________________
અંચલગચ્છ દિગ્દર્શન ૫. અંચલગચ્છની સ્થાપનાની શતાબ્દીમાં ચિત્યવાસીઓને પ્રભાવ અનન્ય હતિ. સવેગ પક્ષને સૂર્ય આથમતો જણાતો હતો. બરાબર એજ વખતે આયરક્ષિતસૂરિએ વિધિમાગ અનુસરવાની જુસ્સાભેર ઉચ્ચારણા કરી. અંચલગચ્છપ્રવર્તકે પિતાના ઉદાત્ત ચારિત્રના પ્રભાવે ચૈત્યવાસનાં અંધારા ઉલેચ્યાં. સુવિહિત માર્ગની એમની પ્રબળ ઘણાને એ યુગે ઝીલી લીધી, જેના પરિણામે સુવિહિત વિધિમાર્ગની પુન: પ્રતિષ્ઠા થઈ શકી, જેની પરંપરા આજ દિવસ સુધી અવિચ્છિન્ન ચાલુ છે. આ અંચલગચ્છની પ્રાથમિક તેમજ સૌથી મોટી સેવા છે. આર્ય રક્ષિતરિએ અને એમના અનુગામી પધરીએ જૈન ધર્મના ઉચ્ચ સિદ્ધાંતની જાળવણીમાં ભગીરથ પુરુષાર્થે કર્યા છે, જેનો ઈતિહાસ ખરેખર, પ્રેરણાદાયક છે.
૬. જ્યારે આ ગચ્છનાં ઘેડપૂરો ભારતવર્ષને ખૂણે ખૂણે પ્રસર્યા હતાં, જ્યારે જૈન શાસનના અસંખ્ય ગચ્છો શાસનના ઉદ્યોતમાં પ્રવૃત્ત હતા, ત્યારે જૈન શાસનની આબાદી અપૂર્વ કળાએ ખીલી હતી. એ બધાને ગૌરવાન્વિત ઈતિહાસ ગત કાલીન તેજવંતા યુગના સામૂહિક ચના સિમાચિહ્નો કે છે. આ ભવ્ય ભૂતકાળ આજે તે કાળના અવિરત પ્રવાહ સાથે અતીતના મહાસાગરને તળિયે સંતાઈ ગયો છે. છતાં, એની સ્મૃતિઓ અને એ સુવર્ણયુગની ઝાંખી કરાવવા માટે આપણી પાસે ઈતિહાસ છે, જે ગતકાલીન ગૌરવની પુનઃ પ્રતિષ્ઠા કરવાનું એક માત્ર પ્રેરણાસ્ત્રોત છે.
૭. આ ગચ્છની ગૌરવમૂલક યશગાથા, ગચ્છની સંકુચિત સીમાઓને ભૂલાવી દે એવી ઉદાત્ત છે. એની યુગમૂતિઓનું જીવન અને એમનાં કાર્યોનું પરિશિલન ગોની સાંકડી કેડીઓ પરથી શાસનના વિસ્તૃત ફલક પર સૌને વિહરતા કરી દે છે. એમના પ્રત્યેની શ્રદ્ધા શાસનશ્રદ્ધામાં પરિણમે છે. જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરના અવિભક્ત શાસનનું દર્શન કરવામાં એમના પ્રત્યેની ભક્તિ બાધારૂપ થતી નથી. એ બધાનું કારણ એ કે આ ગ૭ તીર્થકરોએ પ્રરૂપેલા ભાગને પ્રસ્થાપિત રાખવાના માત્ર સાધનરૂપે જ છે. આ ગચ્છની આચારણાઓ અને એનો ઉપદેશ ઉકત ધ્યેયની સાધનામાં જ પર્યાપ્ત છે; પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ કરવામાં નહીં.
૮. અહીં એક વાતને નિર્દેશ કરવો પ્રસ્તુત બને છે કે જ્યારે અન્ય ગચ્છના આચાર્યોએ એક બીજ ગચ્છના ખંડનમાં પિતાની શકિતઓ વ્યય કરેલી, ત્યારે આ ગ૭ના આચાર્યોએ પિતાના ગચ્છ પર પ્રહારે થયા હોવા છતાં એવી ખંડનમંડનની વિનાશક પ્રવૃત્તિથી અલિપ્ત રહેવાનું યોગ્ય ધાર્યું હતું. અન્ય ગળાના આચાર્યો દ્વારા રચાયેલા અનેક ખંડનાત્મક ગ્રંથો ઉપલબ્ધ થાય છે, પરંતુ અંચલગચ્છના એકેય આચાર્યો આજ દિવસ સુધી કંઈપણ ગ૭ની સમાચારીનું ખંડન કરતો કટતા પ્રેરક એકેય ગ્રંથ લખ્યો હોય એવું પ્રસિદિમાં આવ્યું નથી. આ હકીકતથી આ ગછની પ્રગતિશીલ વિચારધારા સૂચિત થાય છે.
ગચ્છ એટલે શું?
૯. ગચ્છ શબ્દની છાયા આપણને ભગવાન મહાવીર સ્વામીના સમયમાં યોજાતા પ્રચલિત “ગણ” શબ્દમાં જોવામાં આવે છે. આ શબ્દ જ ગચ્છનો યથાર્થ ધ્વનિ પ્રકટ કરે છે. વ્યુત્પત્તિની દૃષ્ટિએ ગ૭ “ગુચ્છ” કે એવા અન્ય શબ્દો ઉપરથી ભલે ઉદ્ભવ્યો હોય. પરંતુ એમાં રહેલે તાત્વિક ભાવ “ગણ” શબ્દ સાથે વધારે તાદામ્ય ધરાવે છે. આ દૃષ્ટિએ ગચ્છ શબ્દ “ગણને જ પર્યાયિક શબ્દ છે.
૧૦. કલ્પસૂત્રની સ્થવિરાવલીઓમાંથી આપણે જાણી શકીએ છીએ કે ચરમ તીર્થંકરના નવ ગણો અને અગિયાર ગણધરો હતાં. અન્ય જિનેશ્વરોના જેટલા ગણ તેટલા ગણધર હતા, તો પછી શ્રમણ ભગ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com