________________
શ્રી મેહુગરિ
૧૧૫ ૯૪૯. ભાવસાગરસૂરિ પણ બે-તુંગમૂરિના વિતત વિકાર પ્રદેશની નોંધ લેતાં “ગુર્નાવલી'માં જણાવે છે કે ગૂર્જર, સિંધ, સવાલાખ માળવા, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, પંચાલ, મારવાડ, મેવાડ, મેવાત, શાંભર આદિ દેશોમાં સર્વ ઠેકાણે મેતુંગરિ અપ્રમત્તભાવે વિચર્યા, ભવિક જનોને સાકર દૂધમાં ભળે એવી મધુર ધર્મદેશના આપી મિથ્યાત્વને નિર્મળ કરી સમતામાં સ્થાપિત કર્યા. મૃતવિધિથી ગુએ અસંખ્ય શ્રાવકો કર્યા, ગણવૃદ્ધિનાં કાર્યમાં દેવોને પણ સાથમાં લીધા –
ગુજર સિંધુ સવાલખ મહદ સુર પંચાલે, ભર મંડલ મેવાડે મેવાને સંભરી દેસે. સત્ય અખેમને ત૬ વિડઈ ભવિય બેહણાએ, સિય મિલિય દુહરસ સમ દેસણ વયણેણુ મધુરેણ મિચ્છાં ઊરિદિય સમ્મતારવણમ સંવિયા, સય સહસા સુય વિહિણા ગુણ સુસ્સાવગા વિહિયા. સુહ ઝાણદ ચિત્તો, નિસીહ સમયે સયાવિ ઉસગો,
હેઈ મતરાય તિહિદિયા કિંકરા દેવા. જ જ ગણસ્સ કાજ ઉપજઈ તં તહાવિ તક્કાલ,
સતિ તેવિ ગુરુ ભત્તિ લીણ ચિત્તાય મહિમાએ. આચાર્યનો લોકોત્તર પ્રભાવ પણ ઉપર્યુક્ત વર્ણનમાંથી વનિત થયા વિના રહેતો નથી. છરિકાપલી તીર્થ
૮૫. એ અરસામાં ગોડતીર્થની સ્થાપના થઈ હોઈ ને તેનો તથા છરિકાપલ્લી તીર્થનો મહિમા ખૂબ જ પ્રચલિત હતો એ વિશે આપણે વિચારી ગયા. આપણે ગ્રંથેલ્લેખધારા એ પણ જોઈ ગયા કે મેરૂતુંગમુરિએ સજેલા ચમત્કારો છરિકાપલ્લીસ્તોત્રના પ્રભાવનાં જ ફળસ્વરૂપે હતા. છરિકાપલ્લી પાશ્વ પ્રભુ પરની મેતુંગરિની અપૂર્વ આસ્થા ઈતિહાસ પ્રસિદ્ધ છે. આ તીર્થના વિકાસમાં પણ એમને, હિસ્સો અનન્ય રહ્યો.
- ૯૫૧. મેજીંગસૂરિએ રચેલા “ૐ નમો વાઇ' પ્રારંભવાળા અરિકાપલિ–પાશ્વ—સ્તવની સુબાધિકા ટીકા, વાચક પુયસાગરે સં. ૧૭૨૫ ના ભાદરવા સુદી ૮ ને દિવસે શ્રીમાલ નગરમાં રચી હતી. વ્યાખ્યાનો પ્રારંભ કરતાં તેઓએ જરાપલી તીર્થની અને સ્તવનની ઉત્પત્તિ સંબંધમાં ત્યાં જણાવ્યું છે કેઃ શ્રી પાર્શ્વજિનનાં નિર્વાણ પછી શુભ નામના પ્રથમ ગણધર વિહાર કરતાં મરુદેશમાં અબુદાચલ તીર્થ પાસે રપુર નામના નગરમાં પધાર્યા હતા. ત્યાં મિથ્યાદાટ છતાં ભદ્રિક આશયવાળો, ચંદ્ર જેવા ઉજજવલ થશવાળે ચંદ્રય રાજ રાજ્ય કરતો હતો. તેણે ધર્મની પરીક્ષા માટે અનેક ધર્મ-મતવાળાઓને પૂછયું હતું, પરંતુ કયાંય પણ મનને ચમત્કાર કરે તેવો ધર્મ પ્રાપ્ત કર્યો નહીં. તે સમયે જ ગાધરદેવનું આગમન સાંભળીને તેણે વિચાર્યું કે આ પણ મહાભાઇ સંભળાય છે, તેમને પણ ધર્મ પૂછો જોઈએ. એમ વિચારીને તે ગણધરદેવ પાસે આવ્ય, નમીને બેઠે. તેણે ધર્મ પૂછી. ભગવંતે પણ જિનેપદિષ્ટ ધર્મનો ઉપદેશ આપ્યો. તે સાંભળીને નિધિનાં દર્શનથી જેમ દરિદ્ર હર્ષિત થાય તેમ હર્ષિત થઈને રાજાએ જિન ધર્મ સ્વીકાર્યા. ત્યાર પછી શ્રી પાર્શ્વજિનના સંગત અર્થવાદને ગણધરદેવના
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com