________________
શ્રી મહેન્દ્રપ્રભસૂરિ
૧૯૩
૮૬૭. આપણે જોયું કે સં. ૧૩૫૫ માં અલ્લાઉદ્દીન ખિલજીના લશ્કરી સરદારોએ ગુજરાતના અણહિલવાડ રાજયનો નાશ કર્યો, ત્યારે ગુજરાત દિલહી બાદશાહોની સત્તા હેઠળ એક પેટા રાય બની રહ્યું હતું, કચ્છને પણ ખંડણ ભરવી પડતી હશે. પરંતુ દિલ્હીની શહેનશાહત તરફથી આ દૂર આવેલા અને છૂટી છૂટી ઘડી વસ્તીવાળા મુલક ઉપર કંઈ અસરકારક હકૂમત ચલાવાતી નહિ હોય, તેથી જાડેજાની સત્તા કચ્છમાં ધીમે ધીમે વધતી રહી. કમનસીબે આ જાડેજાઓ વચ્ચે એકત્ર ન હતું. અને મુખ્ય ત્રણ જાડેજા વંશના જાગીરદારો પોતપોતાના બાંધેલા જુદા જુદા ઉગરી કિલ્લાની અંદર ખરેખર, સ્વતંત્ર રીતે વર્તતા રહ્યા હતા. પણ આ ભાષાને કોઈ ચોક્કસ હેતુસર એકત્રિત બનતા હતા. જેમકે તેરમી સદીમાં કચ્છમાંથી કાડીઓને હાંકી કાઢવા તેઓ એકત્રિત બન્યા હતા. જાડેજાએ શાહી સલ્તનતના મુસલમાન સરદારોથી સારો સંબંધ રાખતા. કારણ તેમના ઘણુ રીત-રીવાજો સૈકાઓના પરિચયને કારણે ઈસ્લામ સંસ્કૃતિની અસરવાળાં હતાં.
૮૬૮. સુલતાનનાં મૃત્યુબાદ તુરત જ સિંધ અને ગુજરાતના સૂબાઓએ દિલ્હીની સત્તા સામે બંડ કર્યા, અને મહમદ બિન તઘલખ દિલ્હીની ગાદીએ આવ્યો ત્યાં સુધી આ બન્ને પ્રદેશ ઉપર દિલ્હીનું વર્ચસ્વ પાછું ન રહ્યું, એ પણ આપણે જોઈ ગયા. એ પછી સમાઓએ સિંધમાં પોતાનું અલગ રાજ્ય સ્થાપ્યું. સમાની જે શાખા આ પ્રમાણે સિંધમાં સ્થિર થઈ, તેણે કચ્છ તરફ દેશાંતર કરી ત્યાં જસત્તા રૂઢ થયેલા સમાએ કરતાં મુસલમાન ધર્મને વધારે ચુસ્તપણે અંગીકાર કર્યો જણાય છે. એમ છે. રશક
બ્લેક હિલ્સમાં નોંધે છે. વિશેષમાં તેઓ જણાવે છે કે–આ બન્ને શાખાઓએ પિતાની વંશપરંપરાગતની ધાર્મિક સહિષ્ણુતા એક સરખી જાળવી રાખી હતી એમ જણાય છે. કચ્છી અને સિંધી સમાઓ વચ્ચે “જેહાદો” થઈ નહોતી. તેવી જ રીતે કચ્છની ભૂમિ ઉપર પણ ધર્મના ઓઠા હેઠળ ધાર્મિક યુદ્ધો પણ થયાં નહોતાં. મલિક તાગીની પૂઠે સિંધ ઉપર જયારે મહમદ તઘલખ સં. ૧૪૦૮ માં ચડી આવ્યો ત્યારે સમાથી સિંધમાં રહી શકાશે નહીં, એમ તેમને ખાતરી થઈ, અને તેઓને કચ્છમાં સારું આશ્રયસ્થાન મધું. મજફર મલિક તાણીએ ગુજરાતમાંથી શાહી સત્તાને ઉથલાવી નાંખી હતી. પણ તે પાળથી હાર પામ્યો અને તેણે સિંધમાં આશ્રય લીધો.
૮૬૯. સુલતાન મહમદ ડટ્ટા તરફ કૂચ કરતાં રસ્તામાં જ મૃત્યુ પામ્યો, અને શાહી લશ્કરને સમા- . એ સારી રીતે ટૂંકું કરી નાખ્યું, જેથી તત્કાળ પૂરતો ભય સિંધ પરથી પસાર થઈ ગયું. તે પછી સુલતાન ફિરોજશાહ તઘલખે મહમદના લશ્કરની હાર બદલ વેર લેવા નિશ્ચય કર્યો, અને ઘોડેસવાર તથા હાથીઓવાળા એક પ્રચંડ લશ્કર સહિત ઠઠ્ઠા તરફ તે કુચ કરી ગયે. સિંધુ નદીના ત્રિકોણ પ્રદેશમાં લશ્કરી કાર્યવાહીમાં સહેલાઈથી થઈ શકે, તે માટે તેણે પોતાની સાથે હોડીઓ પણ રાખી હતી, પરંતુ સિધી અને કચ્છી નાવિકોની બરાબરી કરી શકે તેવા તેની પાસે ખલાસીઓ નહોતા. ઠકાના જામે પિતાનો બચાવ એટલો તો બહાદુરીથી કર્યો કે સુલતાને જીતની આશા છોડી દીધી અને ગુજરાતને કરીથી પ્રગ શાહી વર્ચસ્વ નીચે આવી ગયું હતું–પાછા ફરી, વધારે બળવાન લશ્કર સજ્જ કરવા તેણે નિશ્ચય કર્યો. પાછા ફરતી વખતે કચ્છના સમાઓ કે જેમણે પોતાના સિંધના ભાયાતોને સુલતાનને હઠાવવામાં મદદ કરી હતી, તેને બદલે દેવાની સુલતાનની ઈચ્છા થઈ. પરંતુ રણના કાદવ-કીચડમાંથી પસાર થવામાં તેના લશ્કરને ભયંકર વિપત્તિઓમાંથી પસાર થવું પડયું હતું. આથી તેમના અસંખ્ય માણસો માર્યા ગયા અને કત નામનું લશ્કર જ પેલે પાર ઉતરવા પામ્યું. સુલતાન પોતે તો તદ્દન માર્ગ ભૂલી ગયો, અને ઘણા દિવસો સુધી તેના કશા સમાચાર મલ્યા નહિ. કચ્છના રણ મારફત પસાર થતાં તેના
૨૫
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com