________________
૨૧૨
અંચલગરછ દશન જેસાજીને કયાંયે નામોલ્લેખ સુધ્ધા નથી ! જેસાજી જેવા પ્રતાપી શ્રાવક તુંગરિના શ્રાવકગણમાં હોય અને રાસમાં એમનો ઉલ્લેખ સુદ્ધા ન હોય એ વાત અસંભવિત છે. વાસ્તવમાં જેસાજી મેરૂતુંગસૂરિના સમયમાં નહિ પરંતુ ભાવસાગરસૂરિના સમયમાં થઈ ગયા છે, જે અંગેનું પ્રમાણ પ્રતિષ્ઠાલેખ દ્વારા આ પ્રમાણે મળે છે–
संवत् १५६१ वर्षे वशाख सुदि ३ सोमे उकेशवंशे लालण शाखायां सा० बेला भार्या विल्हणदे सुत सा० जेसा सुश्रावकेण भा० जसमादे पु० सुदा विजया जगमाल सहितेन स्वश्रेयोर्थ श्री अंचलगच्छे श्री भावसागरसूरीणामुपदेशेन श्री सुमतिनाथ बिंब कारित प्रतिष्टितं श्री संघेन अमरकोटनगरे ।
૮૩૮. ઉત્કીર્ણિત લેખ ઉપરાંત ગ્રંથપુષિકા દ્વારા પણ ઉકત હકીકતને સમર્થન મળી રહે છે. વિનયસુંદર કૃત સુરસુંદરી ચોપાઈ (રચના સં. ૧૬૪૪)ની પ્રતપુપિકામાં જેસાજીના વંશજેનો ઉલ્લેખ નિબધ્ધ છે, જે આ પ્રમાણે છે :
स. १६६३ वर्षे काती सुदी १५ दन । अंचलगच्छे पूज्य श्री धर्ममूर्तिमरीश्वरं विजयराज्ये पं० श्री मुनिशीलगणि वाचनार्थे । लालणगोत्रे सा० जेसा तत्पुत्र सा० सुदा तत्पुत्र सा० राजपाल तत्पुत्र सा मांणिक तत्पुत्र सा० वीरदास तत्सुत तेजपाल लिखितं श्री जेसलमेरू मध्ये राउल श्री भीमजी विजयराज्ये श्री ।
૮. ઉકીર્ણિત લેખ દ્વારા આપણે જોયું કે જેસાજીના ત્રણ પુત્રો હતા-(૧) સુદા (૨) વિજય (૩) જગમાલ. ઉકત પુમ્બિકામાં સુદાના વંશજોને નામોલ્લેખ છે તેને સાંકળી લેતાં આ પ્રમાણે વંશવૃક્ષ થાય છે (૧) વેલા ભાવે વિડશુટ (૨) જેસા ભા૦ જસમા (૩) સુદા (૪) રાજપાલ (૫) માંણિક () વીરદાસ (૭) તેજપાલ, જેણે ઉકત પ્રત સં. ૧૬૬૩માં લખી. કાલક્રમની દૃષ્ટિએ વિચારતાં જેસાજી ભાવસાગરસૂરિના સમયમાં થઈ ગયા હોય એમ માનવામાં વાંધા જેવું નથી. ઉકત લેખ તથા પુષિકા વચ્ચે ૧૦૦ વર્ષથી વિશેષ અંતર છે તે યથાસ્થાન છે. જે જેસાજીને મેરૂતુંગરિના સમકાલીન સ્વીકારવામાં આવે તો તેના પછીને પાંચ વંશજો એ ૨૦૦ વર્ષથી પણ અધિક સમય લીધો કહેવાય, જે અસંભવિત છે.
૯૪૦. પં. લાલને રજૂ કરેલી બાબતો કેટલી શંકિત છે તે માટે જુઓ જૈન શ્વેતાંબર કોન્ફરન્સ દારા પ્રકાશિત “જૈન ગ્રંથાવલિ'ની પાદ ને છે તથા પં. લાલચંદ્ર ગાંધી કૃત “ઐતિહાસિક લેખ સંગ્રહ પૃ. ૩૬૯. પં. લાલને રજૂ કરેલી માહિતી માટે સ્થળે સ્થળે વિદ્વાનોએ શંકા દર્શાવી છે. એમણે વિકૃત હકીકનો શા માટે રજૂ કરી હશે અને તેમને આશય કે હશે તેની ચર્ચા અહીં અસ્તુત છે.
૯૪૧. ઉપર્યુકત પ્રતિકલેખ ધારા સ્પષ્ટ થાય છે કે સં. ૧૫૬૧ ના વૈશાખ સુદી ૩ ને સામે ઉકેશવંશીય, લાલણશાખીય સાઇ વેલા ભાયાં વિલ્હેણુદે સુત સા૦ જેસા સુશ્રાવકે ભાઇ જસમા, પુત્ર સુદા, વિજયા, જગમાલ સહિત પિતાના શ્રેયાર્થે ભાવસાગરસૂરિના ઉપદેશથી શ્રી સુમતિનાથબિંબ ભરાવ્યું, ઉમરકેટમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ઉર્ણિત લેખનાં પ્રમાણ ઉપરાંત “મેરૂતુંગસૂરિરાસ' જેને મેરૂતુંગસૂરિના અંતેવાસી શિષ્ય રચેલે, તેમાં પણ જેસાજીને નામોલ્લેખ સુદ્ધા ન હોઈને સ્પષ્ટ થાય છે કે જેસાજી ભવસાગરસૂરિના સમયમાં જ થઈ ગયા. આશ્ચર્યની વાત તો એ છે કે રાસમાં મેતુંગમૂરિની બધી જ અગત્યની કૃતિઓને ઉલ્લેખ છે પરંતુ “જેસાજી પ્રબંધ ને તેમાં કયાંયે નિર્દેશ નથી !!
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com