SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ એ સિંહતિલકસૂરિ પ્રગતિ સાધેલી, કિન્તુ આ ગચ્છના ઓસરતા જતા પ્રભાવે તેમને નવું નેતૃત્વ શોધવાનો અવકાશ આપ્યો. પછીના સૈકાઓમાં વલ્લભ સંપ્રદાયે ગુજરાતના લોકોમાં ખૂબ જ આકર્ષણ પેદા કર્યું. તેની અસરથી પ્રભાવિત થઈ થોડાક નાગરે વૈષ્ણવ બન્યા. ક્રમે ક્રમે ધર્મ પરિવર્તન કરનારાઓની સંખ્યા વધતી ગઈ છેલ્લે વડનગરમાં સં. ૧૯૩૦-૪૦ માં આ જ્ઞાતિના ૨૦-૩૦ જૈન કુટુંબો જ રહ્યા. જૈન લઘુમતીમાં આવતાં જ વૈષ્ણવ જ્ઞાતિએ તેમને સાફ શબ્દોમાં સંભળાવી દીધું કે જે કંઠી ન બાંધે તે કન્યાની લેવડ–દેવડ બંધ થશે. જૈન નાગરોએ આથી અમદાવાદના સંધને વિનતિ કરી કે તેમને અન્ય જ્ઞાતિ સાથે ભેળવી દેવામાં આવે, નહીં તે જૈન ધર્મનો ત્યાગ કરવાની તેમના પર ફરજ પડશે. અમદાવાદના સંધમાં આ પ્રશ્ન ખૂબ જ ચર્ચાય. જૈન ધર્મનુયાયી હોવા છતાં સંઘના કેટલાક અગ્રણીઓએ જ્ઞાતિબંધનને વધુ વજન આપ્યું અને પરિણામે રહ્યા–સા નાગરને અસહાય દશામાં ધર્માતર કરવાની ફરજ પડી. આ રીતે કમનશીબે ગત શતાબ્દીના પૂર્વાર્ધમાં જ આ સમર્થ જ્ઞાતિ જૈનધર્મના ઈતિહાસના પોમાંથી અદશ્ય થઈ માત્ર શિલાલેખોમાં એમના પૂર્વજોનું જૈનધમી તરીકે નામ રહ્યું. ૧૯. સં. ૧૩૭૧ માં સિંહતિલક્યુરિને પદમહોત્સવ આનંદપુરમાં ઉજવાયો હોઈને કહી શકાય છે કે એ વખતે વડનગરમાં જૈન ધર્મને સારો પ્રભાવ હશે; અંચલગચ્છના શ્રાવકો પણ ત્યાં સારી સંખ્યામાં હશે. સિંહતિલકરિનું સ્વર્ગગમન ૭૭૦. આપણે જોયું કે સં. ૧૩૯૩માં સિંહતિલકસૂરિને પાટણના સંઘે ગચ્છનાયકપદે સ્થાપ્યા. એ પળ માત્ર બે વર્ષની અંદર સં. ૧૩૯૫ માં પિતાની પાટે મહેન્દ્રપ્રભસૂરિને નિયુક્ત કરીને, પચાસ વર્ષની ઉમરે તેઓ ખંભાતમાં સ્વર્ગસ્થ થયા. પટ્ટાવલીની નેંધ પ્રમાણે તેઓ એ જ વર્ષમાં ચૈત્ર સુદી ૯ ને દિવસે સ્વર્ગે ગયા. છ૭૧. માત્ર બે વર્ષ સુધી જ આ ગચ્છની ધૂરા વહન કરનાર સિંહતિલકસૂરિની પટ્ટનાયક તરીકેની કારકિર્દી ઘણું જ અલ્પ કહેવાય. આટલા અલ્પ સમય માટે મચ્છશપદ ધારણ કરનાર તેઓ આ ગન્ના ઈતિહાસમાં સૌ પ્રથમ જ છે. એ કારણે જ એમના અધ્યાત્મિક શાસન દરમિયાન કશેજ નોંધનીય પ્રસંગ બો નથી જણાતો. પાટણમાં એમને ગપ્ટેશપદ પ્રાપ્ત થયું એ પછી બે વર્ષમાં જ તેઓ ખંભાતમાં કાલધર્મ પામ્યા હોઈને માનવાને કારણે મળે છે કે તેઓ ગચ્છનાયક તરીકે આટલા ટૂંકા સમયમાં કચાંપે જર્મ શકયા નહીં હોય. અને પરિણામે તેમના પ્રભાવથી અનેક અગત્યના કેન્દ્રો વંચિત રહ્યા તેમજ અનેક વ્યક્તિવિશેષ સાથે એમને સમાગમ નહિવત જ રહ્યો. આ સ્થિતિને, અંચલગચ્છની ધમપ્રવૃત્તિ ઓસરતી જતી હતી એવા અર્થમાં ધટાવી શકાય નહીં. અલબત્ત, પ્રભાવક આચાર્યની વિદ્યમાનતા અનેક ચમકાર સજે છે એ જુદી વાત છે, પરંતુ માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં કશું અસાધારણ કરી બતાવવું એ તે જમાનામાં અશકય જેવું જ હતું, આ વાત ખાસ લક્ષમાં રાખવા જેવી છે. છ૭૨. આ ગચ્છનાયકે રચેલે એકેય ગ્રંથ, એમના ઉપદેશથી થયેલી પ્રતિષ્ઠાઓના લેખ, એમના શિષ્ય સમુદાય આદિ વિષયમાં કશું જ પ્રાપ્ત થતું નથી. એમના સમયમાં કોઈ મહત્ત્વપૂર્ણ ઘટના પણ નોંધાઈ નથી, જે એમના પટ્ટનાયક તરીકેના અલ્પ સમયને જ આભારી હશે. સિંહતિલકસૂરિ પટ્ટધર તરીકે વધારે સમય રહી શક્યા હોત તો પરિસ્થિતિ કાંઈ બીજી જ હતા. એમના ગુરુબંધુ રત્નપ્રભ સં. ૧૩૯૨ માં “ અંતરંગસંધિ' અપભ્રંશમાં રચી હતી. જુઓ પં. લાલચંદ્ર ગાંધી કૃત પાટણ ભંડાર સચિપત્ર પૃ. ૪૦૩. રત્નપ્રભ ધર્મપ્રભસૂરિના શિષ્ય હતા. જુઓ “કાલિકાચાર્ય કથા સંગ્રહનો ઉપઘાત. ૨૨ Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy