________________
૧૮૨
અચલગચ્છ દર્શન જયશેખરસૂરિની કૃતિઓ
૮૨૯. આપણે જોયું કે જયશેખરસૂરિએ અસંખ્ય પ્રધે રસ્યા છે. જે એ પ્રથે વિશે વિગતવાર
ખ કરવા જઈએ તે એક સ્વતંત્ર પુસ્તક જ બને એમ છે, એટલે એમણે રચેલા ગ્રંને નામોલ્લેખ જ અહીં પ્રસ્તુત છે. જયશેખરસૂરિએ રચેલા ગ્રંથની પ્રત ભારતમાં તેમજ દરિયાપારના દેશોમાં પણ સાહિત્યના ખજાનાની સમૃદ્ધિ વધારતી સંઘરાયેલી રહી છે. એમની કેટલીક કૃતિઓ પ્રકાશિત પણ થઈ છે. અંચલગચ્છના આચાર્યે આટલી મોટી સંખ્યામાં ઉચ્ચ શ્રેણિની સાહિત્ય કૃતિઓ રચી હોય તો એક માત્ર જયશેખરસૂરિએ જ. એક પ્રથમ કોટિના સાહિત્યકાર તરીકે તેઓ માત્ર આ ગચ્છના કે જૈન સમાજના ઈતિહાસમાં જ નહીં, કિન્તુ ગુજરાતના ઈતિહાસમાં અમર રહેશે.
૮૩૦. જયશેખરસૂરિએ રચેલી કૃતિઓ આ પ્રમાણે ઉપલબ્ધ બને છે –
(૧) પ્રબોધચિતામણિ – સં. ૧૪૬રમાં ૨૦૦૦ પરિમાણની ઉપદેશાત્મમ આ સંસ્કૃત પદ્યકૃતિ એમણે ખંભાતમાં રચી. મંચ સાત અધિકારમાં વિભક્ત છે. આ કૃતિએ એમને ખૂબ જ પ્રિય કર્યા.
(૨) ઉપદેશચિન્તામણિ –સં. ૧૪૩૬ માં આ સંસ્કૃત પદ્યકૃતિ ૫૪૦ ગાથામાં નુસમુદ્ર નામના નગરમાં રહીને રચી. સમુદ્રને પાટશ તરીકે પણ ઓળખાવવામાં આવે છે.
(૩) ઉપદેશચિન્તામણિ અવસૂરિ :–ઉક્ત ગ્રંથ પર એમણે ૧૨૦૬૪ બ્લેક પરિમાણુની સંસ્કૃત ગલમાં ટીકા રચી, જે પ્રથમાદ એમના નાના ગુરુભાઈ માનતુંગરિએ લખી.
(૪) ત્રિભુવનદીપક પ્રબંધ:- પ્રબોધ ચિતામણિ ગ્રંથની જોકપ્રિયતાથી પ્રેરાઈને તેમણે એ કૃતિનું ગુજરાતીમાં રૂપાંતર કર્યું. આ ગુર્જર કૃતિએ જયશેખરસૂરિને ગુજરાતી ભાષાના આદિકવિનું સ્થાન અપાવ્યું. વિદ્વાનોએ આ કૃતિની મુક્તકંઠે પ્રશંસા કરી છે.
) પ્રબંધકોશ : જયશેખરસૂરિએ રચેલા આ ગ્રંથની એક પ્રત ડો. ભાંડારકરે અમદાવાદના ડલાના ભંડારમાં જોઈ હતી, જુઓ એમને સંસ્કૃત હસ્તપ્રત વિષયક ચતુર્થ અહેવાલ, પ્રસ્તાવના પૃ. ૧૭.
(૧) ધમ્મિલ ચરિત્ર:–સં. ૧૪૬૨ માં ૩૫૦૦ શ્લોક પરિમાણની આ સંસ્કૃત પદ્યકૃતિ ચાર ભાગમાં જયશેખરસૂરિએ ગૂર્જરદેશમાં રચી છે. ગ્રંથપ્રશસ્તિમાં તેઓ પોતાની અન્ય કૃતિઓનાં નામો આ પ્રમાણે આપે છે–પ્રબોધચિન્તામણિ, ઉપદેશ ચિતામણિ, જૈન કુમારસંભવ. આ પરથી કહી શકાય છે કે એમની અન્ય મુખ્ય કૃતિઓ સં. ૧૪૬૨ પછી રચાઈ હશે.
(૭) જેન કુમારસંભવ :–સંસ્કૃત ૧૨૨૬ શ્લોક પરિમાણનું આ મહાકાવ્ય ૧૧ સગમાં સં. ૧૮૬૨ પહેલા તેમણે રચ્યું છે. મહાકવિ કાલિદાસે ભગવાન શંકરના જીવનવિષયક “કુમારસંભવ મહાકાવ્ય” રચ્યું છે. એનાં અનુસરણરૂપે જયશેખરસૂરિએ ભગવાન ઋષભદેવ પ્રભુનું ભરતકુમારના જન્મ પર્વતની ઘટનાને વર્ણવતું મહાકાવ્ય રચી તેને “જેન કુમારસંભવ' નામ આપ્યું.
(૮) સંબધ સપ્તતિકા –સિત્તેર પ્રાકૃત ગાથાની આ કૃતિએ ગ્રંથકારેનું ખૂબ જ ધ્યાન ખેંચ્યું છે. સં. ૧૫૨૮માં મેરુસુંદરે આ ગ્રંથ પર બાલાવબોધ રચ્યું. સં.૧૫૭ માં લખાયેલી કોઈ અજ્ઞાત કક અવસૂરિ પણ પ્રાપ્ત થાય છે. ખરતરગચ્છીય પ્રમોદમાણિજ્યગણિના શિષ્ય, શહેનશાહ અકબરની રાજસભામાં સન્માન મેળવનાર ઉપાધ્યાય જયમના શિષ્ય વાચનાચાર્ય ગુણવિનયગણિએ આ ગ્રંથ પર ૨૫•• સંસ્કૃત શ્લેક પરિમાણનું વિવરણ સં. ૧૬૫૧ માં પાલીપુરમાં રહીને રચ્યું છે.
(૯) અજિતશાંતિ સ્તવ:–૧૭ સંસ્કૃત શ્લેકમાં રચાયેલી આ કૃતિ અંચલગચ્છીય શ્રાવકોને બહુધા કંઠસ્થ જ હોય છે કેમકે નવ સ્મરણમાં તેને પવિત્ર પાઠ કરવામાં આવે છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com