________________
૧૭૬
અંચલગચ્છ દિગદર્શન
પ્રભાવક આચાર્ય,
૭૮. મહેન્દ્રપ્રભસૂરિ પ્રભાવક આચાર્ય હતા. એમને પ્રભાવક આચાર્યોની શ્રેણિમાં મૂકી શકાય એવાં બીજ પ્રમાણો પ્રાચીન ગ્રંમાંથી ઉપલબ્ધ બને છે. એમના પટ્ટશિષ્ય મેરૂતુંગમૂરિ એમણે રચેલી લઘુશતપદીની ગ્રંથપ્રશસ્તિમાં એવા કેટલાક પ્રસંગો આ પ્રમાણે નોંધે છે –સં. ૧૪૦૯ માં જ્યારે તેઓ નાણી નામના ગામમાં ચાતુર્માસ રહ્યા હતા, ત્યારે ત્યાં વર્ષાઋતુ આવ્યા છતાં પણ વરસાદ નહીં આવવાથી, આચાર્યો પોતાના જ્યોતિર્તાનને માહાસ્યથી ચાલીશ દિવસોનું વિધ્ર જાણીને ધ્યાનને પ્રારંભ કર્યો, અને તેથી ઉત્તમ વૃષ્ટિ થઈ. એ વર્ષે આસો વદિ આઠમને દિવસે તેમને મહા ઝેરી સર્ષે ખ દીધા. તેથી આચાર્ય શ્રી પાર્શ્વનાથ પ્રભુના મંદિરમાં જઈ સરિમંત્રનો જાપ કરવા લાગ્યા. તે જાપના પ્રભાવથી દસમે પહેરે સર્વ શરીરમાં પ્રસરેલું વિષ મુખ દ્વારા વમાઈ ગયું. પ્રભાતે સર્વ લોકોએ તે આશ્ચર્ય જોઈને હજાર લોકેએ મળીને મહેસવ કર્યો અને ભાવના ભાવવા લાગ્યા કે “અહો ! કલિકાલમાં પણ હજી સમ્યફ ધ્યાનને પ્રતાપ રહેલ છે !' સંધવી ચૂણું પ્રભૂતિ શ્રાવકેએ શીલત્રતાદિ તેમની પાસેથી ગ્રહણ કર્યો. એમણે અનાયાસે ઉચ્ચારેલાં વચનો પણ ફલીભૂત થતાં. તેઓ સ્વભાવથી કલ્પવૃક્ષથી પણ અધિક માતામ્યવાળા હતા.
૭૯૯. પટ્ટાવલીમાં પણ મેÚગરિની ઉક્ત પ્રશસ્તિની હકીકતને બહુધા મળતો જ વૃત્તાંત છે. તેમાં વર્ણવવામાં આવ્યું છે કે મહેન્દ્રપ્રભસૂરિ વિહરતા સં. ૧૪૦૯ માં મારવાડ અંતર્ગત રાણું નામના ગામમાં પધાર્યા. ત્યાંના સંધના આગ્રહથી તેઓ ત્યાં જ ચાતુર્માસ રહ્યા. એક વખતે આસો સુદી આઠમને દિવસે ત્યાં રાત્રિએ તેઓ કાયોત્સર્ગ ધ્યાનમાં બેઠેલા હતા તે વખતે એક સર્ષે તેમના ડાબા પગના અંગૂઠા પર દંશ દીધો, પરંતુ નિશ્ચલ મનવાળા ગુરુ ત્યાં જ આઠ પહોર સુધી શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં ધ્યાનમાં લીન થઈ એવી જ રીતે કાર્યોત્સર્ગમાં રહ્યા. એવી રીતે આઠ પહોર વીત્યા બાદ તે જ સેપે ત્યાં આવી સર્વ માણસનાં દેખતાં દેશની જગ્યાએથી પોતાનું વિષ પાછું ખેંચી લીધું. ત્યાર બાદ તે સર્ષ મૂર્શિત થઈ ઢળી પડ્યા. દયાળુ ગુએ મંત્રેલું જળ છાંટવાથી તે પુનઃ સચેતન થયો, અને બધાનાં દેખતાં ગુને ત્રણ પ્રદક્ષિણા દઈને પિતાને સ્થાનકે ગયે. પછી સથે મળીને અઠ્ઠાઈ મહત્સવ કર્યો.
૮૦૦. મેરૂતુંગસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીની કેટલીક બાબતો મેરૂતુંગસૂરિ કૃત શતપદી સારોદ્ધારની કેટલીક હકીકત સાથે જૂદી પણ પડે છે. પ્રશસ્તિમાં નાણી ગામનો ઉલ્લેખ છે, જ્યારે પટ્ટાવલીમાં રાણું ગામને ઉલ્લેખ છે. પ્રશસ્તિમાં વર્ષ ન આવવાની અને ચાલીસ દિવસના વિપ્નની વાત છે, જે પદાવલીમાં નથી; અલબત્ત, પટ્ટાવલીના ભાષાંતરમાં એ વાત પાછળથી ઉમેરી દેવામાં આવી છે. દશમા અને આઠમા પ્રહરને ભેદ સંતવ્ય ગણીએ તો પણ પ્રશસ્તિમાં ઝેર મુખથી વભાઈ જવાની વાત છે, જ્યારે પટ્ટાવલીમાં સાપ એ ઝેર ચૂસી લે છે, મૂર્શિત થાય છે, ગુરુની મંત્રશક્તિને પ્રભાવે પુનઃ સચેતન થાય છે ઈત્યાદિ વાતો વણી દેવામાં આવી છે. બીજી પણ કેટલીક બાબતોમાં વિસંવાદિતા છે જ. આ અંગેનો ખ્યાલ ઉપર્યુક્ત અવતરણો પરથી જ સ્પષ્ટ થઈ જાય એમ છે.
૮૦૧. ભીમશી માણેકની પદાવલીમાં પણ કેટલાક ફેરફાર સાથે ઉપર પ્રમાણે જ વાત જાણવા મળે છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે એકદા મરુસ્થલે નાણી ગ્રામે શ્રાવકોએ મહેન્દ્રપ્રભસૂરિને ચોમાસું સખ્યા. ત્યાં ૮૩ મે દિવસે વિન થયુ જાણીને ધર્મની વાહર કરાવી. અશ્વિન સુદી આઠમની તિથિએ મધ્યરાત્રિએ ગુરુ કાર્યોત્સર્ગમાં બેઠા હતા તે વખતે તેમને કાલ દારૂણ સર્પ કર્યો. તે વખતે મંત્ર-ત્ર, અને ઔષધીઓ કરવાને ભ્રમ ત્યાગીને એકતિ દઢ મન રાખી એક જ, શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ખાન
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com