________________
અચલગચ્છ દિન તઈ રાઠઉડહ વંસ ફણગર મેઘ નરિંદ નર,
ગુસ્મય કમલહ હંસ પડિબહિયા જણ સ્ય સહય. એક સે ભવિકજનો સહિત મેઘ નરેન્દ્રને પ્રતિબંધિત કરાયાને મહત્ત્વનો પ્રસંગ પણ ધર્મમૂર્તિસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પઢાવલીમાં જોવા મળતો નથી. કમનસીબે મેસતુંગસૂરિ રાસ” પણ આજ દિવસ સુધી અપ્રકાશિત રહ્યો હોઈને નૃપ્રિતિબેધાદિ વિષયક અનેક મહત્ત્વપૂર્ણ બાબતો અંધારામાં જ રહેવા પામી છે. પરિણામે અંચલગચ્છના આ ધુરંધર આચાર્યનાં પ્રશસ્ત જીવન-કાર્યો વિશે વિદ્વાનોએ ઉપલા જ સેવી છે.
૯૦૬. પટ્ટાવલીમાં ઉકત પ્રસંગ નથી પણ એમાં યવન સેનાનો ભય નિવારવા માટે સવા મણ ખા મંત્રિત કરવાનો તથા શ્રાવક દ્વારા એ સેનાની સમક્ષ ફેંકવાથી શસ્ત્રધારી ઘોડેસ્વારે ભાગી જવાનો પ્રસંગ છે. તેમાં વર્ણવવામાં આવ્યું છે કે એક વખત મેસતુંગસૂરિ વઢિયારના લેલાડા નામનાં ગામમાં સંધના આગ્રહથી ચાતુર્માસ રહેલા. એ વખતે ગુજરાતના અધિપતિ મહમ્મદશાહ બાદશાહનું સૈન્ય ગામ ભણી આવતું હતું. મોટા ભાગના ગ્રામ્યજનો વિવાહ પ્રસંગે પાટણ આદિ ગામોમાં ગયા હતા. એટલે રહ્યા–સહ્યા લોકોમાં ભય ફેલા. મેસતુંગસૂરિને એ વાતની જાણ કરાઈ. એટલે આચાર્યો તેમને સવા મણ ચોખા લાવવાનું કહ્યું. ચોખા મંત્રીને આચાર્યો વિશેષમાં જણાવ્યું કે અસુરનાં રમૈન્ય ઉપર આ ચાખા ઉડાળજે કે જેથી ચોખા શસ્ત્રધારી ઘોડેસ્વાર થઈ ને તે અસુરોના સૈન્યની પાછળ દોડશે. અને ભયભીત થઈ અસુરોનું સૈન્ય અહીંથી નાસી જશે ! શ્રાવકોએ એ પ્રમાણે કરતાં ભયનું નિવારણ થયું. વિવાહ પ્રસંગે બહાર ગયેલા લોકે પાછા આવ્યા ત્યારે એ બધો પ્રસંગ સાંભળી તેઓ આચાર્યના પ્રભાવથી ચમત્કૃત થયા અને આચાર્યને વિનતિ કરી કે હવેથી આપના શિષ્યોમાંથી કોઈ પણ એક ઉત્તમ મુનિ અહીં હમેશાં ચાતુર્માસ રહે એવી વ્યવસ્થા કરી આપે. આચાર્યે સંધની વાતને સ્વીકાર કર્યો.
૯૭. ભીમશી માણેક ઉક્ત પ્રસંગ “ગુપટ્ટાવલી માં થોડાક ફેરફાર સાથે આ પ્રમાણે વર્ણવે છે એકદા મેરૂતુંગસૂરિ શંખેશ્વર પાસે લોલાડા ગામમાં ચોમાસું રહ્યા હતા. એક વખત ત્યાંના લોકો દસાડે વિવાહ પ્રસંગે ગયા હતા. એવામાં ગુજરાતનો પાદશાહ ગામને ખાલી થયેલું જાણીને ચઢી આવ્યો. આથી ગામના રહ્યા–સાચા લેકે નાસભાગ કરવા લાગ્યા. શ્રાવકોએ આચાર્યને કહ્યું કે તમારી પોથીઓને ભાર અમને આપો અને તમે પણ અમારી સાથે ચાલે, કેમકે અસુર લોકેનું લશ્કર આવે છે તે ગામ ભાંગી નાખશે અને પોથીપાનાં સર્વ ભસ્મ કરી નાખશે. માટે આપણે અહીંથી જતા રહીએ. આ
મળી ગુરુએ કહ્યું કે ચામાસું ઉતર્યા વિના અમારાથી વિહાર થાય નહીં. શ્રાવકોએ પૂછ્યું કે વસ્તી વિનાનાં ગામમાં તમારાથી કેમ રહેવાશે ? પછી ગુરએ શ્રાવકે પાસેથી સવા મણ ચોખા મંગાવી, તેને મંત્રીને શ્રાવકોને આપ્યા અને કહ્યું કે આ ચોખાની ધારાવાડી ગામને ફરતે દઈને પછી જેટલા શત્રુના સૈનિકે હેય તેમની સામે દેડ; પણ પાછું વળીને જોશે નહિ. શ્રાવકોએ તેમ કર્યું. એટલે જેટલા અક્ષત હતા તેટલા સૈનિકો થયા, જેટલા દોડ્યા એટલા બંદુકધારી શસ્ત્રસજજ બન્યા ! ! પાદશાહ મોટું સૈન્ય દેખી ભયભીત થઈ પાછો વળ્યો. મેરૂતુંગસૂરિએ મંત્રના પ્રભાવથી વિધનને નિવાયું. વિવાહ પ્રસંગે ગયેલા લેકે પાછા ફર્યા ત્યારે તેમને આ વાત જાણવા મળી એટલે સૌ આચાર્યના પ્રભાવથી ચમત્કૃત થઈ એમને પગે પડ્યા. બધાએ મળીને તાંબાના પત્ર ઉપર લેખ કરી આપ્યો કે જ્યાં સુધી વિધિપક્ષ ગચ્છને યતિ આવે ત્યાં સુધી બીજા ગચ્છનો યતિ અહીં રહે નહીં. લેલાડા ઉપર ચઢી આવેલા ગુજરાતના સુલતાન મહમદને શ્રી પાર્શ્વનાથને મહિમાથી મેતૃગરિએ પાછો વાળ્યો એ વાત વઢિયાર પ્રદેશમાં આજે પણ ખૂબ ખૂબ પ્રસિદ્ધ છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com