________________
શ્રી ડુંગર
ગુણ ગણુ તણુક નિહ જાણશીય મહિંદપ્રભસૂરિ રે, પાણિ પયડ પ્રમાણે કાવિય ગિલિ અરિ એ. નિરુપમ રંગ રસાલ આદિ જિસેસર આગિવિહિં, સંઘાવિ નરપાલિ ચઉદ છવાઈ જ લઈ એ. અંજ ઉભડ ધરધર વીરવંસ અવતંસ નર, દાનિ માનિ સુંદર ઉત્સવ માં પરિ ઘણય. મે—ગ અહિંદુ ચંદ ખુજલ ગુણ ભરિયા એ, જણ મણ આણંદ કંદ વિર ભારહ વસુદ વરિ. દીપઈ દેસિ વિદેસિ થિર થાપાઈ જિણ આણું ઘણ,
વર ઉવએસિ વિસેસિ નરસિંદ પાકિબોકિયા એ. જીવન-પ્રસંગે :
૯૩. રાસ તેમજ પટ્ટાવલી દ્વારા મેરુનું ગરિના અનેક પ્રશસ્ત જીવન પ્રસંગે જાણી શકાય છે. તેઓ પ્રભાવક આચાર્ય અને બહુશ્વત વિદ્વાન હતા. તેમજ તેમણે એવી પ્રતિભા પ્રકટાવી કે તેમના જીવનની અસર માત્ર એ સમય પર જ નહીં, પછીના સૈકાઓ પર પણ એવી જ પ્રબળ રહી. એટલે જ એમના અસાધારણ પ્રભાવને પરિચય કરાવતા અનેક ઐતિહાસિક પ્રસંગો જનમૃતિમાં પણ વણાઈ ગયા છે, આજે પણ કપકર્ણ સંભળાય છે. પ્રભાવક આચાર્ય તરીકે કે સમર્થ પટ્ટધર તરીકે, મહાન ગ્રંથકાર તરીકે જ નહીં, કિન્તુ મંત્રવાદી તરીકે પણ મેરૂતુંગમૂરિની પ્રસિદ્ધિ અજોડ છે. ઉપલબ્ધ પ્રસંગો દ્વારા એમની એ વિષયક જ્વલંત કારકિર્દીનું દર્શન કરવા જેવું છે. એ વિના એમના વ્યાપક વ્યક્તિવનું દર્શન અપૂર્ણ જ ગણાશે.
૯૦૪. મેરૂતુંગસૂરિએ આસાઉલીમાં યવનરાજને પ્રતિબોધ આપીને અહિંસાનો મર્મ સમજાવ્યો હતા એવો રાસમાંથી ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ યવનરાજ કોણ? એ જાણી શકાતું નથી. કોઈ મુસલમાન બાદશાહને આચાર્યો પ્રતિબોધ આપ્યો હશે એ સ્પષ્ટ છે. મુસલમાન બાદશાહોને પ્રતિબોધ આપનારા આચાર્યોમાં મેરૂંગસૂરિ અંચલગચ્છમાં સૌ પ્રથમ છે. ઉક્ત યવનરાજ સાથે મેરૂતુંગરિ . સંપર્ક સવિશેષ રહ્યો હશે એમ પણું અનુમાન કરી શકાય છે, કેમકે રાસકર્તા પોતે જણાવે છે કે એ વાત કહેતાં પખવાડિયું કે મહિના લાગે એટલી મોટી છે :
આસાઉલીઈ સાખ જવનરાઉ પડિગોહિલે છે,
કહતાં લાગઈ પાખ માસ વાત છઈ તે ઘણીય. ઉક્ત યવનરાજ સાથેના આચાર્યના વિશિષ્ટ સમાગમનો નિર્દેશ સુદ્ધા ધર્મમૂર્તિ સૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટાવલીમાં ન હોઈને એ બાબતમાં વધારે જાણી શકાતું નથી, એ અત્યંત દુઃખનો વિષય છે. રાજકીય ઇતિહાસ માટે પણ આ ઉલ્લેખ મહત્વપૂર્ણ છે.
૯૫. મરતુંગમૂરિએ સં. ૧૪૪૪નું ચાતુર્માસ લોલાડાનગરમાં કર્યું. ત્યાં તેમણે રાઠોડ વંશીય ફગર મેઘરાજાને ૧૦૦ મનુષ્યો સહિત ધર્મમાં પ્રતિબંધિત કર્યો. મેધનરેન્દ્ર આચાર્યને અનન્ય ભક્ત બની ગયો. રાસકાર આ પ્રસંગ વર્ણવતા કહે છે
ચઉઆલઈ ચંઉમાસિ લેલાડઈ સુહુ ગુરુરહીય, જણ વાસીય જિ વાસિ મહીયલિ મહીમા મહમહીય.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com