________________
અચલગચ્છ દિદને ગચ્છના ઇતિહાસના ત્રીજા અંકમાં ધર્મમૂર્તિ સરિ અને કલ્યાણસાગરસૂરિના આધ્યાત્મિક શાસન દરમિયાન પણ જોવા મળે છે. અંચલગચ્છના ઇતિહાસના આ ત્રણ તબક્કાઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એ તબક્કાઓ દરમિયાન જે કાર્ય થયું તેની દૂરગામી અસર રહી. આપણે જોયું કે અંચલ ગચ્છપ્રવર્તક આયંરક્ષિત રિએ આ ગ૭માં જે ચેતના પ્રકટાવી તેની અસર ઉતરતા ક્રમમાં–પણ ઠેઠ સુધી રહી. એ ચેતના પ્રસરાવનારું મુખ્ય બળ બન્યા એમના સમર્થ શિષ્ય જયસિંહસૂરિ. એવી જ રીતે એ ચેતનાને પુનઃ જુસ્સાભેર પ્રકટાવવાનું કાર્ય મહેન્દ્રપ્રભસૂરિને ફાળે આવ્યું અને તેને ચેગમ પ્રસારિત કરવાનું મુખ્ય બળ બન્યા પ્રભાવક આચાર્ય મેરૂતુંગસૂરિ. આ કાર્યની પણ ત્રણેક શતાબ્દીઓ સુધી અસર રહી. પુનઃ ત્રીજા તબક્કામાં એજ કાર્ય ધર્મમૂર્તિસૂરિ અને કલ્યાણસાગરસૂરિએ એજ નિષ્ઠાથી ઉપાડયું અને વ્યાપક બનાવ્યું, જેની ચમત્કારિક અસર આજ દિવસ સુધી રહેવા પામી ! !
૭૨. પટ્ટધર થયા પછી મહેન્દ્રપ્રભસૂરિએ આ ગચ્છની વ્યવસ્થાનું આંતરદર્શન કર્યું અને તેની નબળાઈએ જાણી લઈને તેને નિર્મૂળ કરવાના પ્રયાસ કર્યા. ભાવસાગરસૂરિ રચિત ગુર્નાવલીમાંથી જાણી શકાય છે કે વિષમ-દુધમ કાલુના પ્રભાવથી તથા પ્રમાદને દોષથી તપ, નિયમ, ક્રિયા અને વિદ્યારહિત થયેલા પોતાના ગચ્છની શિથિલતાઓ જોઈને મહેન્દ્રપ્રભસૂરિ વિચારવા લાગ્યા કે આનો ઉપાય કર્યો? ગછને ઉદ્યોત કેમ થાય ? આચાર્યે એકચિત્ત એકાંતમાં ધમાન ધયું. આયંબિલ તપના વિધિપૂર્વક છ મહિના સુધી સૂરિમંત્રને એક લાખ પ્રમાણ જાપ કર્યો. દેવીએ પ્રત્યક્ષ થઈને સૂરિને નમન કરીને કહ્યું કે ઇચ્છેલું અને ગ૭ની દીપ્તિ કરનારું ફલીભૂત થશે
અહ કાલ વિસમ ઈસમ વસે તુર્દ પમાય સે, તવ નિયમ કિરિય વિજ્જા રહિયં દહૂણ નિય ગઈ. ૭૩ ચિંતઈ સુગુરુ કમુવાયમિતિ દેવી વયણ મિત્તિ ઉછલિય, ઈગ ચિત્ત મંત રાઓ એગતે ઝાયગો હોઉ. ૭૪ અંબિલ તપ વિહિ પુવૅ છબ્બાસં જાવ મૂરિમંતરૂ, જાવો :લખ પ્રમાણે સાહણ જેએણુ તેણે ક. ૭પ પયડી ભૂયા દેવી નમિણ ગરું પભાસએ વયણું,
સહસં સમીહિયં વિય ભવિસઈ ગછ દિત્તિકર. ૭૬ ૭૯. એ પછી દિન પ્રતિદિન તપ, નિયમ, ક્રિયા અને વિદ્યા હિંગત થતાં ગયાં. સૂર્યની જેમ ધર્મને પ્રતાપ ફેલાવતા મહેન્દ્રપ્રભસૂરિ અનુક્રમે મડીતલમાં વિચરતા રહ્યા. લબ્ધિના પ્રભાવથી પ્રતિબોધ આપી ઘણા શિયોને તેઓ ચારિત્ર પ્રદાન કરે છે. પાંચસો શિષ્યોના પરિવારયુક્ત ગચ્છમાં આચાર્ય શોભે છે–
તને દિવસે દિવસે વઈ સેહગ ઉગ કિરિયાએ, રવિ પરિ ધમ્મ પયાવો અહ વિહરઈ મલિયલે કમ સો. ૭૭ બહુ સસ લદ્ધિ વસઓ પડિબેહિય દેઈ ભવિ ચારિત્ત,
પંચ સી પરિવારે ગણ મજકે ભાસએવિ ગુરુ. ૭૮ ૭૬૪. લાવાયચંદ્ર રચિત પદાવલીમાંથી પણ મહેન્દ્રપ્રભસૂરિએ ગણુની વૃદ્ધિ કરી એ અંગે ઉલ્લેખ भणे छ : पृथिव्यां स ख्यातो जनिं गुरु महेन्द्रप्रभ इति । य आचाम्लैस्तुष्ट प्रवचन सुरीइत्त वरतो। गणं वृद्धिं नीत्वा निजवपुरकाढुदयविष ॥ ३४ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com