________________
અંચલગચ્છ દિગદર્શન આવે છે.” પંડિત લાલચંદ્ર ગાંધીએ પોતાના આ કથનની પુષ્ટિ માટે “પ્રબોધચન્દ્રદય’ અને જયશેખરસૂરિના ઉક્ત ગ્રંથોનાં અવતરણો ઉપૃત કરી પિતાનાં કથનનું પ્રતિપાદન કર્યું છે, જે ખૂબ જ મનનીય છે.
૮૩૮. ૫. લાલચંદ્ર ગાંધી વિશેષમાં જણાવે છે કે–આ ત્રિભુવનદીપક પ્રબંધની પ્રાચીન શુદ્ધ ગુજરાતી ભાષા જોતાં તે સંકામાં થયેલા માનવામાં આવતા નરસિંહ મહેતા, ભાલણ, મીરાંબાઈ આદિની ગૂજરાતી ભાષા અર્વાચીન જણાઈ આવે છે. કવીશ્વર જયશેખરસૂરિએ આ પ્રબધમાં ધન્યાસી, દડા, વસ્તુ, ચઉપઈ, ૬૫૬, મલ્હારી, ધઉલ, સરસ્વતી ધઉલ, બોલી, જન્માભિષેક ઢાલ, ઠણિ, ઝાબર, તલ, ગૂજરી, છપયઉ, કાવ્ય વિગેરે છન્દોમાં પ્રાસંગિક વ્યવહારિક પ્રબોધ સાથે પરમહંસ અથવા આત્મરાજનું ચરિત્ર પ્રકટ કર્યું છે.
૮૩૯. “જૂની ગુજરાતી ભાષાના જન્મદાતા જનો છે કે કેમ ? એ નિ પક્ષપાત નિરીક્ષણ કરનારા સાક્ષરોધી અજ્ઞાત નથી. જૈન ધર્મના અને જૈન ધર્માનુયાયીઓના સંબંધમાં અનેક વાર અક્ષમ્ય આક્ષેપો કરનાર મહુંમ પ્રો. મણીલાલ નભુભાઈ દ્વિવેદીને પણ પાટણના જન ભંડારોનાં દર્શન થયા પછી લખવાની આવશ્યક્તા સમજાઈ હતી કે–“ગૂજરાતી ભાષાને પ્રથમ ગૂજરાતીનું રૂપ આપનાર જેનો જ હોય એમ માનવાને બહુ કારણ છે. પ્રાકૃતની જે અપભ્રંશ તેમાંથી ગુજરાતી કેવી રીતે થઈ, એનાં અનેકાનેક ઉદાહરણ મળે તેવા ગ્રંથે આ વિભાગમાં ઘણું છે. ઘણીખરી પ્રતિઓ સંવતને ૧૫મા અને ૧૯મા સૈકામાં લખાયેલી છે; એટલે તે પૂર્વે રચાયેલી હોવી જોઈએ, અને તે સમયની ગૂજરાતી ભાષાનું સ્વરૂપ તેમાં સ્પષ્ટ જણાવું જોઈએ. આ વિભાગમાં કથા, આખ્યાનાદિ, કેટલાંક સંસ્કૃત પણ છે, પરંતુ ઘણું આવાં ગુજરાતી જ છે. ”
૮૪. રા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી જણાવે છે કે – ગુજરાતી સાહિત્યના મધ્યયુગ અને તેની પણ પૂર્વના યુગ માટે આજથી પચ્ચીસ વર્ષ પર જે જે અભિપ્રાયો બંધાયેલા ને, નવાં નવાં પુસ્તકો હાથ લાગવાથી કાળક્રમે બદલાતા ગયા છે. દાખલા તરીકે નરસિંહ મહેતાને આદિ કવિનું સ્થાન આપવામાં આવતું, અને સાથે સાથે એવો પણ અભિપ્રાય આપવામાં આવતો કે નરસિંહ મહેતાના સમય પહેલાં ગૂજરાતી સાહિત્ય હતું જ નહીં, તેનો આરંભ નરસિંહ મહેતાથી જ થયો–એ અભિપ્રાય ભૂલ ભરેલ માલમ પડ્યો છે...ઘણું પ્રાચીન કાવ્યો જે અપ્રસિદ્ધ પડી રહેલાં તે પ્રસિદ્ધિમાં આવવાથી જૂના અભિપ્રાય ફેરવી નવા બાંધવામાં આવ્યા છે, અને હાલ જે અભિપ્રાય બંધાયા છે તે પણ સ્થાયી નથી, કારણ હજુ જૈન ભંડારોમાં અને જૈનેતર વ્યક્તિઓના કબજામાં એટલા બધા અપ્રસિદ્ધ લેખ પડી રહેલા છે કે તે જેમ જેમ પ્રસિદ્ધ થતા જશે તેમ તેમ હાલ બંધાયેલા અભિપ્રાય પણ ફેરવવા પડશે. આપણા જનાં સાહિત્ય સંબંધે હાલને જમાને અનિશ્ચિતપણને transitional period–ને છે...”
૮૪૧. ડો. સાંડેસરા “ઈતિહાસની કેડી પૃ. ૨૭ માં નેપે છે કે-સંવત ૧૪૬૨ પછી જ્યશેખરસૂરિએ રચેલ “ત્રિભુવનદીપ પ્રબન્ધ” અથવા “પ્રબંધચિંતામણિ” નો ખાસ ઉલ્લેખ કરવો જરૂરી છે. આ કાવ્ય એક સુંદર રૂપક છે વિશ્વનું સામ્રાજ્ય ધરાવતો પરમહંસ નામને રાજા મોહ નામના શત્રુ ઉપર કેવી રીતે વિજય મેળવે છે એનું તેમાં વર્ણન છે. જો કે આ પૂર્વે પણ પ્રાચીન ગુજરાતી તથા અપભ્રંશમાં ટૂંકા રૂપકો મળી આવે છે–ભવ્યચરિત, જિનપ્રભુ–મોહરાજ વિજયોક્તિ વગેરે–પરતુ સાહિત્યમાં ઉચ્ચ સ્થાન લઈ શકે એવું સુશ્લિષ્ટ રૂપક તો જયશેખરસૂરિનું જ પ્રથમ છે. સંસ્કૃતમાં કૃષ્ણમિત્રના પ્રસિદ્ધ “પ્રધચન્દ્રોદય” નાટક ઉપરાંત બીજું સંખ્યાબંધ રૂપક છે. જયશેખરસૂરિએ પોતે પણ સંવત ૧૪૬ર માં સંસ્કૃત કાવ્યમાં “પ્રબંધચિન્તામણિ” રચ્યું છે. ગૂજરાતીમાં પણ ત્યાર પછી વાણિજ્ય
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com