________________
મહેન્દ્રપ્રભસર ગોવિંદ શેઠે શત્રુંજયને સંઘ કાઢી ત્યાં તેમણે પ્રજારોપણ કર્યું, સાકરની પરબ બાંધી, માળ પહેરી સંઘવી પદ પ્રાપ્ત કર્યું. તેમણે સંઘને જમાડી પ્રત્યેક માણસ દીઠ એક રૂપિયાની પ્રભાવના કરી, ઘેર આવી દેશત કરી સર્વને પકવાન જમાડી ઘર દીઠ એક સાડી, એક થાળી, એક રૂપિયો અને એક શેરને મોતીચુર લાડુ નાખી આખા શહેરમાં લાણી કરી ઘણું ધન ખાયું, બીજું પણ ઘણું ધર્મકાર્યો કર્યા.
૮૨૬. એમણે રચેલા ગ્રંથની પ્રશસ્તિઓ દ્વારા વિરોધમાં જાણી શકાય છે કે એમને ખંભાતની રાજસભામાં કવિચક્રવતીનું બિરુદ પ્રાપ્ત થયેલું. જૈનકુમારસંભવની પ્રશસ્તિમાં તેઓ પિતાને વાર થા કહે છે. એ ગ્રંથમાં વિવાહવિધિ અંગે તેમણે વિશદ વર્ણન રજૂ કર્યું હોઈને કેટલાક વિદ્વાને એમને પરિણિત માનવાને પણ પ્રેરાય છે. ગ્રંથ રચવાના સ્થળ નિર્દેશથી સમજાય છે કે એમને વિશેષ વિકાર ગુજરાતમાં થયો હોય. “ત્રિભુવનદીપક પ્રબંધમાં ગૂજરાત તિડાં આંબા પીઈ' ઇત્યાદિ વર્ણન વિલેતાં જયશેખરસુરિની જન્મભૂમિ ગુજરાત હવાને બહુધા સંભવ છે.
૮૨૭. જયશેખરસૂરિની પ્રતિભાની અસર નીચે અનેક નદિત સાહિત્યકારે ઉછર્યા હતા. સુપ્રસિદ્ધ સાહિત્યકાર માણિકસુંદરસૂરિ એમના વિદ્યાશિવ હતા એમ તેમના શ્રીધરચરિત્રના મંગળાચરણનાં પદ્યથી મૂચિત થાય છે. જેન કુમારસંભવ મહાકાવ્યની ટીકા રચનાર ધર્મશેખરસૂરિ પણ એમના શિષ્ય હતા. ઉપદેશ-ચિન્તામણિની ટીકાને પ્રથમદર્શી પુસ્તકમાં લખનાર માનતુંગગણિને જયશેખરસૂરિએ પોતાના નાના મુબંધુ તરીકે ઓળખાવ્યા છે. “શીલસંધી' નામના ગ્રંથના કર્તા ઈશ્વગણિ પણ જયશેખર સૂરિના શિષ્ય હતા.
૮૨૮. જયશેખરસુરિની પ્રતિભાથી એ સિકો રંગાઈ ગયો હતો, એમની સાહિત્ય પ્રવૃત્તિ સાથે ઓતપ્રોત થઈ ગયો હતો એટલું જ નહીં, શતાબદીઓ પછીના સાહિત્યકારેએ પણ એમની પ્રતિભાને ઝીલવાના કે એમનું અનુસરણ કરવાના પ્રયાસ કર્યા છે. તેમણે રચેલા પરવંસ પ્રબંધ-પ્રબોધ ચિત્તામણિ ચોપાઈનું અથવા તે તેને લગતું વસ્તુ લઈને તપાગચ્છીય વિજ્યસનમુરિના એક શ્રાવક ના હીરાએ સં. ૧૬૬૪ માં ધર્મબુદ્ધિરાસ રચ્યો છે. ખરતરગચ્છીય વિદ્યાકીર્તાિએ સં. ૧૬૭૨ માં અને મતિકાતિએ સં. ૧૬૯૭ માં ધર્મબુદ્ધિ મંત્રી ચોપાઈ રચેલ છે. વિક્રમના ૧૬મા સકામાં વિદ્યમાન આગમગથ્વીય ‘પં. ઉદયધર્મે “ત્રિભુવનદીપક પ્રબંધ'ના ૧૯૫માં દૂઠાને પિતાના “ધર્મદાસ્પદુભ' નામના ગ્રંથમાં ઉશ્ચત કરેલ છે. ઠેઠ અઢારમી સદી સુધીના સાહિત્યકારે પણ જયશેખરસૂરિની મોહિની ત્યજી શક્યા નહીં! એ શતાબ્દીમાં ખરતરગચ્છીય સુમતિરંગે સં. ૧૭૨૨ માં પ્રબોધચિતામણિ રાસ-જ્ઞાનકલા ચા પાઈ–મોહવિવેકની ચોપાઈ, ધર્મ મંદિરે સં. ૧૭૪૧ માં પ્રબોધચિતામણિરાસમોહવિવેકનો રાસ; લાભવર્ધને સં. ૧૭૪૨ માં, કુશલલાએ સં. ૧૭૪૮ માં અને ઉદયરને તેમજ નેમવિજયે રચેલ ધર્મબુદ્ધિ-પાપબુદ્ધિ રાસ આદિ કૃતિઓ એક યા બીજી રીતે જયશેખરસૂરિની ઉક્ત કૃતિનું અનુસરણ જ છે. આ કવિઓએ જયશેખરસૂરિ પ્રત્યેનું ઋણ દર્શાવવા તેમની કૃતિમાં એમને નમોલ્લેખ કર્યો જ છે, જેનાં બે ઉદાહરણ જોઈએ:
(૧) સુમતિરંગ સદા લહિએ શિવવધૂ સુખ હેત, ' પ્રબોધ–ચિન્તામણી ગ્રંથ એ ઉધરો ધર્મ હેત. ૮
–સુમતિરંગ. (૨) પ્રબંધ ચિન્તામણિ ગ્રંથ પ્રસિદ્ધો, શ્રી જયશેખર કોઇ; મોહ વિવેક તણ અધિકારા, ગિર્વાણુ વાણી સારા. ૧૦
-ધર્મમંદિર.
| gવના સાયકારા પણ રાણાના કાતનું અનુસરણ કરવાના :
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com