________________
અંચલગચ્છ દિન
૧૪. ભગવાન પાર્શ્વનાથની શ્રમણ પરંપરામાં સ્ત્રીઓ પણ દીક્ષિત થઈ શકતી હતી, એવાં ઐતિહાસિક પ્રમાણે પણ જડે છે. જ્ઞાતા ધર્મકથા અને નિયાવલી માં એવી અનેક વિદુષીઓનો ઉલ્લેખ આવે છે. એમના ભિક્ષુણી સંઘમાં પુષ્પચૂલા નામક ગણિની મુખ્ય હતાં. તેમની એક શિષ્યાનું નામ કાલી હતું. મથુરાના જૈન શિલાલેખમાં પણ આર્થીઓના ઉલ્લેખ મળે છે. સાધ્વી સેના અને જયંતી નામની ઉત્પલની બે બહેને પણ એમના સમુદાયની જ પરિત્રાજિકાઓ હતી.
૧૫. ભગવાન મહાવીર સ્વામીની વિદ્યમાનતામાં ભગવાન પાર્શ્વનાથ સંતાનીય કેશ ગણધરની વિધમાનતાનાં પ્રમાણ વેતાંબર મૂળ આગમોમાંથી ઉપલબ્ધ થાય છે. આપણે જોઈ ગયા તેમ કેશી ગણધર ઉપરાંત ભગવાન પાર્શ્વનાથ સંતાનીય અન્ય શ્રમણો પણ એ સમયે વિદ્યમાન હતા. અને એમના ઉલ્લેખ અગમામાં સવિશેષ જોવા મળે છે, પરંતુ કેરી ગણધર એ બધામાં મુખ્ય તેમજ પ્રભાવક હતા. એમની સાથે ગૌતમસ્વામીને થયેલી તાવિક ચર્ચા તથા એવા અન્ય પ્રસંગોને આધારે ડો. હરમન જેકેબીએ નોંધ્યું કે “ પા એ અતિહાસિક પુરુષ હતા તે વાત તે બધી રીતે સંભવિત લાગે છે. કેરી કે જે મહાવીરના સમયમાં પાર્શ્વના સંપ્રદાયના એક નેતા હોય તેમ જણાય છે.”
૧૬. ઉપકેશગની પટ્ટાવલી ઉપરથી જાણી શકાય છે કે ભગવાન પાર્શ્વનાથની શ્રમણ પરંપરા અદાવધિ અવિચ્છિન્ન રહેલ છે. આ પરંપરાના છઠ્ઠા પટ્ટધર રત્નપ્રભસૂરિ નામના આચાર્ય પ્રભાવક થઈ ગયા છે. ઉપકેશગચ્છની પટ્ટાવલી નોંધે છે કે તેમણે મારવાડ અંતર્ગત એશિયા-ઉપકેશ નગરીમાં શ્રી વીર નિર્વાણુ સંવત ૭૦ પછી ૧૮૦૦૦૦ ક્ષત્રિયને ઉપદેશ આપી જૈનધર્મી બનાવ્યા. અન્ય પ્રમાણે આ સંખ્યા ૧૨૫૦૦૦ કે ૩૮૪૦૦૦ ધર ક્ષત્રિયને જૈન બનાવ્યા હોવાનું કહે છે. ક્રમે ક્રમે ત્યાંના ક્ષત્રિએ જેનધર્મ અંગીકાર કર્યો હશે એટલે એની સંખ્યામાં તફાવત જણાય છે. પરંતુ અહીં અગત્યનો મુદ્દો એ છે કે ત્યારથી ઉપકેશ નામને વંશ અસ્તિત્વમાં આવ્યો, જે આજે ઓશવાળ જાતિના નામથી સર્વત્ર સુપ્રસિદ્ધ છે. આ કાર્ય માટે રત્નપ્રભસૂરિનું નામ માત્ર ઉપકેશ ગચ્છના ઈતિહાસમાં જ નહીં, અંચલગચ્છના ઈતિહાસમાં પણ ચિરસ્મરણીય રહેશે, કેમકે એમણે પ્રતિબોધેલા ઓશવાળાએ અંચલગચ્છના ઈતિહાસમાં આવનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઓશવાળાએ આ ગચ્છને ઈતિહાસ સર્જ્યો છે એમ કહીએ તે પણ તેમાં અતિશયોક્તિ નથી. રાજકીય અત્યાચાર અને ધાર્મિક ઝનૂન સામે નિડરતાથી પ્રતિકાર કરતા આ બહાદુર એશવાળ કાળક્રમે રાજસ્થાન, સિંધ ઈત્યાદિ સ્થળોમાં પથરાઈને કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત ઈત્યાદિ પ્રદેશોમાં સ્થળાંતર કરતા ગયા. અનેક શતાબ્દીઓના વાયરા વાઈ ગયા, છતાં ઓશવાળ પિતાના પ્રતિબોધક તથા પિતાની પિતૃભૂમિને આજે પણ ભૂલ્યા નથી.
પ્રાચીન ગો અને પછીના પ્રવાહો.
૧૭. વેતાંબર જૈન સંપ્રદાયમાં અનેક ગચ્છ અને સંપ્રદાય ઈતિહાસને પાને નેંધાઈ ગયા છે. પ્રચલિત માન્યતા પ્રમાણે આ ગચ્છાની સંખ્યા ૮૪ મનાય છે, પરંતુ અન્વેષણપ્રેમી વિદ્વાનો પાસે આ સંખ્યાનું કોઈ મૂલ્ય નથી; કેમકે પ્રતિમાલેખો અને ગ્રંથ-પ્રશસ્તિઓ આદિમાં જે જે ગાને નામનિર્દેશ પ્રાપ્ત થાય છે એની સંખ્યા પણ સોથી અધિક છે. આ ૮૪ ગચ્છાની નામસૂચિઓ અનેક ગ્રંથોમાં પ્રકટ થઈ છે. પરંતુ તે બધી જ ભિન્નતા દર્શાવનારી છે. ડૉ. જહાને બદલર, એચ. જી. બ્રીમ્સ, કર્નલ માઈલ્સ જેવા પાશ્ચાત્ય વિદ્વાનો પણ આવી નામાવલીઓ પ્રકટ કરવામાં પાછળ રહ્યા નથી. એમને પણ એ હકીકતને સ્વીકાર કરવો પડ્યો હતો કે એક બીજાને મળતી નામાવલી ક્યાંયે નથી. “ધી દન્ડિયન સેકટ ઓફ
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com