________________
૨૧૬
અંચલગચ્છ દિગદર્શન મુખથી સાંભળીને તેમને વંદન ન કરી શકવાથી વિષાદ પામતા રાજાએ ગણધરના ઉપદેશથી સાક્ષાત શ્રી પાર્શ્વનાથજિનનાં વંદનની ફલપ્રાપ્તિ માટે શ્રી પાર્શ્વજિનનું બિંબ કરાવ્યું, સંઘે તેને પ્રતિષ્ઠિત કર્યું. તેની આગળ અદમ તપ કરી ગણધરદેવે આપેલ આખાય પ્રમાણે રોલેક્ય વિજય યંત્ર જાપ કરી તેણે સાક્ષાત શ્રી પાર્શ્વજિનનાં વંદનનું ફળ પ્રાપ્ત કર્યું હતું. ત્યાર પછી રાજા લાંબા વખત સુધી ધર્મનું આરાધન કરી સમયે સમાધિપૂર્વક સ્વર્ગગતિને પામ્યો હતો. ત્યાર પછી કેટલાંક કારણથી તે પ્રતિમાને ભૂમિમાં નિધિરૂપ અદશ્ય–ગુપ્ત કરી હતી.
પર. ત્યાર બાદ કેટલેક વખત ગયા પછી સં. ૧૧૯૧ માં છરિકાપલ્લિ ગામમાં શ્રીમદ્દ અહે. છાસનની ઉપાસન વાસનાથી વાસિત અંતઃકરણવાળા, સધર્મ-કર્મના મર્મજ્ઞ, ઉજજવલ કીર્તિરૂપી ગંગાને પ્રકટ કરવામાં હિમાલય જેવા ધાધૂશાહ નામના સુશ્રાવક, રાત્રે ધરણેન્દ્ર દર્શાવેલ સ્વપ્નના પ્રભાવથી તે પ્રતિમાને સાહેલી નદીમાં જાણીને પ્રભાતે મોટા મહોત્સવપૂર્વક ચતુર્વિધ સંઘ સાથે ભગવંતની પ્રતિમાને છરાપલ્લી ગામમાં લઈ ગયા અને ત્યાં પ્રાસાદ કરાવ્યું. તેમાં સ્થાપિત કરેલી પ્રતિમા પુણ્ય પાત્રો દ્વારા શુદ્ધ દેહે પૂજાતાં ત્યારથી જરાપહિલ પાર્શ્વનાથ એવા નામે લેકમાં પ્રસિદ્ધ થઈ .
૯૫૩. વઢિયાર દેશમાં લપાટક-લેલાડા નગરમાં સર્પને ઉપસર્ગ થતાં મેરૂતુંગમુરિએ ઈષ્ટદેવ શ્રી જીરાપલ્લી પાર્શ્વનાથ ભગવંતનું “ગેલેક્યવિજય” નામના મહામંત્ર-યંત્રથી ગર્ભિત સ્તોત્ર કર્યું, તેના પ્રભાવથી વિષ અમૃત થયું.
- ૫૪. એ સ્તોત્રની પંજિકા–વ્યાખ્યાના અંતમાં તે વ્યાખ્યાકારે જણાવ્યું છે કે–એ મહા સ્તોત્ર કર્યા પછી કેટલેક દિવસે મેતુંગરિએ ક્ષીણજંઘા—બળવાળા થતાં જરાપલ્લિ પાર્શ્વ તરફ ચાલેલા સંધ સાથેના કોઈ સુશ્રાવકના હાથે ભગવંતના મહિમા-સ્તુતિરૂપ ત્રણ કે પત્રિકામાં લખીને મોકલ્યા હતા, અને શ્રાવકને કહ્યું હતું કે--“ભગવંતની આગળ આ અમારી પ્રતિરૂ૫ પત્રિકા મૂકવી. ત્યાર પછી સંઘ સાથે શ્રાવક ત્યાં ગયે અને તેણે ભગવંતની આગળ પત્રિકા મૂકી. તેથી ભગવંતના અધિષ્ઠાયક દેવે શ્રી સંઘમાં વિઘોની ઉપશાંતિ કરવા માટે સાત ગુટિકાઓ આપી અને કહ્યું કે તે ગુટિકાઓ ગુરુને આપવી. તેણે પણ લાવીને તે ગુરુને સમર્પણ કરી. તેના પ્રભાવથી સંઘમાં વિશેષ પ્રકારે ઋદ્ધિ-વૃદ્ધિ થઈ. તેથી તે ત્રણ લેકોનું પણ, અંચલગચ્છમાં પઠન-પાઠન કરાતા સાત સ્મરણોમાંના આ મહા સ્તોત્રના અંતમાં પઠન કરવામાં આવે છે.
પપ. આ તીર્થના પ્રાચીન ઈતિહાસને પૂર્તિકર અનેક ગ્રંથ, પ્રશસ્તિઓ, પુપિકાએ આદિ. ઉપલબ્ધ બની રહે છે. જીરાપદિલ તીર્થને ચમત્કારોની આખ્યાયિકાઓ પણ જૈન સમાજમાં ઓછી પ્રસિદ્ધ નથી, આ બધું એ તીર્થનો અપૂર્વ મહિમા દર્શાવે છે. પં. લાલચંદ્ર આ તીર્થના પ્રાચીન ઈતિહાસ પર પ્રકાશ પાથરતા અનેક પ્રાચીન પ્રમાણે “ પાવાગઢથી વડોદરામાં પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ' નામના ગ્રંથમાં રજૂ કર્યા છે, જે ખૂબ જ ઉપયોગી છે. અંચલગચ્છના આચાર્યોએ આ તીર્થનાં પ્રાચીન ગૌરવને જીવંત રાખવામાં કશીયે કચાશ રાખી નથી. આ તીર્થનો મહિમા અંચલગન્ના પ્રાચીન સાહિત્યમાં ખૂબ ખૂબ ગવાય છે. પ્રકીર્ણ પ્રસંગે. - ૫૬. શ્રીમાલીવંશના હરિયાણું ગોત્રીય સાંગા શાહ નામના શ્રેષ્ઠી સલખણપુરમાં વસતા હતા, જેમણે સં. ૧૪૬૮ માં મેરૂતુંગરિના ઉપદેશથી જિનમંદિર બંધાવ્યું. તેઓ વહેરાની એડકથી પણ ઓળખાય છે. એજ વંશના વહોરા પદમશીએ પોતાના વતન વીંછીવાડામાં સં. ૧૪૩૯ માં શ્રી મુનિસુવ્રતસ્વામીને જિનપ્રાસાદ બંધાવ્યો, જેની મેતુંગરિના ઉપદેશથી પ્રતિષ્ઠા થઈ. તેણે દાનશાળા પણ કરાવી હતી.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com