________________
પ્રાર્થન
૧. અંચલગ જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરના સર્વત્યાગના મહામૂલા ધર્મસંદેશને ચેગમ પ્રસારિત કરી તેમને અધ્યાત્મિક સંસ્કૃતિ-ધ્વજને ઉન્નત રાખવામાં, તીર્થકોએ પ્રરૂપેલા માર્ગને અનુરૂપ સંસ્કાર અને સાહિત્યનું ઘડતર કરવામાં, શિલ્પ અને સ્થાપત્યનાં સર્જન કાર્યમાં કે તેના પુનરુત્થાનમાં, જ્ઞાન અને વિજ્ઞાનને પોષણ આપવામાં અને તેનાં સંવર્ધનમાં ભગીરથ પ્રયાસો કરી પિતાને વિશિષ્ટ હિસે પૂરાવ્યો છે. આ ગની સર્વતોમુખી અને પ્રતિભાસંપન્ન કારકિર્દીની યથોચિત ધ વિના જૈનશાસનને ઈતિહાસ નિઃશંક રીતે અપૂર્ણ જ ગણાય.
૨. જૈન વેતાંબર સંઘ જે સ્વરૂપમાં આજે વિદ્યમાન છે, એ સ્વરૂપનાં નિર્માણમાં અંચલગચ્છના શ્રમ અને શ્રાવકને ઉલ્લેખનીય હિસ્સો છે. વિદ્યમાન મુખ્ય ગચ્છમાં પ્રાચીનતાની દૃષ્ટિએ ખરતરગચ્છ પછી આ ગચ્છનું સ્થાન હોઈને સ્વાભાવિક રીતે જ જૈન શાસનના પ્રાચીન ઈતિહાસને ઘણો મોટો ભાગ
આ ગચ્છનો ઈતિહાસ જ રોકે છે. સુદીર્ઘ પ્રણાલિકાઓ, આચારણાઓ અને વિચારધારાઓથી આ ગચ્છનો ઈતિહાસ સંપૂરિત હોઈને તે જૈન સમાજના સાંસ્કૃતિક ઈતિહાસની પણ ગરજ સારે છે.
૩. અંચલગચ્છ ઈતિહાસ એ માત્ર જૈન શાસનના ઈતિહાસને જ એક મહત્વને ભાગ નથી, કિન્તુ વિશાળ દષ્ટિએ ભારતવર્ષના સાંસ્કૃતિક ઈતિહાસનું એક વિશિષ્ટ પ્રકરણ છે. અંચલગચ્છની બહુશ્રુત વિદ્વાને અને તપસ્વીઓનાં પ્રબળ પાંડિત્ય અને પ્રકૃષ્ટ ચારિત્રને પ્રભાવ ન માત્ર એમના અનુયાયીઓમાં જ પ્રચારિત રહ્યો; અન્ય ગચ્છા અને જૈનેતર સંપ્રદાય પણ એની દૂરગામી અસરથી અપ્રભાવિત રહી શક્યા નહીં. આમ આ ગચ્છના પદધની ધમપ્રવૃત્તિ સાથે સમાજ, શિક્ષણ અને સાહિત્ય—એમ જીવનનાં સર્વ મુખ્ય ક્ષેત્રને આવરી લેતી નવેક શતાબ્દીઓ દરમિયાન પ્રવર્તેલી સમગ્ર પશ્ચિમ ભારતની સંસ્કૃતિને શંખલાબદ્ધ ઈતિહાસ સંકળાયેલ છે. આ દષ્ટિએ આ ગચ્છના ગૌરવમૂલક ઈતિહાસની અત્યંત આવશ્યક્તા છે.
૪. આરક્ષિતસૂરિ જેવા મહાન તપસ્વીઓ, જયસિંહસૂરિ જેવા અઠંગ ઉપદેશકે, ધમધેસરિ જેવા જીવનદર્શ વિચારકે, મહેન્દ્રસિંહસૂરિ જેવા ખેલદિલ શાસન સેવ, ભુવનતુંગરિ અને મેરૂતુંગરિ જેવા મંત્રવાદીઓ, જયશેખરસૂરિ અને માણિજ્યસુંદરસૂરિ જેવા સાહિત્યકાર, જયકીર્તિરિ અને જયકેસરીસૂરિ જેવા પ્રતિષ્ઠાપકે, કલ્યાણસાગરસૂરિ અને વિદ્યાસાગરસૂરિ જેવા ધુરંધર આચાર્યો, મુક્તિસાગરસુરિ અને રત્નસાગરસૂરિ જેવા પ્રભાવકે માત્ર અંચલગચ્છના જ નહીં, સમગ્ર જૈન શાસનના તિર્ધરો છે. તેમના પ્રશસ્ત કાર્યો અને તેમણે પ્રસ્થાપિત કરેલી ઉજ્જવળ પ્રણાલિકાઓ માટે માત્ર અંચલગચ્છ જ નહીં, કિન્તુ સમગ્ર જૈન શાસન ગૌરવ લઈ શકે,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com