________________
પ્રાકથન વાન મહાવીરના નવ ગણે હોવા છતાં અગિયાર ગણધર કેમ ? આ સાજિક પ્રશને જવાબ સ્થવિરાવલીઓ આ પ્રમાણે આપે છે, કે શ્રી વિરપ્રભુના ગૌતમ ગોત્રીય મોટા ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, તથા નાના વાયુભૂતિ, અને ભારદ્વાજ ગોત્રીય આર્યવ્યકત, અગ્નિભાવન ગેત્રીય આર્યસુધર્મા નામના અણગાર પાંચ સાધુઓને વાંચના આપતા હતા. વસિષ્ટ ગોત્રીય સ્થવિર મંડિત તથા કાશ્યપ ગોત્રીય સ્થવિર મૌર્યપુત્ર સાડા ત્રણસો સાધુઓને વાચના આપતા હતા. ગૌતમ ગોત્રીય સ્થવિર અકમ્પિત અને હરિતાયન ગોત્રીય સ્થવિર અચલબ્રિાતા એ બન્ને સ્થવિશે ત્રણ ત્રણ સાધુઓને વાચના આપતા હતા. કોડિન્ય ગેત્રીય વિર મેતાર્યા અને સ્થવિર પ્રભાસ એ બન્ને સ્થવિરો પણ ત્રણસા ત્રણસો સાધુઓને વાચના આપતા હતા. આ અગિયાર ગણધરોમાં અકલ્પિત અને અચલબ્રિાતાની એક જ વાચના હતી. એવી જ રીતે મેતાર્ય અને પ્રભાસની એક જ વાચના હતી. આમ અગિયાર ગણધરે હોવા છતાં વાચના તે નવ જ હતી.
૧૧. એક વાચનાવાળા વ્યક્તિ સમુદાયને પહેલાં ગણ રૂપે ઓળખાવવામાં આવતું. તદંતરે ગ૭ શબ્દ પણ એક જ સમાચારી પાળતા યતિ સમુદાયને ઓળખાવવા માટે રૂઢ થયે. ગચ્છામાં આચારોની માન્યતાએમાં તથા કેટલીક શ્રતજ્ઞાનની માન્યતાઓમાં પરસ્પર ભેદ દેખાય છે, પરંતુ નવતત્વ, પંચાસ્તિકાય વગેરે તાની પ્રાયઃ એક સરખી માન્યતા અવલોકવામાં આવે છે. આમ ગચ્છા નિંદવા લાયક નથી પરંતુ ગછાની માન્યતા ભેદે પરસ્પર સંકચિતત્તિ અપનાવી જેનધર્મની એકતા ક્ષીણ થાય એવા વિચાર પ્રકટાવવા એજ નિંદ્ય છે. આ દષ્ટિએ, વૃક્ષની શાખાઓની જેમ જિનશાસનની શાખાઓ જેવા ગચ્છા વિકાસ સાધે અને શાસનની સુંદરતા વધારે એજ એનું પ્રજન છે.
પરંપરાનાં મૂળ
૧૨. અંચલગચ્છ, તપાગચ્છ, ખરતરગચ્છ ઈત્યાદિ પોતાની પરંપરાનું પ્રભવસ્થાન ભગવાન મહાવીર સ્વામીથી માને છે. ઉપકેશગરછ પોતાની પરંપરા ભગવાન પાર્શ્વનાથથી શરુ કરે છે. આમ વેતાંબર સંપ્રદાયમાં આ બને તીર્થકરોની શ્રમણ પરંપરા અદ્યાવધિ ચાલી આવે છે. ભગવાન પાર્શ્વનાથના પૂર્વગામી તીર્થકર ભગવાન નેમિનાથને વિદ્વાનોએ એતિહાસિક પુ સિદ્ધ કરી દીધા છે, પરંતુ પ્રમાણેનાં અભાવે એમની પરંપરાના શ્રમણો વિષે આપણે અનભિજ્ઞ રહ્યા છીએ.
૧૩. પહેલાં ભગવાન મહાવીરને જૈન ધર્મના સંસ્થાપક માનવામાં આવતા હતા. પરંતુ ઐતિહાસિક પ્રમાણએ સિદ્ધ કરી બતાવ્યું છે કે ભગવાન મહાવીર પહેલાં પણ જૈન ધર્મ વિદ્યમાન હતું. જો કે બૌદ્ધ પિટકમાં “ચાતુર્માસ સંવર” ના ઉલેખ સિવાય ભગવાન પાર્શ્વનાથના જીવન વિષે ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી, છતાં જૈન શાસ્ત્રોમાં એમનાં જીવન વિષયક વિપુલ સામગ્રી ઉપલબ્ધ થાય છે. એમના શ્રમણ વિષે પણું હસ્તલિખિત ગ્રંથમાં ઐતિહાસિક સામગ્રી પથરાયેલી જણાય છે. એમના પ્રમણે પાસાવણિજ્જિ -પાર્ષાપત્ય કહેવાય છે. આચારાંગ મૂત્રમાં ભગવાન મહાવીરનાં માતાપિતાને ભગવાન પાર્શ્વનાથના પરંપરાનુયાયી કહેવામાં આવ્યા છે. આવશ્યકચૂર્ણિમાં એમના અનેક શ્રમણોને ઉલ્લેખ મળે છે, જેઓ મહાવીર સ્વામીના સાધુ જીવનની ચારિકા સમયે વિદ્યમાન હતા. એમના શ્રમણમાં ઉત્પલ, મુનિચંદ્ર, ગાંગેય, કેશી ઈત્યાદિ નામો ઉલ્લેખનીય છે. ભગવતી સૂત્રમાં તંગિય (કૌશાંબીને એક સંનિવેશ) નગરી એમના વિરનું કેન્દ્રસ્થાન હોવાનો તથા ત્યાં પાંચસો સ્થવિરેએ વિહાર કર્યાને ઉલ્લેખ છે. આ સ્થવિરોમાં કલિયપુર, મેહિજ, આનંદકખય અને કાસવનાં નામો મુખ્ય છે. સુત્ર કૃતાગમાં પણ એમના શ્રમ અંગે ઘણી માહિતી ઉપલબ્ધ છે.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com