________________
અચલગચ૭ દિગ્દર્શન પાટણ સૂબો હસનખાન–ડીસામુદ્દીન થયો, જેની દેસારમાંથી પ્રતિમાજી પ્રકટ થયાં, એ પછીને આખો વૃત્તાંત આપણે ઉપર્યુક્ત ચોરાળિયાના આધારે જોઈ ગયા. વિશેષમાં એ જાણી શકાય છે કે મેઘો પિતાનાં ગૃહમંદિરે એ પ્રતિમાજીનું ૧૨ વર્ષ સુધી પૂજન કરતો રહ્યો, જે દરમિયાન તેને ભઈઓ અને મેહરે નામે બે પુત્રો થયા. મેઘાશાહને એક રાતે એ પ્રતિમાને અજાણ્યા સ્થળે લઈ જવાનું સ્વપ્નમાં સુચન મળ્યું. એટલે સવારે વહેલા ઉઠી એક વહેલમાં તે પ્રતિમાને પધરાવી, વહેલને બે નવા વાછર જોતરી અજાણ્યાં સ્થળ તરફ જવા પ્રયાણ કર્યું. તે લબા થલમાં જઈ પહોંચ્યો. ત્યાં ચારે બાજુએ નિજન વેરાન હતું. ત્યાં તેણે સ્વપનાનુસાર ગોડીપુર નગર વસાવ્યું. ત્યાં પાણીને કૂવો નીકળ્યો અને ધોળા આકડા નીચેથી તેને ધન મળ્યું. તેણે ત્યાં દેરાસર પાયો નાખ્યો. દેરાસરનું કામ શરુ થયું. સિરોહીના સલાટે તે કામ ભક્તિથી ઉપાડી લીધું. મેધાશાહની કીતિ ચારે તરફ ફેલાવા લાગી. આથી કાજલને તેની ઈર્ષા થવા માંડી. કાજલે પોતાની પુત્રીના લગ્નમાં મેઘાશાહનાં આખા કુટુંબને પિતાને ત્યાં તેડાવ્યું. અને કપટ કરીને મેધાશાહને ઝેર આપીને મારી નંખાવ્યો. પછી કાજલે દેરાસરનું અધૂરું કાર્ય પાર પાડ્યું, દેરાસરમાં ગોડીજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી. મેઘાશાહના પુત્ર મેહરે દેરાસર ઉપર કળશ ચડાવ્ય તથા વજારોપણ કર્યું. આ રીતે ગોડીજીનું સુપ્રસિદ્ધ તીર્થ અસ્તિત્વમાં આવ્યું. તે પછી કાજલે શત્રુંજય અને ગિરનાર તીર્થને છ'રી પાળત યાત્રા સંઘ કાઢ્યો
૮૬૪. ગેડીપાર્શ્વનાથની પ્રતિમા છેલ્લા પાંચ સૈકામાં બહુ પ્રભાવશાળી મનાય છે. આ પ્રતિમા લુપ્ત થતી અને જુદે જુદે સ્થળે પ્રગટ થતી રહેતી. તેની યાત્રા માટે દૂર દૂરથી મોટા મોટા સો આવતા હતા. આ પ્રતિમાને જે રસ્તે થઈ નગરપારકર લઈ ગયા છે તે સ્થાનમાં ગોડી પાર્શ્વનાથનાં પગલાં સ્થાપન થયાં, આજે જે “વરખડી ” નામથી ઓળખાય છે.
પ. આ તીર્થની સ્થાપના થયા પછી ગેડીઝને મહિમા ખૂબ ખૂબ વધે, સમગ્ર ભારતમાં ગોડીજીનાં જિનાલયનું નિર્માણ થયું અને જૈનો જ નહીં જૈનેતરો પણ ગોડીજીમાં આસ્થા રાખતા થયા. શેઠ મોતીશા જેવા ભાવુકો તો પ્રત્યેક શુભ કાર્યોની શરુઆત ગોડીજીનાં નામનું ઉચ્ચારણ કરીને જ કરતા. હિસાબી ચોપડામાં પણ પ્રથમ તો ગોડીજીનું નામ જ લખાતું ! ગોડીજીને મહિમા સાંભળીને અંગ્રેજે પણ એમના પ્રત્યે આકર્ષાયા હતા એવા પણ અનેક ઉદાહરણે મળી આવે છે. પરશુચંદ નાહર સંપાદિત “જૈન લેખસંગ્રહ–જેસલર', લેખાંક ૨૫૩૦માં આ પ્રમાણે ઉલ્લેખ છે : ૩ અજગ જી કા સ પણ R મા... ગોડીઝના ચમત્કારની અસંખ્ય વાતો જેનો તેમજ જૈનેતર રસપૂર્વક કહે છે અને પોતાની તેમને પ્રત્યેની આસ્થા દૃઢ કરે છે. આ મહાન તીર્થને પ્રતિષાપક આચાર્ય અંચલગચ્છીય હેઈને અંચલગચ્છના ઈતિહાસમાં તે આ તીર્થને મહિમા અનીચનીય બની ગયો છે. અંચલગચ્છના આચાર્યોએ ગોડીજીને મહિમા ગાવા અસંખ્ય સ્તુતિઓ, સ્તોત્ર, છંદો, ચોટાળિયાઓ, પદો આદિ રચ્યાં છે અને એમના અન્ય ગ્રંથોમાં પણ મંગળાચરણમાં તો ગેડીઝનું નામ સ્મરણ અચૂક કર્યું હશે. ધાર્મિક અને રાજકીય સ્થિતિ
૮૬ ક. પારકરમાં ગોડીજીનું પ્રસિદ્ધ તીર્થ અસ્તિત્વમાં આવ્યું એ વિશે જોયા પછી ત્યાંની ધાર્મિક અને રાજકીય સ્થિતિ વિશે વિચાર કરવો પણ અભીષ્ટ છે. પારકરનું સ્થાન તે અરસામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહ્યું, કેમકે સિંધના ઉત્તર ભાગથી કે સમગ્ર રાજસ્થાનથી અનેક જાતિઓ સ્થળાંતર કરી પારકર થઈ કચ્છ, ગૂજરાત આદિ સુરક્ષિત પ્રદેશમાં પથરાઈ ત્યાંના રાજકીય ઉલ્કાપાતનું એ અનિવાર્ય પરિણામ હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com