________________
શ્રી મહેન્દ્રપ્રભસૂરિ
૧૮૧ ૮૫૯. પાટણમાં કરિયાણું, રૂ આદિ વસ્તુઓની ખરીદી કરી, રૂની ગાંસડીમાં એ મૂર્તિને મૂકીને મેઘાશાહ (રાધનપુર થઈ ને) પોતાના વતનભા હર્ષભેર પ્રયાણ કરે છે. માર્ગમાં પ્રતિમાના પ્રભાવથી પિોઠિયાઓ કોઇ ગણી શકાયું નહીં–મતલબ કે એને દાણું ભરવું પડ્યું નઈ. ઘેર પહોંચતાં કાજલશાહે બો હિસાબ માગ્યો. વિઘાશાહે પ્રતિમા મેળવવા ખર્ચે રકમ પોતાને ખાને ભાંડવાનું કહે છે અને સ્પષ્ટ જણાવે છે કે પ્રતિમા તો હું જ રાખવાનો. કાજલશાહને પ્રતિમા રાખવાની ઇચ્છા હતી પણ મેઘાવાડ મક્કમ રહ્યા. કાજલશાહ ત્યાં પ્રધાનપદે હતા એટલે એમની વચ્ચે થયેલી રકઝકથી મેઘાશાહ ત્યાંથી થરપારકરના ગેપુર ગામે ચાલી નીકળ્યા. ત્યાં ઉદયપાલ ઠાકુરનું પ્રભુત્વ હતું તથા ખેતશી લુણોતને પ્રભાવ પણ સારો હતો. તેમણે મેઘાશાને આવકારતાં મેઘાશાહ ત્યાં જ સ્થિર રહ્યા. પ્રાતમાના પ્રભાવથી તેઓ અખૂટ સંપતિ પામ્યા. પછી તેમને ત્યાં જિનપ્રાસાદ બંધાવવાનું શરુ કર્યું.
૮૬. જિનપ્રાસાદ બંધાવવા ? તેણે દેશ દેશાવરથી સલાટોને તેડાવ્યા. અને કામ જેસભેર શર કર્યું. જિનાલયનું ઘણુંખરું કામ પૂરું થવા આવ્યું હતું, પાસે એક વાવે પણ બંધાવી હતી. દુર્ભાગ્યે જિનાલયનું કામ સંપૂર્ણ થાય તે પહેલા જ તે સં. ૧૪૯૪ માં મૃત્યુ પામ્યા. એટલે કાજલશાહે ભાણેજને ઘેર તેડાવીને ચિત્યનું કામ પરિપૂર્ણ કર્યું. સં. ૧૮૯૫ માં ત્યાંના સંઘે જિનાલ્યને ફરતી દેરીઓ પણ બંધાવી. બીજી પણ દેવકુલિકાની રચના થઈ. શિખર પર વજારોપણ પ્રસંગે કાજલસાડ અને મેઘાશાહના પુત્ર મેહરા વચ્ચે કલેશ થયો. ધ્વજારોપણ કરવાના કાજલશાહના કોડ પૂરા થયા નહીં. મેઘાશાહના પુત્ર મેહરાશાહે વજારોપણ કર્યું. ત્યાંના ઠાકોરે એ તીર્થને મુંડકાવેરામાંથી મુક્ત કર્યું. વિઘાના સંતાન આ જિનાલયની દેખરેખ રાખતા હોવાથી તેઓ ગેબી-ગોકીના નામથી ઓળખાયા.
૮૬. ત્રિપુટી મહારાજ “જૈન પરંપરાનો ઈતિહાસ , ભા. ૧, પૃ. ૩૦ માં ગોડીજીની ચમત્કારી મુનિનો પૂર્વ ઈતિહાસ વર્ણવતાં જણાવે છે કે હેમચંદ્રાચાર્ય સં. ૧૨૨૮ માં પાટણમાં મોટી અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવી હતી. પારે છેલે વડોદરાના જેન કાનજીની ત્રણ પ્રતિમાની પણ અંજનશલાકા કરાવી હતી. આ ત્રણે પ્રતિમાઓ બહુ ચમત્કારી હતી, જેમાંની એક ગોડીજીની પ્રતિમા હતી.
૮૬૨. પ્રતિમાજીનાં નામકરણ સંબંધમાં ત્રિપુરી મહારાજ માહિતી આપતાં જણાવે છે કે ઝીંઝુવાડાનો શેઠ ગેડીદાસ અને સોરાજી ઝાલો દુષ્કાળ પડવાથી માલવા ગયા. ત્યાંથી પાછા ફરતાં એક સ્થાને રાતવાસો રહ્યા. ત્યાં સિંહ નામના કોળીએ શેઠને ઓચિંતો ઘા કરી મારી નાખ્યો. ઝાલાને આની જાણ થતાં તેણે કાળીને મારી નાખ્યો. શેઠ મરીને વ્યંતર થયો, અને તેના ઘરમાં જે શ્રી પાર્શ્વનાથની પ્રતિમા હતી તેને અધિષ્ઠાયક બની તેની પૂજા–ભક્તિ કરવા લાગ્યો. ત્યારથી તેના નામ પરથી આ પ્રતિમા ગોડી પાર્શ્વનાથનાં નામથી વિખ્યાત થઈ અધિષ્ઠાયકે સોટાઓને સહાય કરી સુખી કર્યો. સોરાજીએ પણ એ પ્રતિમાને પોતાનાં ઘરમાં લાવી પધરાવ્યાં. ને તેની પૂજા કરવાથી અત્યંત સુખી થયો, ઝીંઝુવાડાને રાજા બન્યો, તેમજ ગુજરાતને મહામંડલેશ્વર પણ બન્યું. તેના ભાઈ માંગુ ઝાલાએ પણ અધિષ્ઠાયકની સહાયથી લાકુંવરીનું ભૂત કાઢયું હતું. મંડલેશ્વર સેટા ઝાલાને દુર્જનશલ ના પુત્ર હતો. તે પણ રાજા ભીમદેવ સોલંકી(બીજા)ને મંધર હતો. તેણે સં. ૧૩૫થી સં. ૧૩૧૦ ના ગાળામાં શંખેશ્વર તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યો.
૮૬૩, તે પછી ગોડીજીની પ્રતિમા પાટણમાં લાવવામાં આવી. સં. ૧૩૫૬-૬૦ ના ગાળામાં બાશાહ અલાઉદ્દીન ખિલજીના ભાઈ અલખાને ગુજરાત પર ચડાઈ કરી અને કરણ વાઘેલાને ભગાડી પાટણમાં પિતાની ગાદી સ્થાપના કરી. આ વખતે પ્રતિમાજી ભૂમિગૃહમાં રહ્યાં. સં. ૧૪૩૨. લગભગમાં
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com