SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ = = = અંચલગરછ દિન નામના ગામમાં એક જિનમંદિર તથા પપધશાળા બંધાવી ઘણું ધન ખરચ્યું, તુંગમુરિના ઉપદેશથી પ્રતિષ્ઠાદિ કાર્યો કર્યા. ૯૬૪. શ્રીમાલી વંશના પારાયણગોત્રીય મેઘા શેઠ સં. ૧૪૧૮ માં થઈ ગયા. તેમણે મેસુંગરિના ઉપદેશથી શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. ૯૬૫. શ્રીમાલી વંશના ચંડીસર ગેત્રીય પિપા શેઠે પુનાસા ગામમાં શ્રી સંભવનાથજીને પ્રાસાદ બંધાવ્યો તથા મેરૂતુંગરિના ઉપદેશથી તેની પ્રતિષ્ઠા કરાવી. ૯૬૬. પ્રાગ્વાટ વંશના પારાયણ ગોત્રીય, વેજલપુરના વતની સૂરા શેઠે જૈનધર્મને ત્યાગ કરી દીધેલ પરંતુ મેરૂતુંગસૂરિના ઉપદેશથી તેઓ પુનઃ જૈનધર્મમાં દઢ થયા તેમજ જિન પ્રતિમાઓ પણ ભરાવી. તે કાપડનો મોટો વ્યાપારી હોવાથી તેના વંશજો દોસી કહેવાયા. ૯૬૭. શ્રીમાલી વંશના મહાજની ગોત્રીય સામંતના પુત્ર પૂદાકે સં૧૮૬૮ માં શ્રી શીતલનાથજીનું તથા પંચતીર્થીનું બિંબ ભરાવ્યાં તથા તેની પ્રતિષ્ઠા મેરૂતુંગસૂરિના ઉપદેશથી કરાવી. ૯૬૮. ધર્મમૂર્તિસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલી દ્વારા જાણી શકાય છે કે મેતુંગસૂરિના ઉપદેશથી સં. ૧૪૨૯ માં લેલાડા ગામમાં શ્રીમાળી જ્ઞાતીય ધાંધ શેઠના પુત્ર આસાકે, સં. ૧૪૩૮ માં તે જ ગામમાં તે નામની શ્રાવિકાઓ, સં. ૧૪૪૬ના મહા સુદી ૧૭ ને રવિવારે રાજનગરમાં પોરવાડ જ્ઞાતીય કોલ્હા તથા આલા નામના શેઠે, સં. ૧૪૬૮ ના કાતિક વદિ ૨, સોમવારે શંખેશ્વરમાં કછુઆ નામના શેઠે જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવેલી છે. આ પ્રમાણે મેસતુંગસૂરિના ઉપદેશથી અનેક જિનબિંબોની પ્રતિષ્ઠાઓ થઈ છે. પ્રતિષ્ઠા કાર્યો. ૯૯૯. મેરૂતુંગરિના ઉપદેશથી અનેક પ્રતિષ્ઠાઓ થઈ હોવાનાં પ્રમાણ પ્રતિમાલેખ પૂરાં પાડે છે. આ અંગે સંક્ષિપ્ત ઉલ્લેખ કરવો અભીષ્ઠ છે – ૧૪૪૫ કા. વ. ૧૧ રવિવારે પ્રાગ્વાટ જ્ઞાતીય મહં. સલખા ભાર્યા સલખણદેના પુત્ર ભાદાએ આત્મશ્રેય માટે શ્રી પાર્શ્વબિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી. ૧૪૪૬ જે. વ. ૩ સોમવારે ઉકેશવંશના સા. રામાના પુત્ર કાજાએ પિતાના શ્રેયાર્થે શ્રી નેમિનાથ બિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી. એજ દિવસે શ્રીમાળી જ્ઞાતીય વ્ય. સારંગના પુત્ર સાયરે પિતાના ભાઈ વ્ય. સાલ્હાના શ્રેયાર્થે શ્રી શાંતિનાથ બિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી. ૧૪૪૭ ફા. સુ. ૯ સેમવારે શાલાપતિ નાતીય મારૂ છે. હરિપાલની પત્ની સહવના પુત્ર દેપાલે શ્રી મહાવીર બિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી. ૧૪૪૯ છે. સુ. ૬ શુક્રવારે શાલાપતિ જ્ઞાતીય ઠ. રાણા, ભા. ભોલીના પુત્ર ઠ. વિક્રમે પોતાનાં માતા પિતાના શ્રેયાર્થે શ્રી મહાવીર બિંબ કરાવ્યું, સૂરિએ તેની પ્રતિષ્ઠા કરી. એજ દિવસે ઉકેશવંશીય સા. નેમિચંદ્રના પુત્ર મુલુ શ્રાવકે પોતાની પત્ની ચાહિણિી સહિત સ્વશ્રેયાર્થે શ્રી સુવિધિનાથ બિંબ કરાવ્યું, શ્રી સંઘે પ્રતિષ્ઠા કરી. આષાઢ સુ. ૨ ગુરુવારે ઉકેશવંશના ગોખરુગોત્રીય સા. ના ભા. તિદ્વણસિરિના પુત્ર સા. નાગરાજે પિતાના શ્રેયાર્થે શ્રી શાંતિનાથ બિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી, Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy