________________
શ્રી મે તુંગસૂરિ
૯૫૭. એશવંશીય નાગડા ગોત્રના મુંજાશાહે મેતુંગરિના ઉપદેશથી શ્રી પાર્શ્વનાથનું મંદિર બંધાવી તેમાં પિત્તળની પ્રતિમા સ્થાપી.
૯૫૮. ભદમાં મીઠડિયા ગોત્રની વાત આ પ્રમાણે છે. એશવંશીય હમીરના પુત્ર રાયમલ્લ દિલ્હીમાં થયા. તે વખતે તુંગસૂરિ ખંભાતમાં ચાતુર્માસ હતા, તેમને વાંદવા માટે ચક્રેશ્વરીદેવી આવ્યાં. દેવીએ ગુરુને કહ્યું કે આજથી એકવીસમે દિવસે દિલ્હી પર મોગલે હલ્લે કરી ઉપદ્રવ કરશે, માટે તમારા ઉપાધ્યાય જે હાલ દિલ્હીમાં છે, તેમને તેડાવી લેવા. ગુરુએ તે વાત શ્રાવકોને કહેવાથી ખંભાતના સંયે ત્યાં ખેપિયે મોકલી ઉપાધ્યાયને વાત જણાવી. ઉપાધ્યાયે ત્યાં વસતા દધિપકવ મીઠડિયા, તાલ પરમાર, ગોખરુ અને દેવાણંદસરખા એમ ચાર ગોત્રના શ્રાવકોને રાવણ પાર્શ્વનાથની યાત્રાના મિષે દિલ્હી બહાર આયા. તેમની સાથે રાયમલ પણ ત્યાંથી નીકળી નાગોરમાં આવીને વસ્યા. એક વખત મુસલમાન બાદશા, નાગારમાં આવ્યો, તેને રાયમલે ચોર્યાસી જાતની સ્વાદિષ્ટ મીઠાઈ ભેટ કરી, તે ખાઈને બાદશાહ ખુશ છે. તેની પ્રશંસાધી તે મીડિયા શેત્રથી ઓળખાયા. બાદશાહે રાયમલને એરોસી ગામ ભેટ આપેલાં. તેમાં મીઠડી ગામ પણ વસાવ્યું તથા ત્યાં જિનપ્રાસાદ કરાવી રાવણ પાર્શ્વનાથની મૂર્તિ સ્થાપન કરી. રાયમલ્લનું બીજું નામ નરસંઘ પણ કહેવાય છે. તેને વિશે બીજી એક વાત પણ કહેવાય છે કે એક વખતે તે રાયમલ્લ પોતાના પુત્ર લખરાજને પરણાવવા માટે નાગોરથી જાન લઈ બાહડમેર જતા હતા ત્યાં વચ્ચે રેતીનું રણ આવ્યું. જાનૈયાઓ તરસ્યા થતાં ફૂવાની તપાસ કરી પણ ખારું પાણી નીકળ્યું. આથી રાયમલ્લે પોતાની સાથે લીધેલી ખાંડમાંથી એક સો મણ ખાંડ તે કૂવામાં નાખી પાણી મીઠ' કરી જાનૈયાઓને પાયું. સ. ૧૪૦૨ માં તેણે સંધ સાથે ગોડી પાર્શ્વનાથજીની યાત્રા કરેલી ત્યારે પણ એમ જ થયેલું. ત્યાં કુવામાં ખારું પાણી હોવાથી તેમાં બત્રીશી છાંટ ભરેલી ખાંડ કૂવામાં નખાવી હતી. આથી તેના વંશજો મીઠડિયા એડકથી પ્રસિદ્ધ થયા.
૯૫૯, મેરૂતુંગસૂરિએ જાણેલા સંકટ બાદ દિલ્હીને ત્યાગ કરીને ત્યાંના શ્રાવકે જુદે જુદે સ્થળે પથરાયા. દેવાણંદશિખા ગોત્રના વંશજે જાલેર, સીડી, સીહર, પ્રભાસપાટણ, પારકર, બુરાનપુર, કચ્છ, હાલાર આદિ સ્થળમાં જઈ વસ્યા.
૯૬. ગોડી પાર્શ્વનાથજીના જિનપ્રાસાદ માટે મેરૂતુંગસૂરિએ મેઘા શ્રેઠીને પ્રેરણા આપેલી અને એમના આશીર્વચનથી ગેડીજીનાં પ્રસિદ્ધ તીર્થની ઉત્પત્તિ થઈ એ વિશે આપણે આગળ ઉલ્લેખ, કરી ગયા.
૯૬૧. શ્રીમાલી વંશના ભાદરાયણ ગોત્રના, મોઢેરાના વતની ભાવડ શેઠે મેતુંગરિના ઉપદેશથી મહોત્સવપૂર્વક વીશીની પ્રતિષ્ઠા કરાવી હોવાનું પં. હી. હં. લાલન ગોત્ર સંગ્રહમાં જણાવે છે. એક શ્રીમાળી જૈન કુટુંબની જૂની વંશાવલીમાંથી જાણી શકાય છે કે ભારદ્વાજ ગોત્રીય હીરાના પુત્ર હેમાએ મોઢેરામાં સં. ૧૪૪૫ માં જિનબિંબને પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો, મેતુંગરિને ચોમાસું કરાવ્યું, અને તેમના ઉપદેશથી જિનબિંબની મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરાવીઃ
संवत् १४४५ वर्षे बिंब चुवीसघट्टो प्रतिष्ठामहोत्सव श्री अञ्चलगच्छे श्री मेरुतुंगसूरि चोमासि कराव्या प्रतिष्ठित महोच्छच करावी, मोढेरी हेमा भा० हेमादे... ।
૯૬૨. શ્રીમાલી વંશના આગ્નેય ગોત્રના, સિંહવાડામાં થયેલા પાતાશાહે મેરૂતુંગરિના ઉપદેશથી સં. ૧૮૫૬ માં શ્રી આદિનાથનું મંદિર બંધાવ્યું,
૯૬ ૩. શ્રીમાલી વંશમાં વાધ ગોત્રના દેધર શેક સં. ૧૪૫૭માં થઈ ગયા. તેમણે કુંઆરાદ્રિ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com