SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ડુંગર ૨૧૩ ગ૭નાયકપદ ૯૪૨. “તુંગરિ રાસ'માં કવિ મેસુંગરિના ગચ્છનાયકપદ મહત્સવ વિશે વિસ્તૃત વર્ણન આપે છે. રાસકાર જણાવે છે કે મેતુંગરિ પાટણ પધાર્યા તે વખતે સંઘે તેમના ગચ્છનાયકપનું સુમુર્ત નક્કી કર્યું. મહિનાઓ પહેલાં જ ઉત્સવને હર્ષપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યા. તોરણીયુક્ત સુશોભિત વિશાળ મંડપ તૈયાર કરવામાં આવ્યો. વિવિધ પ્રકારનાં નૃત્ય-વાજિત્રાનાં વનિથી નગર ગુજાયમાન થઈ ગયું. ઓશવાળ વંશના રામદેવના ભાઈ ખીમાગિ ઉત્સવ કર્યો. સં. ૧૪૪૫ ના ફાગણ વદિ 11 ને દિવસે મેતૃગરિને ગચ્છનાયકપદ પ્રદાન કરી બધી ગધુરા સમર્પિત કરવામાં આવી. સંગ્રામસિંહે પદકવણું કરીને વૈભવ સફળ કર્યો. એ પ્રસંગે રત્નશેખરજીને આચાર્યપદે સ્થાપિત કરવામાં આવ્યા. સંઘપતિ નરપાલનાં સાન્નિધ્યથી સમસ્ત મહોત્સવ નિર્વેિનતાથી સંપૂર્ણ થયો. રાસકાર ગ૭નાયક મહોત્સવનું સુંદર વર્ણન કરે છે, જેને એતિહાસિક ભાગ આ પ્રમાણે છે : બહરીય દસ દિસિ ભાર રામદેવ બંધવ ખીમાગર, સાહસ ધર પદાવણ ડંબર ઉસવંસ પગાર. કારાવઈ પણુયાલઈ વરસિ ફાગણ વદિ ઈગ્યાર િવાસરિ, શ્રી મહિંદપ્રભસૂરે પાટણિ પયડ ગછ નાયક. થપાય ગ૭ભાર સઘલુ તવ અપાય ગુરુ શ્રી મેનૂગટુરે. તિણિ અવસરિ પદઠવણું કીધઉ સંગ્રામ સંઘ વીભવ ફલ લીધઉ, વેચીય વિત્ત અપાર રતનશેખરસૂરિ સૂરિપુરંદર, આચારિજ પદ થાપિયા સુંદર, જગુવરિ જ્ય જયકાર. ધન ધન સંઘાવિ નરપાલ જસુ સાનિધ્ય દઆ સુવિસાલ, ઉત્સવ અતિ ચ સાલ વીરવંસ જિણિ જગન્નિ મલ્હાવિ8; વીરવંસ વિહિપફખુ ગુણિ ભાવિઉ સાસણિ રંગ રહાવિ. ૯૪૩. કવિવર કાહ પણ “ગચ્છનાયક ગુજરાસ”માં સં. ૧૮૮૫ માં પાટણમાં મેતૃગરિને મહેત્સવપૂર્વક ગચ્છનાયકપદ પ્રાપ્ત થયું હોવાનું નોંધે છે : ચઉદ પણયાએ ગધેરે, અણહિલપુરિ અવિસાલિ, ચઉવિ સંધ મંગલિક કરે. વિહરઈ સંપઈ કાલિ. ૯૪૪. ભાવસાગરસૂરિ “ગુર્નાવલી માં ગચ્છનાયકપદ સ્થળનો નિર્દેશ કરતા નથી, પરંતુ સં. ૧૪૪૫ નું વર્ષ તો સ્વીકારે જ છે – મિચ્છા તિમિર નાસણ અહિણવ ગુરુ તુંગ દિણરાઓ, જાઓ ગણવઈ ભારે પયાલે હરિસ કોલે. ૯૪૫. આપણે આગળ વિચારી ગયા કે મહેન્દ્રપ્રભસૂરિ સં.૧૪૪ ના કાર્તિક સુદી ૧૩ ને દિવસે પાટણમાં કાળધર્મ પામ્યા હતા. મેરતુંગરિરાસના અજ્ઞાત કર્તા, કવિવર કાહ તેમજ ભાવસાગરસૂરિ મેતૃગરિના ગપેશપદનું વર્ષ સં. ૧૪૪૫ કહે છે. રાસકાર વિશેષમાં સં. ૧૪૫ ના ફાગણ વદિ ૧૧ ને દિવસે મેકુંગસૂરિ ગણેશ થયા હોવાનું સ્પષ્ટ કરે છે. આ બન્ને પદધ વચ્ચે સમયનો એક વર્ષથી પણ મોટો ગાળો કહી શકાય એમ નથી. ઉક્ત ગ્રંથકારોને ચેત્રાદિ મારવાડી વર્ષ જ અભિપ્રેત Shree Sudharaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy