________________
૧૦૬
અચલગચ્છ ઝિશન ૯૧૧. બેસતુંગરિનાં જીવનનો અન્ય ચમત્કારિક પ્રસંગ વર્ણવતાં રાસકાર જણાવે છે કે એક વાર આચાર્ય આવૃગિરિનાં જિનાલયનાં દર્શન કરી ઊતરતા હતા. તે વખતે સંધ્યાનો સમય થઈ ગયો. માર્ગ ભૂલી જવાથી તેઓ મુશ્કેલીમાં મૂકાયા. વિષમ સ્થાનમાં પગદંડી ન મળવાથી વિજળીની જેમ ચમકાર કરતા દેવે પ્રકટ થઈ માર્ગ દેખાડો :
ગુરુ ચક્કા હિંચ કુણિ હિં અવસરિ, દેવ જુહાર્ષિ અબૂધ ગિરિ સિરિ, ઉતરતાં તવ મારગ ભૂલિ, મૂકિઉ આગલિ દીસઈ લિ. સાંઝ પડી ડાંડી નવિ લાભઈ, તખણિ કોઈ વજલિ જિમ આવઈ, પુરુષ રૂપિ સુર દાખિઈ વાટ, ગુરઃ ઊતરિયા વિસમાં ઘાટ.
સંધ દિખાડિઉં અંગલિ અગિ હાઉ ગોચર નયણુ હ મગ્નિ, ૧૨. રાસકાર આચાર્યના પ્રભાવ વિશે બીજો એક પ્રસંગ વર્ણવતાં કહે છે કે એક વાર પાટણની પાસે પરિવાર સહિત મેરૂતુંગમૂરિ વિચરતા હતા. એવામાં મારફળ કરતી યવન સેના એમને માર્ગમાં મળી. સેનાએ કષ્ટ દઈને બધાં ઉપકરણો કબજે કર્યા. આચાર્ય તરત જ યવનરાજની પાસે પહોંચ્યા. એમની તેજલ્દી આકૃતિ–લલાટ જોઈને યવનરાજનું હૃદયપરિવર્તન થયું, તેને ભારોભાર પસ્તાવો થયો અને તે જ ક્ષણે તેણે બધાને મુક્ત કરી દીધા :–
કુણઈ અવસરિ પાટણિ પરિસરિ, જવન સેન મિલિઉ રોડ ભરિ. સાથિ ગુરુ છઈ સંઘાત, તીણું લીધઉ કરતાં વાત, કેડાં ગુરુ પહુતા તિણિ તાલ, જવન રાઈ દીઠીં જવ ભાલ. અરેરે અસંભમ પુરુષ અપાર, એક હીયઈ કિર તે કિરતાર, જીતું સાથિ એ છઈ તે સાથ, લેતાં અમ વહઈ કિમ હાથ.
ચિત્ત ફિરિઉ ઈમ તસુ તિણ વેલાં, આપિઉં પાછઉં સહુઈ હેલાં, ૮૧૩. મેરૂતુંગરિની નિર્ભયતા વિશે પણ રાસકાર સુંદર ઉદાહરણ આપે છે. તેઓ જણાવે છે કે આચાર્ય જ્યારે ખંભાતમાં બિરાજતા હતા તે અરસામાં ગુજરાત પર મોગલોનો ભય ખૂબ જ હતા. એક પ્રસંગે તે આખું ખંભાત શહેર નાગરિકની નાસભાગને લીરે સૂનું થઈ ગયું હતું, પરંતુ મેતુંગરિ તે નિર્ભીક થઈ ખંભાતમાં જ સ્થિર થઈને રહ્યા :
મૂગલ ભઉ ક્ષણિ કુણહિ ઉપન્જ, ગૂજર દેસડ હુઉ સહુ સુન્નઉ. તિણિ દિણિ ખંભનયર થિર થોભી સુગુરુ રહ્યા જય હથિ જગિ ઊભી, કેને દિન તે ભયને નામિ નીઠિઉ આવ્યું સહુઈ ઠામિ.
ગૂજર દેસિ હુ ઘણ વાસ, તે તઉ અધિકઉ ગુરુ નઉ વાસ, ઉક્ત પ્રમાણથી એમ પણ મૂચિત થાય છે કે મેરૂતુંગસૂરિ ગુજરાતના પ્રદેશમાં સવિશેષ વિચર્યા હતા.
૯૧૪. ભાવસાગરસુરિ “ગુર્નાવલી માં જણાવે છે કે મેરૂતુંગરિ બાહોરમાં હતા તે વખતે નગર પર દુશ્મને ચઢી આવ્યા. નગરજનો ભયભીત થઈ નાશભાગ કરવા લાગ્યા. પરંતુ આચાર્ય નિર્ભીક રહ્યા. તેમના ધ્યાનબીના પ્રભાવથી સર્વ શત્રુઓ ત્યાંથી હટી ગયા :
બાહડમેરે નયરે પર ચક્કા ગમણુઓ જણું ભીયા, ગુરુ ઝાણુ વસગ દેવે હિં વિસામિય વેરિણે સબ્ધ. ૯૨.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com