SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ અંચલગચ૭ દિગ્દર્શન અર્થાત જીરાપલી ૩૫ વલ્લીમાં રહેતા, ઈન્દ્રનીલની શેભાને પણ હસતા, મનહર દેડવાળા, મનેવાંછિત ઘણું દાન આપવામાં કુશળ, કલિયુગમાં કલ્પવૃક્ષ સમાન એવા પ્રભુ શ્રી પાર્શ્વજિનને હું નમું છું-સ્તવું છું. ૮૭૯. બીજા શ્લોકમાં સ્તોત્રકાર પિતાની અલ્પતા દર્શાવતાં કહે છે કે-“રત્નભૂત અમૃત સરખી વાવાળા પંડિતો ક્યાં અને અલ્પબુદ્ધિવાળો હું કયાં ? પરંતુ પ્રભો ! આપના પ્રત્યેની મારી ભક્તિ મૌન મકાવી દે છે ! ” આગળ ગ્રંથકાર જણાવે છે કે “ પ્રભો ! મિથ્યાવર૫ માતંગના સ્પર્શથી આ બુદ્ધિ ભૂષણ અને દૂષણમાં અસ્પૃશ્ય બની ગઈ હતી, પરંતુ આપનાં નામનાં ધ્યાનરૂપી તીર્થમાં સ્નાન કરવાથી તે શુદ્ધ બની છે, શાંત થઈ છે અને સતીની જેમ શોભિત થઈ છે. ત્યાર પછીના ગ્લૅકોમાં જિનગુણુ મહિમા, દેવ-દાનવ-ભૂત–પ્રેત-પિશાચના ઉપદ્રની શાંતિ, આધિ-વ્યાધિની ઉપશાંતિ, પ્રભુનાં અદ્દભૂત રૂપ-દેહ લાવણ્યનું વર્ણન ઈત્યાદિ સુલલિત પર્વોમાં કવિએ વર્ણવ્યું છે. ૮૮૦. મુનિ ન્યાયવિજ્યજી “જીરાવેલા તીર્થ” નામના લેખ, જે. સ. પ્ર. વર્ષ ૧૪, અં. ૨, પૃ. ૨૩૦–૧ માં નોંધે છે કે આ કૃતિમાં કવિએ ઉચ્ચ કવિત્વ દર્શાવ્યું છે, એક સહદથી ભક્તજનનું હૃદય ઠાલવી અભૂત સ્તુતિ કરી છે. એક એક શ્લેક વાંચતાં હૃદયના તાર ઝણઝણ ઉઠે છે. વાણીની સરળતા અને સુંદરતા સ્તોત્રમાં ઝળકી રહી છે. ૮૮૧. અંતિમ પદ્યમાં તોત્રકાર વર્ણવે છે— एवं देवाधिदेवं प्रतिदिनमपि यो जीरिकापल्लीराज, __ पार्श्वस्तौति त्रिसन्ध्यं त्रिशविटपनं भक्तिभाजामवन्ध्यम् । विश्वविश्वाद्भुतास्ता नवनिधिरुचिरा ऋद्धयः सिद्धयो वा; तस्योत्सर्षति पुंसः सपदि जगति याः श्री महेन्द्रस्तवार्ताः ॥ અર્થાત આવી રીતે જીરાપલ્લીમાં શોભતા, બિરાજમાન દેવાધિદેવ એવા શ્રી પાર્શ્વનાથ ભગવંતને જે ત્રિકાલ સેવે છે, તે ભક્તજનોને ફલદાયક શ્રી કલ્પવૃક્ષ સ્વરૂપ છે; તેમજ તે ભક્તજનોને વિશ્વની સમસ્ત અદભૂત નવનિધિ, ઋદ્ધિ, સિદ્ધિ તેની પાસે આવે છે અને જગતમાં શ્રી મહેન્દ્રથી સ્તવનીય–પૂજનીય બનાવે છે. છેલે કર્તાનું નામ પણ સૂચવાયું છે. સ્વર્ગગામન. ૮૮૨. સં. ૧૪૪૪ માં એક્યાસી વર્ષની ઉમરે અંચલગચ્છના યશસ્વી પટ્ટધર મહેન્દ્રપ્રભસૂરિ સ્વર્ગે સિધાવ્યા. મેરૂતુંગસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં જણાવાયું છે કે પાંચ દિવસનું અણુશણ કરી, શુભ ધ્યાન ધરતાં માગશર વદિ ૧૫ ને દિવસે તીર્થાધિરાજ શત્રુંજય પર્વતના શિખર પર તેઓ દેવલોકે ગયા. ૮૮૩. મહેન્દ્રપ્રભસૂરિનાં મૃત્યુનાં વર્ષ વિશે થોડો મતભેદ છે કિન્તુ એમનાં મૃત્યુનાં સ્થળ વિષે તો બહુધા પ્રાચીન પ્રમાણગ્રંથે એકમત છે. આપણે જોયું કે મુનિ લાખા ગુપટ્ટાવલીમાં મહેન્દ્રપ્રભસૂરિનું મૃત્યુ સં. ૧૮૪૪ માં પાટણમાં થયું હોવાનું નેધે છે. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં પણ એમનાં મૃત્યુસ્થળ તરીકે પાટણને જ નિર્દેશ કરે છે, જો કે મૃત્યુનું વર્ષ તે સં. ૧૪૪૫ જણાવે છે – સિરિ ગુરુ મહિંદસિંહો વિહરિય ભુમિ પણે પત્તો, સંવછર પણુયાલે સુઝાણે સે દિવં પત્તો. ૮૨. Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy