________________
શ્રી મેરૂતુંગસૂરિ
૨૧ (૩) કાત–બાલાવબોધવૃત્તિ –કાત–વ્યાકરણ પર સં. ૧૪૪૪માં સંસ્કૃત બાલાવબોધવૃત્તિ રચી. (૪) આખ્યાતવૃત્તિ ટિપણુ–કાત–બાલાવબોધવૃત્તિનું અપહરનામ સંભવે છે.
(૫) જૈન મેઘદૂતઃ–ભગવાન નેમિનાથના જીવન વિષયક આ સંસ્કૃત મહાકાવ્ય ચાર સર્ગમાં, મંદાકાંતા છંદમાં સં. ૧૪૪૯ પહેલાં રયું કેમકે સપ્તતિભાવ્ય ટીકાની ગ્રંથ પ્રશસ્તિમાં આ ગ્રંથને ઉલ્લેખ છે. આ કાવ્ય પર શીલરત્નસૂરિએ અને મહીમેક્ષ્મણિએ ટીકાઓ રચેલ છે.
(૬) ઘડ્રદર્શનસમુચ્ચય:–અપર નામ પડ્રદર્શનનિર્ણય. બદ્ધ, મીમાંસા, સાંખ્ય, ન્યાય, વશેષિક અને જેન એમ છ દર્શનની આ ગ્રંથમાં સંક્ષિપ્ત તુલના કરી ગ્રંથકારે નિર્ણય કર્યો છે. આ ગ્રંથને ઉલ્લેખ પણ સપ્તતિભાવ ટીકામાં હેઈને તે સં. ૧૪૪૯ પહેલાં રચાયું હોવાનું નિર્ણિત થાય છે.
(૭) ધાતુપારાયણ–આ વ્યાકરણ ગ્રંથનો ઉલ્લેખ પણ સપ્તતિકા ભાવટીકામાં હાઈને, તે સં. ૧૪૪૯ પહેલાં રચાયું હોવાનું નિર્ણિત થાય છે.
(૮) બાલાવબોધ વ્યાકરણ –અપનામ મેÚગવ્યાકરણ, જુઓ જિનરત્નકોશ. આ ગ્રંથનો ઉલ્લેખ પણ સપ્તતિકાભાષ્ય ટીકામાં હાઈને, તે સં. ૧૪૪૯ પહેલાં રચાયું હોવાનું નિર્ણિત થાય છે. મોહનલાલ દલીચંદ દેશાઈ જે. ગૂ. ક. ભા. ૩. પૃ. ૧૫૭૨માં મે તું ગસૂરિના તે વ્યાકરણ ગ્રંથના આ પ્રમાણે નામો આપે છેઃ “વ્યાકરણ ચતુષ્ક બાલાવબોધ” અને “તદ્ધિત બાલાવબોધ” આ પ્રાયઃ એક જ કૃતિ એનાં નામ હશે.
(૯) રસાધ્યાય ટીકા–જૈનેતર આચાર્ય કંકાલય કૃત રસાધ્યાય અપરના રસાલય નામના વેદક ગ્રંથ પર મેરૂતુંગસૂરિએ સં. ૧૪૪૩માં પાટણમાં રહીને ભડીગના પુત્ર રાઉલ ચંપકની વિનતિથી ટીકા રચી છે.
(૧૦) સપ્તતિભાષ્ય ટીકા –કર્મગ્રંથ. રચના સં. ૧૪૪૯. સંસ્કૃતમાં. ગ્રંથકારના વડિલ ગુરુબંધુ મુનિશેખરસૂરિએ તેમને આ ગ્રંથ રચવામાં ઉત્તેજના આપેલી. તેઓ પોતાના મુખ્ય ગ્રંથોને નામનિર્દેશ પ્રશસ્તિમાં આ પ્રમાણે કરે છે –
काव्यं श्री मेघदूताख्यं षडदर्शनसमुच्चयः ।
वृत्तिर्बालावबोधाख्या धातुपारायणं तथा ॥ एवमादिमहाप्रन्थनिर्माणपरायणाः ।
चतुराणां चिरं चेतश्चमत्काराय येऽन्वहम् ॥ (૧૧) લઘુશતપદી–રચના સં. ૧૪૫૩ ક પરિમાણ ૧૫૭૦, સંસ્કૃત ગદ્યકૃતિ. ધર્મષમરિન મૂળ ગ્રંથના ૫ વિશેષ ઉપયોગી વિચારો લઘુશતપદીમાં લઈ તેમાં સાત વિચારો નવા ઉમેરીને કુલ્લે પર વિચારોની ચર્ચા વિચારણું છે. શક્ય છે કે નવા ઉમેરેલા વિચારને લધુ શતપદી કહેવામાં આવી હોય અને મૂળ વિચારોના પુનર્લેખનને શતપદી સાહાર નામ આપવામાં આવ્યું હોય. ગ્રંથ પ્રશસ્તિમાં કર્તા જણાવે છે:- .
तत्पकमले राजमराला इव सांप्रतं
श्री मेरुतुंगसूरींद्रां जयंति जगतीतले ॥१॥ सुकुमारमतीनां तैः सुखायः व्यरचि स्वयम् ।
शतपद्याः समुद्धारस्त्रिपंचाशीतिवत्सरे ॥२॥ इति शतपदीग्रंथसमुद्धारः ॥ ग्रंथानं १५७०
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com