SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ અચલગચ્છ દિગ્દર્શન આ પરથી સિદ્ધ થાય છે કે તેઓ એશવંશીય હતા. કવિવર કાન્ટ એમનાં માતાપિતાનાં નામ અનુક્રમે નિંગિણી અને આભા આપે છે તે પણ અન્ય પ્રમાણે સાથે સુસંગત જણાય છે. ૭૮૦. પદાવલીમાં બીજી અસ્વીકાર્ય બાબત એ છે કે તેમાં એવું કહેવામાં આવ્યું છે કે બાળક મહેન્દ્રના માતાપિતા મૃત્યુ પામતાં, તેના મામાએ તેને સિંહતિલકરિને સમર્પણ કર્યો અને એશિયા નગરમાં તેને દીક્ષા આપવામાં આવી. હકીકતમાં સિંહતિલકસૂરિ એમના ગુરુ નહીં પરંતુ ગુરુબંધુ હતા. આપણે વિચારી ગયા કે સિંહતિલકસૂરિ બે વર્ષથી પણ ઓછા સમય સુધી પટ્ટધર તરીકે રહી શકપા. એ સમય દરમિયાન તેમણે કેઈને દીક્ષા આપી હોય એ વાત પ્રકાશમાં આવી નથી. બીજું, બાળક મહેન્દ્રને એશિયામાં નહીં પરંતુ વિજાપુરમાં દીક્ષા પ્રદાન થઈ હતી. આ વાતના સમર્થનમાં કેટલાંક પ્રમાણેનાં અવતરો આપવા અહીં પ્રસ્તુત છે. ૮૧. બાળક મહેન્દ્ર ધમપ્રભસૂરિની પાસે સં. ૧૭૭૫ માં દીક્ષા અંગીકાર કરી, સં. ૧૯૩ માં એમને આચાર્યપદ આપવામાં આવ્યું અને સં. ૧૩૯૮ માં એમને ગધૂરા સોંપવામાં આવી એ વિશે ભાવસાગરસૂરિ “ગુર્વાવલી માં આ પ્રમાણે નોંધે છે. પણ હુતરિ વય ભારે ધમ્મપહરિરાય કર કમલે, તે તિનવઈ વરિએ સૂરી ગણુભાર અનવઈમ્મિ. ૭ર આ પરથી સિદ્ધ થાય છે કે બાળક મહેન્દ્ર સિંહતિલક્યુરિ પાસે નહીં, કિન્તુ ધમપ્રભસૂરિ પાસે સં. ૧૩૭૫ માં દીક્ષા અંગીકાર કરેલી. ૭૮૨. કવિવર કાહ ગચ્છનાયક ગુસ્સાસમાં સં. ૧૩૭૫ માં વજલપુરમાં બાળક મહેન્દ્ર દીક્ષા લીધી તે વિશે સૂચન કરે છે : વજલપુરિ પંચતરઈ એ મા આચારિજ પય ધારુ, ખંભનયરિ અઠ્ઠાણુઉંએ મા ગુસ્યઉ ગછ નહિંદુ, જસ જ જગિ ઝગમગ કરએ મા ગયણ ગણિ જિમ ચંદુ. • ૮૩. મુનિ લાખા “ગુપટ્ટાવલીમાં મહેન્દ્રપ્રભસૂરિનાં કવન વિશે આ પ્રમાણે નોંધ કરે છે: दसमा गणधर श्री महिंद्रप्रभसूरि । वडग्रामे । श्रेष्ठि आसू पिता ॥ जीवणी माता॥ જન્મ સંવત ૨૩૭ રીક્ષા || વગg | હવત ૨૩૨ પર પ૬ ! पत्ते । संवत १३९८ वर्षे गच्छनायकपद ॥ संवत १४४४ वर्षे निर्वाण पस्ने । सर्षाय वर्षे ८०॥ ૭૮૪. મુનિ લાખાના કથનને આધારે મહેન્દ્રકુમારે વઈજલપુરમાં સં. ૧૩૭૫ માં દીક્ષા અંગીકાર કરી. હી. હં. લાલન “જૈનધર્મને પ્રાચીન ઇતિહાસ માં દીક્ષા સ્થળ તરીકે વિજયપુરનું નામ સૂચવે છે. ભીમશી માણેકની પદાવલીને આધારે ડૉ. કલાટ એ સ્થળને વિજાપુર કહે છે. શક્ય છે કે વજલપુર વિજયપુર–વીજાપુર એકજ સ્થળનાં જુદાં જુદાં નામો હેય. ૭૮૫. ડો. કલાટની નેંધનું અવતરણ અહીં અભીષ્ટ છે : Mahendraprabhasuri (Sat. prabhu ), son of Asa Setha (Mer. Parikha Abha ) in Vada-gram and of Jivanade, born Samvat 1363, diksha 1375 (Mer. 1369, Sat. 1365) in Vijapura, acharya 1393 (Mer. 1389 ) in Anahila pura, gachha Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy