________________
શ્રી મહેન્દ્રભસૂરિ
૧૭ - કર્યું, તેમાં જ નિશ્ચલ રહ્યા. દશ પ્રડર ધ્યાનમાં જતાં વિવ વમન થયું. તે સર્વે પ્રાણ ત્યજે. સમગ્ર વિશ્વવ્યાપ ટળતાં આકાશમાં જય જયારવ પ્રવર્યો, સમસ્ત લોક આનંદ પાગ્યા, દાદિ. પ્રકરણ પ્રસંગે અને પ્રતિષ્ઠાઓ,
૪૦૨. પં. . . લાલનના “જેનગોત્ર સંગ્રહ ને આધારે મહેન્દ્રપ્રભસૂરિના સમયમાં શ્રીમાલી વંશના ભાદરાયણ ગોત્રીય ગેગન શેઠ સં. ૧૪૪૫ માં ગેલિવાડમાં પીપરડી ગામમાં વસતા હતા. તેમણે સર્વ ગચ્છના મુનિઓને ગામો ગામ વાણોતર મોકલી કપડા વહોરાવ્યાં, જેથી તેના વંશજો ડહરવાલિયાની એડકથી પ્રસિદ્ધ થયા. “એક શ્રીમાળી જૈન કુટુંબની જૂની વંશાવલી 'માં આ પ્રમાણે ઉલ્લેખ છે :खभायत पासिं तारापुरि-पूर्वि माधव पुत्र नगा भा० नागदे पु० १ गोगन २ गणपति। संवत् १४४५ वर्षे धी शत्रुजयतीर्थनी यात्रा कृता। श्री रंगरत्नरिनिं आचार्यपदेस्थापना श्री अंचलगच्छे गुजराती सोरठी चोरांसी गच्छना यतिनि वेस वुहराव्या । घाणोत्र મેટીની જીf gf યુવાઢીયા પ્રસિદ્ધ સિદ્ધ | આ વહી પરથી સ્પષ્ટ થાય છે કે ગોગન
ભાત પાસેના તારાપુરના વતની હતા. તેમણે સં. ૧૪૪૫ માં શત્રુંજય તીર્થની યાત્રા કરેલો તથા રંગરનસુરિન પદ મહોત્સવ પ્રસંગે ૮૪ ગ૭ના યતિઓને વાણોતર મોકલાવી વેશ વહોરવેલ. એ જ વંશમાં ચરોતરમાં માતર પાસેના ગોભલેજગામના રહેવાસી ભાદા શેઠે શત્રુંજય પર જિનપ્રાસાદ બંધાવી તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પ્રસ્થાપિત કરી. ખેરાલુમાં આ વંશના ઝાલા શેઠ બહુ ખાટ્ય અને પ્રસિદ્ધ પુન્ન થઈ ગયા. તેમણે સં. ૧૪૨૫માં દુકાળ પડવાથી દાનશાળા તથા સરોવર બંધાવવાનાં કાર્યોમાં ઘણું ધન ખરચ્યું અને લોકોને ઉગાર્યા. તેમણે શત્રુંજય પર શ્રી આદીશ્વર ભગવાનનું વિશાળ જિનાલય પણ બંધાવ્યું અને તેમાં અગિયાર કરોડ દ્રવ્ય ખરચ્યું.
૮૦૩. શ્રીમાલી વંશના પારસ ગોત્રીય મના શેઠ થઈ ગયા. તેઓ બાલ્યાવસ્થામાં નગર બહાર રમતા હતા તે વખતે કોઈ ધૂતે તેના કાન તોડીને આભૂષણ ઝૂંટવી લીધું. બાળકે ચીસ પાતાં ત્યાં ઘડા ખેલાવતે રાઉલ પાયક દોડી આવ્યો અને નાસતા તે ધૂર્તને તેણે તલવારથી મારી નાખ્યો. આ પ્રસંગ પછી મના શેઠના વંશજો તે ધૂર્તાના નામ પરથી છુટસખા' એકથી ઓળખાયા. એ વંશમાં સં. ૧૪૪૫ માં પાટણના રહેવાસી દેવસી શેઠે શત્રુંજયનો સંઘ કાઢીને અંચલગચ્છીય રંગરત્નસૂરિના ઉપદેશથી ઘણું ધન ખરચ્યું. હીરાના ભાઈ વીરાએ સં. ૧૪૬ માં સમતિલકસૂરિના ઉપદેશથી પાટણમાં ફેલિયાવાડમાં પૌષધશાળા બંધાવી. આ વંશના મૂળ પુરુષ તોલા શેઠ ભિન્નમાલમાં વસતા હતા. ઉદયપ્રભસૂરિના ઉપદેશથી તેમણે જૈન ધર્મ સ્વીકારેલો. સં. ૧૧૧૧ માં ભિન્નમાલને નાશ થવાથી તેના વંશજ નરિયા શેઠ ત્યાંથી નાશીને છેવટણમાં જઈ વસ્યા. આ વંશમાં જગદે નામના શેડથી મહેતા એડક થઈ છે.
૮૦૪. શ્રીમાલી વંશના લાછિલ ગોત્રીય ગોપાલશેઠ પાટડીમાં વસતા હતા. તેઓ ઝાલા રાજ્યમાં કારભારીપદે નિયુક્ત થયેલા. તેના વંશજો પારિખની એડકથી ઓળખાયા.
૮૫. શ્રીમાલી વંશના ચંડીસર ગોત્રીય જગા શેઠે સં. ૧૭૯૫ના વૈશાખ સુદી ૧૧ને દિવસે પુનાસા ગામમાં જિનાલય બંધાવ્યું. આ જિનાલય પૂર્ણ થતાં મડે-દ્રપ્રભસૂરિના ઉપદેશથી તેની પ્રતિષ્ઠા થઈ
૮૬. ઓશવંશના દેઢિયા ગોત્રીય માલકાણીના વંશમાં થયેલા સંઘવી મીમણ શેઠ કચ્છના ખાખર ગામમાં વસતા હતા. ૧૪૪૧માં તેમણે શત્રુંજય તથા ગેડી પાર્શ્વનાથજીના સંઘે કાઢી ધર્મકાર્યોમાં ઘણું દ્રવ્ય વાપર્યું છે. એ વંશના મણસીના પુત્ર માણકથી માણકાણી ઓડક નીકળી છે. છસરામાં થયેલા રાણા, શેઠે સંઘ સહિત શત્રુંજયની તથા ગોડી પાર્શ્વનાથની યાત્રા કરી અને ઘેર આવી દેશતેડું કરી ઘણું ધન ખરચ્યું. ભગ્રંથથી જણાય છે કે તેના વંશજો રાણાણી એડકથી ઓળખાય છે.
૨૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com