________________
૧૮૮
અચલગચ્છ દર્શન આપ્યું છે... જેનેતર સાહિત્યની પેઠે જૈન સાહિત્ય ચકલે ચૌટે ગવાયું હોત, તો જયશેખરસૂરિએ પણ ભાલણ અને પ્રેમાનંદના જેવી પ્રસિદ્ધિ માં પેળવી હોત.”
૮૪૬. “પ્રબોધચિન્તામણિને પવભાગ માત્રા બંધ અને લયબંધ એ બે રૂપે વિભક્ત છે. માત્રાત્મક છંદમાં આશરે અઢીસે ચપઈ અને લગભગ પોણોસો દહ છે. તે સિવાય પદ્ધરી, ચરણાકુલ, મહદા, મિલા અને નીતિના નામે જાણીતા માત્રામેળ છંદ વધતા ઓછા દેખા દે છે, અને અપભ્રંશમાંથી જૂની ગૂજરાતીમાં ઉતરી આવેલ વસ્તુ નાનું છંદ પણ તેમાં યોજેલ છે. ઉપરાંત છbપવ, સરસ્વતી ધઉલ, તલવાર અને ધકેલ એ મિત્ર માત્રા બંધ પણ કવિએ ઉપયોગમાં લીધી છે. બાકીના પલાત્મક ભાગમાં સોરઠા જેવી એક કડીના પદને, પદ જેવાં અનેક કડીનાં દુપદ તયા ઝાબને અને ધઉલ કિંવા વાળને સમાવેશ થાય છે. લયબંધ આખા કાવ્યને નવ ભાગજ રોકે છે. મધ્યભાગમાં બોલીનાં બે ઉદાહરણ છે. જયશેખરસૂરિના ન્હાના ગુરભાઈ મિસ્તુંગરિ, તેમના શિષ્ય માણિક્યસુંદરમૂરિએ જૂની ગુજરાતીમાં ગધાત્મક પૃથ્વીચંદ્રચરિત્ર સંવત ૧૪૭૮ માં રહ્યું છે, તે બોલીમાં છે. અક્ષરના રૂપના, માત્રાના અને લયના બંધનથી મુક્ત છતાં લેવાતી છૂટ ભોગવતું પ્રાસયુક્ત ગદ્ય, તે બોલી. ભાણિયસુંદર બોલીવાળા પ્રબંધને વાગ્વિલાસ એટલે બેસીને વિલાસ એવું નામ આપે છે.
૮૪૭. એક મહાકવિ તરીકેની જયશેખરસુરિની વાવતા એમના એક વિશિષ્ટ ગુણથી પણ પ્રતીત થશે. એમના સમકાલીન કે પૂરોગામી કવિઓએ પિતાની કૃતિઓમાં, પિતે ધર્મગુરુ હેઈને; સહજભાવે ધાર્મિક તત્ત્વોને પ્રાધાન્ય આપી દીધું હતું. એમની કૃતિઓમાં એમના કવિત્વ કરતાં એમની ધર્મદેશના
દેખાતી. પરાણે અને મહાકાવ્યના યુગની જેમ એ વખતે પણ સાહિત્યકારોની સાહિત્યસાધનામાં મુખ્યત્વે ધાર્મિક તો એ પ્રેરણા પાયેલી. અલબત્ત, આ પ્રેરણા રાસ, પ્રબો અને ચોપાઈઓમાં
અભિવ્યક્ત થઈ–કેમકે તે સમયના જનસમાજમાં સાહિત્યના આ પ્રકારેએ અજબ આકર્ષણ જમાવ્યું હતું. સંક્ષેપમાં કહીએ તે તત્કાલીન કવિઓ જ્યારે ગતકાલીન મહાકવિઓની પ્રેરણા અને તેમની કૃતિ એમાંથી દોરવણી મેળવવા ઉત્સુક હતા, ત્યારે જયશેખરસૂરિએ પ્રબોધચિન્તામણિ કે ત્રિભુવનદીપક પ્રબંધ જેવી મૌલિક કૃતિઓ સમાજ સમક્ષ ધરીને સાહિત્ય જગતમાં નવો જ યુગ પ્રવર્તાવ્યું. એક ઉચ્ચ કટીના સાહિત્યકાર તરીકે જયશેખરસૂરિની જે ગણના થાય છે તે એમના આ વિશિષ્ટ ગુણને પ્રતાપે જ, એમ કહીએ તો તેમાં જરાયે અતિશકિત નથી.
૮૪૮. મહાકવિ તરીકે જયશેખરસૂરિની યોગ્યતા, એમના સાહિત્યસર્જન કે સાહિત્યજગતમાં એમના ઉચ્ચસ્થાન અંગે વિચારણા કરતાં, પ્રો. મજમુદારનું કથન અહીં વિશેષ ઉલ્લેખનીય બને છે. તેઓ The Journal of the Gujarat Research Society i want The Tendencies In Mediaeval Gujarati Literature નામના મનનીમ લેખમાં નોંધે છે કેThere is another literature also which though inspired by religion lies outside the range of Pauranic Renaissance or the Vaisnavite revival. There are the great mystic poets of devout life, haters of all unreality –Mandana, Akho, Niranta and others—and there are the writers of allegories-Jayasekhara suri, author of “Prabodha Chintamani”; Premananda author of“ Viveka Vanazaro "; Jivaram, author of the “Voyage of Jivaraja Seth "-the Gujarati Pilgrims' Progress: they form a class by themselves.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com