________________
શ્રી દેતુંગસૂરિ
२२3 (૨૧) યદુવંશસંભવ કાવ્ય-સંસ્કૃત મહાકાવ્ય. (૨૨) નેમિદૂત મહાકાવ્ય-સંસ્કૃત મહાકાવ્ય. (૨૩) કૃવૃત્તિ –કાત–વ્યાકરણની ટીકાનો એક ખંડ હેય એમ સંભવે છે. (૨૪) ચતુષ્કવૃત્તિઃગ્રંથપરિમાણ ૪૯૩. (૨૫) ઋષિમંડલસ્તવ-સંસ્કૃત ૭૦ કારિકામાં.
(૨૬) પટ્ટાવલી --ખેતુંગસૂરિને નામે ચડાવાયેલી આ સંસ્કૃત પદાવલી વિશે આગળ ઘણી જગ્યાએ ઉલ્લેખ કરી ગયા છીએ. ભાષાની દૃષ્ટિએ, ઘટનાઓની દષ્ટિએ કે વિચારની દૃષ્ટિએ આ પટ્ટાવલી મેતુંગમુરિએ રચી હોય એ શંકિત છે. આદિથી માંડીને અંત સુધીમાં અસંખ્ય ખલનાયુક્ત પ્રસંગોનું એમાં નિપુણ છે. છેલ્લે, સં. ૧૪૩૮માં એ પઢાવલી રચી હોવાનો ઉલ્લેખ હોવા છતાં સં. ૧૪૪ સુધીની ઘટનાઓનું એમાં વર્ણન આવે છે !! એટલું જ નહીં, ખુદ મેતુંગરિએ રચેલ શતપદી સારદ્વારની વિસ્તૃત ગ્રંથપ્રશસ્તિની હકીકત સાથે પણ આ પટ્ટાવલીની વિગતો મતભેદ ધરાવે છે! અલબત્ત, આ પટ્ટાવલીમાં સંગ્રહિત સત્ય અતિહાસિક બાબતે વિશે સૂગ દર્શાવવાનું કોઈ કારણ નથી.
(૨૭) ભાવકર્મ પ્રક્રિયા (૨૮) શતક ભાષ્ય (૨૯) નમુત્થણું ટીકા (૩૦) સુશ્રાદ્ધકથા (૩૧) લક્ષણ શાસ્ત્ર (૩૨) રામતી–નેમિ સંબંધ (૩૩) વારિવિચાર (૩૪) પદ્માવતી ક૯૫ (૩૫) અંગ વિદ્યા ઉદ્ધાર. (૩૬) કલ્પસૂત્ર વૃત્તિ.
૯૭૩. છોટાલાલ મગનલાલ શાહ ઝુલાસણવાસી “જૈન મેધદૂત ની પ્રસ્તાવનામાં જણાવે છે કે – આ સિવાય જતકલ્પસાર અને ઋષિમંડલ સ્તોત્રના કર્તા તરીકે મે તુંગને ગણવામાં આવે છે, પણ તે કયા મેતુંગ તે ચોકકસ કહી શકાતું નથી. વળી જૈન ગ્રંથાવલીમાં બાલાવબોધ વ્યાકરણના કર્તા સાથે તેના ઉપર રચાયેલ આખ્યાતવૃત્તિ ઢુંઢિકા, કૃવૃત્તિ ટિપ્પન અને પ્રાકૃતવૃત્તિના કર્તા તરીકે પણ મેતુંગનો ઉલ્લેખ છે. પણ મને તો આ નંધમાં ભ્રમ લાગે છે. કારણ પિતે મેસતુંગ સપ્તતિકા ભાગ્ય ટીકાની પ્રશસ્તિમાં લખે છે તે પ્રમાણે બાલાવબોધ વ્યાકરણ અને તેની વૃત્તિના કર્તા હેવા જોઈએ. વળી બીજું કારણે વ્યાકરણકર્તાને પોતે જ પોતાના વ્યાકરણ ઉપર એક વૃત્તિ સિવાય ભિન્ન ભિન્ન વૃત્તિઓ બનાવવાનું પ્રયોજન રહેતું નથી. આ નંધમાં ભ્રમ થવાનું કારણ એ કલ્પી શકાય છે કે સેંધનારાના હાથમાં વ્યાકરણના ભિન્ન ભિન્ન કટકા હાથ આવ્યા હોય અને તે દરેક ઉપર તેમની વૃત્તિ તો હેય, તે પ્રમાણે દરેકે જુદી જુદી નોંધ કરી લાગે છે.'
૯૭૪. મેનું ગરિએ રચેલા અનેકવિધ ગ્રંથે પરથી જોઈ શકાશે કે પટ્ટધર તરીકે ભારે જવાબદારીઓ વહન કરી રહ્યા હોવા છતાં તેમણે સમય મેળવીને સાહિત્યના અનેક પ્રકારનું ખેડાણ કર્યું અને તેઓ સુંદર ગ્રંથો મૂકતા ગયા છે. એ દ્વારા એમની અસિમ વિદ્યાપ્રિયતા સૂચિત થાય છે. સ્તોત્રો, મંત્રકા, ઊર્મોિકા, મહાકાવ્યો ઉપરાંત તેમણે નિમિત્ત, લક્ષણ, છંદ, અલંકાર, વ્યાકરણ, વૈદક, ઈતિહાસ, દર્શન અને કર્મ વિષયક ગ્રંથો રચી પોતાની બહુમુખી પ્રતિભાને આપણને પરિચય કરાવ્યો છે. સાહિત્યકાર તરીકે મેતુંગરિનું સ્થાન જે હોય તે ભલે હો, કિન્તુ જેનેએ સંસ્કૃત ભાષાના વિકાસમાં જે ફાળો નોંધાવ્યો છે, તેમાં મેતુંગરિનો હિસ્સો ઉલેખનીય રહેશે. બીજું, વિવિધ વિષયમાં આટલી મોટી સંખ્યામાં ગ્રંથો રચનાર તરીકે પણ મે તંગરિનું નામ કદિયે ભૂલાશે નહીં.
૯૭૫. આપણે જોઈ ગયા કે ગ્રંથકાર તરીકે બે મેરૂતુંગરિ પ્રસિદ્ધ છે. આ બન્ને આચાર્યોની કૃતિઓ એક બીજાને નામે ઘટાવી દઈને શાસ્ત્રી દીનાનાથ રામચંદ્ર, ત્રિપુટી મહારાજ, વિદ્યાવિજયજી
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com