________________
૧૮૦.
અચલગચ્છ દિગ્દર્શન ૨૧. રાધનપુરના શ્રી શાંતિનાથ જિનાલયની પંચતીર્થી ઉપર આ પ્રમાણે લેખ છે?
सं. १४६८ वर्ष का. २ सोमे श्रीश्रीमाल ज्ञातीय कडूयाभार्या ऊतायाः सुताः श्री थाणारसी 'श्री......भ्यां श्री संभवनाथविध श्री मुनिशेखरसूरीणामुपदेशेन पितः भ्रात वीरपालश्रेयोर्थ कारापितं । बजाणाग्राम वास्तव्यः ॥
આ લેખમાં કહેવા મુનિશેખરસૂરિ એજ સંભવે છે, જે એ સ્વીકાર્યું હોય તે મુનિશેખરસૂરિ સં. ૧૪૬૮ માં વિદ્યમાન હોવાનું સ્વીકારી શકાય. આપણે જોયું કે મુનિશેખરસુરિને સં. ૧૪૨ માં આચાર્યપદ પ્રાપ્ત થયું હતું. અને એથી પાંચેક વર્ષ જેટલો ઓછામાં ઓછો સમય એમણે મુનિ , પર્યાયમાં વિતાવ્યો હોય. નાની ઉંમરમાં દીક્ષા લીધી હોય તે મુનિશેખરસૂરિની વિદ્યમાનતા સં. ૧૪••
થી સં. ૧૪૬૮ ની વચ્ચે તારવી શકાય છે. ઉક્ત પ્રતિષ્ઠા લેખમાં કહેલા મુનિશેખરસુરિ અંગે શંકા રહેતી હોય તે પણ સં. ૧૪૬૨ માં રચાયેલા “ધમ્મિલચરિતની પ્રથા પ્રશસિત મુનિશેખરસુરિની વિદ્યભાનતા સં. ૧૪૬૨ સુધી તો સિદ્ધ કરે જ છે. આથી વિશેષ એમને વિશે જાણી શકાતું નથી. કવિચક્રવતી જયશેખરસૂરિ.
૮૨૨. ગુજરાતી ભાષાના આદ્યકવિ તરીકે વિદ્વાનોએ જયશેખરસૂરિને સ્થાન આપ્યું છે એ હકીકત અંચલગચ્છ માટે જ નહીં, કિ-તુ સમગ્ર જૈન શાસન માટે પણ ગૌરવપ્રદ છે. એમણે અસંખ્ય કૃતિઓ રચી છે. એમની એ બધી કૃતિઓ વિશે નોંધ કરવા જઈએ તે પણ એક સ્વતંત્ર ગ્રંથ થાય એમ છે. આવા પ્રતિભાશાળી કવિના જીવન વિશે પણ વિશેષ કાંઈ જ માહિતી ઉપલબ્ધ થઈ શકતી નથી એ દુઃખને વિષય છે. પિતાની કૃતિઓમાં એમણે પોતાને સવિશેષ પરિચય કક્ષાએ આંખો નથી. તેઓ પદધર ન હોવાથી પદાવલીઓમાં પણ એમના જીવન વિષે નેંધ ન લેવાઈ અને શતાબ્દીઓ વહી જતાં આપણે એમના અંગત જીવન વિશે તદ્દન અનભિન્ન જ રહ્યા.
- ૮૨૩. આપણે જોયું કે મહેન્દ્રપ્રભસૂરિના ત્રણ મુખ્ય શિવ્યોમાં તેઓ વચટ હતા. અને એમને સં. ૧૪ર૦ ને આષાઢ સુદી ને દિવસે અણહિલપુરમાં આચાર્યપદ પ્રાપ્ત થયું હતું. એ પદ મળતા પહેલાં ઓછામાં ઓછા પાંચેક વર્ષ જેટલો સમય તેમણે મુનિ પર્યાયમાં વિતાવ્યો હોય અને તદ્દન નાની ઉમરમાં દીક્ષા અંગીકાર કરી હોય તે પણ સં. ૧૪૦૦ ની આસપાસ તેઓ જમ્યા હોવાનું નક્કી કરી શકાય છે.
૮૨૪. “જેને ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ ' ભા. ૧, લેખાંક ૬૮૮ માં બુદ્ધિસાગરજી જયશેખરસૂરિને એક પ્રતિષ્ઠા લેખ નેપે છે. પેથાપુરના જિનાલયની ધાતુમૂનિ પર આ પ્રમાણે લેખ હોવાનું તેઓ કહે छ : सं. १५१७ वर्षे फा० श्री वीरवंशे श्रे० चांपा भार्या जासु पुत्र मालाकेन भ्रा० पनिजीभाईसहितेन अञ्चलगच्छे जयशेखरसूरीणामुपदेशेन स्वश्रेयसे श्री सुमतिनाथबिंब का०॥ આ લેખ ોંધવામાં મોટી ભૂલ થયેલી સંભવે છે. જયશેખરસૂરિનું નામ જ બરાબર હોય તો સં. ૧૫૧૭ માં ભૂલ છે અને જો એ વર્ષ સાચું હોય તો જ કેસરીરિનું નામ ત્યાં બંધબેસતું આવે. બીજો વિકલ્પ જ ઠીક લાગે છે. જો એ લેખનું વર્ષ સ્વીકારવામાં આવે તો જયશેખરસુરિની ઉમર સો વર્ષથી પણ ઘણી વધી જાય ! ! જે સંગતપ્રતીત નથી. “ધમ્મિચરિત ની ગ્રંથ પ્રશસ્તિને આધારે જયશેખરયુરિની વિદ્યમાનતા સં. ૧૪૬ર સુધી નક્કી કરી શકાય છે. એ પછી પણ તેઓ જીવ્યા હશે.
૮૨૫. પં. હી. કં. લાલન “જેનશેત્ર સંગ્રહ” પૃ. ૯૫ માં એ છે કે એસ વંશના સહસગણા ગાંધી ગોત્રી ગોવિંદ શેઠ સં. ૧૪૧૪ માં રતનપુરમાં થઈ ગયા. તેમણે ત્યાં ૭૨ દેવકુલિકાયુકત શ્રી આદિનાથ પ્રભુને અદ્દભૂત જિનપ્રાસાદ બંધાવ્યો અને તેની પ્રતિષ્ઠા જયશેખરસૂરિના ઉપદેશથી કરાવી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com