ પખવાડિયાના ઉપવાસ કર્યા, રેવતાચલ પર અંબિકાદેવીનું આરાધન કર્યું, સંતુષ્ટ થયેલી દેવીએ શ્રી સીમંધર પાસે જઈને સૂરિમંત્ર લાવીને માનદેવસૂરિને સમર્પણ કર્યો એ બધો વૃત્તાંત આ મંત્રની મહત્તા સૂચવે છે. “ અંચલગચ્છવિચારવ્યવસ્થા ” , ગ્રંથમાં પણ આ મંત્રની અનિવાર્યતા નિદિષ્ટ છે. પ્રત્યેક ગચ્છનાયકે આ ક૫ની સાધના કરવી જોઈએ એવો પણ એમાં ઉલ્લેખ છે. મેરૂતુંગસૂરિએ રચેલ આ ગ્રંથ રહસ્યભર અને ગૂઢ છે. આ ગહન વિષય પર વિદ્વાનોએ પ્રકાશ પાડવો જોઈએ.
(૧૭) સૂરિમંત્રસારોદ્ધાર ૫૫૮ શ્લેક પરિમાણને મંત્રશાસ્ત્ર વિષયક આ ગ્રંથ પણ રહસ્ય સભર છે. સરિમંત્રકલ્પ પર “દુર્ગપ્રદેશ વિવરણ” લખાયું છે તે એ જ સંભવે છે. આવાં નામોને મળતા અનેક પ્રથા નોંધાયા છે, ઉદાહરણાર્થે સરિમંત્રસારેદ્વાર-સરિમંત્રવિશેષાસ્નાય-સરિમુખ્યમંત્રકલ્પ ઈત્યાદિ.
(૧૮) જીરાપલી પાર્શ્વનાથસ્તવ -મૂળ ૧૧ અને પાછળથી ૩ ઉમેરાતાં ૧૪ લેક પરિમાણ. આદિ % નો વહેવાય. લેલાડા ગામમાં સર્પને ઉપસર્ગ આ સ્તવદ્વારા નિવાર્યો. અંચલગચ્છમાં પઠન-પાઠન કરાતા સાત સ્મરણોમાં પણ આ સ્તોત્ર સ્થાન ધરાવે છે. “ત્રિલોક્યવિજય નામના મહામંત્ર --યંત્રથી ગર્ભિત આ સ્તવનો મહિમા અપૂર્વ ગણાય છે. અમરસાગરસૂરિના સમયમાં દયાસાગરગણિના શિષ્ય પુણ્યસાગરે સં. ૧૭૨પમાં આ સ્તવની વ્યાખ્યા કરી છે.
(૧૯) સ્તંભક પાર્શ્વનાથ પ્રબંધ–સંસ્કૃતમાં. (૨૦) નાભિવંશ કાવ્ય-સંસ્કૃત મહાકાવ્ય
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com