________________
અચલગચ્છ દર્શન માઘ વ પ હસ્તાકે પ્રાગ્વાટવંશીય મં. સામંતના પુત્ર ભાદા ભા. દેહુણના પુત્ર સિંધાએ બાઈ સંપૂરી શ્રેયાર્થે શ્રી આદિનાથ બિંબ કરાવ્યું, શ્રી સંઘે પ્રતિષ્ઠા કરી. ફા. વ. ૨ શનિવારે નાગર જ્ઞાતીય અલિયાણ ગોત્રના છે. કર્મા ભા. ધાણના પુત્ર ગ ભ્રાતા
સાંગા શ્રેયાર્થે શ્રી શાંતિનાથબિંબ કરાવી તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૭૦ સૈ. સુ. ૮ ગુરુવારે શ્રીમાલી છે. સાંસણ ભા. સુહાગદેના પુત્ર છે. બાજાએ પોતાના શ્રેયાર્થે શ્રી
વિમલનાથ બિંબ કરાવી તેની પ્રતિષ્ટા કરી.
૯૭૦. એ ઉપરાંત પાલીતાણુ પાસેના ગારીઆધારના જિનાલયમાં પણ ખંડિત ધાતુમૂર્તિ ઉપર મેરૂતુંગસૂરિના ઉપદેશથી થયેલી પ્રતિષ્ઠાને અધૂરો લેખ પ્રાપ્ત થાય છે. આ ઉપલબ્ધ લેખ ઉપરાંત અનેક પ્રતિકાઓ મેસતુંગરિના ઉપદેશથી થઈ હશે, જે અંગેની ઘણી વિગતો હજી પ્રકાશમાં આવી શકી નથી. જેમ જેમ પ્રતિમાલેખો પ્રસિદ્ધિમાં આવતા જશે, તેમ તેમ આ વિષયમાં વધુ ને વધુ માહિતી પ્રાપ્ત થતી જશે. પાવલીઓ તેમજ ભગ્રંથોમાંથી ઉપલબ્ધ થતી પ્રતિષ્ઠાઓ અંગેની બાબતે આપણે આગળ જોઈ ગયા. અનુકૃતિઓમાં પણ પ્રતિષ્ઠા સંબંધક કેટલીક બાબતો સચવાઈ રહી છે. ગ્રંથકાર મેરૂતુંગસૂરિ.
૯૭૧. ઉપદેખા મેરૂતુંગરિ બહુશ્રુત વિદ્વાન અને ગ્રંથકાર તરીકે પણ જૈન વાડમયમાં ચિરસ્મરણીય રહેશે. તેમણે વિવિધ વિષયના અનેક ગ્રંથની રચના કરી છે. જૈન ઈતિહાસમાં આ સમાન નામના ચારેક આચાર્યો થઈ ગયા છે, તેમાં ગ્રંથકાર તરીકે તો બે જ અત્યાર સુધીમાં પ્રસિદ્ધિમાં આવ્યા છે. એક છે નાગેન્દ્રગથ્વીય ચંદ્રપ્રભસૂરિના શિષ્ય મેરૂંગસૂરિ, જેમણે મહાપુરુષચરિત્ર અથવા ઉપદેશ શત, પ્રબંધ ચિતામણી, વિચારશ્રેણી, ધર્મોપદેશ, થેરાવલી, ષડ્રદર્શન વિચાર આદિ ગ્રંથની રચના કરી; બીજા છે અંચલગચ્છીય આચાર્ય મેજીંગસૂરિ. પહેલા મેજીંગસૂરિની સમયમર્યાદા ચૌદમો સેંકે છે, બીજાને પંદરમો સૈકે. આ બન્ને પ્રસિદ્ધ ગ્રંથકારોને એક જ સમજી લઈને ઘણું લેખકોએ એમને વિષે કે એમની કૃતિઓ વિષે અનેક ગૂંચવાડા ઉભા કર્યા છે. નાગેન્દ્રગથ્વીય મેરૂતુંગસૂરિએ “પ્રબંધ ચિન્તામણી” ગ્રંથ દ્વારા જગતમાં ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી છે. પાશ્ચાત્ય વિદ્વાનોનું એ ગ્રંથે ખૂબ ધ્યાન ખેંચ્યું છે. એમને પરિચય યલ એશિયાટિક સોસાયટી જર્નલ, મુંબઈ, સને ૧૮૬–૬૮ માં પણ અપાઈ ગયો છે, જ્યારે અંચલગચ્છીય આચાર્ય મેરૂતુંગસૂરિનું જીવનવૃત્ત તેમ જ તેમની કૃતિઓ આજ દિવસ સુધી સંપૂર્ણ રીતે પ્રકાશમાં આવેલાં નહાઈને પાશ્ચાત્ય કે ભારતીય વિદ્વાન એમનાં અસાધારણ વ્યક્તિત્વથી કે કાર્યોથી બહુધા અપરિચિત જ રહ્યા છે, આ હકીકત જૈન સમાજ માટે અને ખાસ કરીને અંચલગચ્છ માટે નીચું જોવડાવે એવી છે. મેતુંગસૂરિના અભ્યસનીય ગ્રંથરત્નનું પરિશિલન ખૂબ જ આવકારદાયક છે.
૯૭૨. મેરૂતુંગસૂરિએ રચેલા બહુવિધ ગ્રંથને માત્ર સંક્ષિપ્ત પરિચય અહીં વિવક્ષિત છે –
(1) કામદેવચરિત્ર સંસ્કૃત ૭૪૮ કલેક પરિમાણની ગદ્યકૃતિ. હેમચંદ્રાચાર્ય સભા, પાટણ દ્વારા પ્રકાશિત થયેલા આ ગ્રંથની રચનાનું વર્ષ સં. ૧૪૦૯ દર્શાવેલું છે, તે અસંભવિત છે. સં. ૧૪૬૯માં આ ગ્રંથ રચાયો હોય એમ ગ્રંથપ્રશસ્તિ પરથી સ્પષ્ટ થાય છે –
एवं श्री कामदेवक्षितिपतिचरितं तत्त्वषड्वाध्यिभूमिसंख्ये ।
श्री मेरुतुंगाभिधगणगुरुणा वत्सरे प्रोक्तमेतत् ॥ . ૨) સંભવનાથ ચરિત્ર –રચના સં. ૧૪૧૩.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com