________________
અંચલગચ્છ દિન કરી ગયા. આ નગર ગુજરાતના સંસ્કાર કેન્દ્ર તરીકે શતાબ્દીઓ સુધી રહ્યું હોઈને એ દૃષ્ટિએ તેને પરિચય વિવક્ષિત બને છે.
૬૪. લાટ પ્રદેશમાં જેમ ભૃગુકચ્છ આર્થીકરણનું પ્રાચીન કેન્દ્ર મનાય છે, તેમ આનતમાં આનર્તપુર મનાય છે. પૌરાણિક પરંપરાઓ આનર્તપુરને સૌ પ્રથમ વ્યક્ત કરે છે. આ આનર્તપુર-તે આનંદપુર–અને હાલનું વડનગર એમ વિદ્વાનો માને છે. ઉકીર્ણિત લેખોમાંથી આ નગરને ગૃહનગર તરીકે પણ ઉલ્લેખ મળે છે. આ નગર ખૂબ જ પ્રાચીન છે. આ નગર જોનારને પ્રાથમિક દૃષ્ટિએ જ તેની પ્રાચીનતાને યાલ આવી શકે એમ છે અને પ્રથમ દર્શને જ કહી શકાય કે આ યાનનું ખોદકામ ભારતના ઇતિહાસ માટે ઘણી જ સામગ્રી પૂરી પાડે. સિદ્ધરાજ તથા કુમારપાલની પર્ષદાના કવિ પ્રાગ્વાટ શ્રીપાલ રચિત પ્રશસ્તિમાંથી આ નગરનું તત્કાલીન વર્ણન મળી રહે છે. જુઓઃ ગુ. એ. લે. ભાગ. ૨. ચાલુક્યવંશના લેખો, નં. ૧૪૭ પૃ. ૩૮-૪૭.
૭૬૫. વિક્રમની પ્રથમ સહસ્ત્રાબ્દીના ઉલ્લેખ જૈન ગ્રંથમાંથી મળી રહે છે. દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણના સમયમાં વડનગરના વણિકોને નાગર–નગરમાં વસનાર–એવું પદ આપવામાં આવેલું. આ ઉલ્લેખો દ્વારા એમ અનુમાન કરી શકાય છે કે પ્રાચીનકાલમાં જૈનધર્મને પ્રભાવ અહીં સવિશેષ હશે. પુરાણો પ્રમાણે મનુ વૈવસ્વતના પુત્ર શર્યાતિને ભરતખંડને દક્ષિણ-પશ્ચિમ ભાગ મળ્યો હતો. શર્યાતિના પુત્ર આન આનર્ત દેશ વસાવ્યો. આ આનર્તને એક અર્થ, જ્યાં આને ઋતધર્મવાધર્મ પ્રચારમાં ન હતો, તેવો દેશ. શક્ય છે કે અહીં જૈનધર્મનું પ્રભુત્વ હોય, એવું અનુમાન થાય છે.
૭૬ ક. “ગુજરાતની રાજધાનીઓ'માં રસિકલાલ છો. પરીખ જણાવે છે કે–પૂર્વદિક કાલના આપેંતરોએ અને આર્યોએ અને તેમના સંસ્કાએ ભારતને ઘણું છે. તેથી આ આનર્ત વૈદિક આર્ય હશે કે પૂર્વવૈદિક આપેંતર હશે કે બનેને મિશ્રણ પછીની પેદાશ હશે તે કહેવું મુશ્કેલ છે. જે તને વૈદિક સંસ્કારનું સૂચક ગણીએ તો આ આનર્ત પૂર્વ વૈદિક ગણાય; મિશ્રણ પછી ઉત્તર વૈદિક ગણાય. સ્મૃતિઓને તેના તરફ અણગમો હતો. ગમે તેમ હોય, પણ હવે ભારતના ઈતિહાસ–શોધકે એ એક બાબતમાં દષ્ટિ સાફ રાખવાની જરૂર છે અને તે એ કે પૂર્વવૈદિક આપેંતર એટલે અસંસ્કારી જંગલી નહિ ! ભારતીય સંસ્કાર એ પૂર્વવેદિક આપેંતરોનાં અને વૈદિક આર્યોનાં લેહી અને આચાર-વિચારનાં મિશ્રણનું પરિણામ છે. અને તેમાં કોને હિસ્સો કેટલે તે ચોક્કસ કહેવું અશક્ય છે. પણ આર્ય ગમન પૂર્વેના ભારતની સ્થિતિમાં સંશોધકે આપેંતરને હિસ્સો અડધા કરતાં વધારે માને છે.
૭૬૭. સેમેશ્વરે પોતાના સુરથોત્સવ કાવ્યમાં પિતાના વંશનું વર્ણન કર્યું છે તે પ્રમાણે નગર કહેતા આનંદપુર કે વડનગરના તેઓ મૂળ વતની હતા. આ સ્થળ નગર કે શ્રીનગરને નામે પણ પ્રસિદ્ધ હતું.
૭૬૮. વડનગરના નાગરે માટે પ્રાસંગિક કહેવું પણ અહીં અભીષ્ટ છે. વડનગરમાંથી તેઓ કાલાનુક્રમે માણસા, વસઈ, પીલવાઈ, અમદાવાદ, સુરત ઇત્યાદિ સ્થળોમાં સ્થળાંતર થઈ સમગ્ર ગુજરાતમાં પ્રસરી ગયા. આ જ્ઞાતિમાંથી મોટે શ્રમણ સમુદાય અસ્તિત્વમાં આવતાં નાગરગચ્છની પણ ઉત્પત્તિ થઈ આ જ્ઞાતિના મુસદ્દીઓએ મંત્રીપદે તેમજ રાજ્યમાં ઉચ્ચ પદ શોભાવ્યાં છે. અમુક નાગરે કે જેમણે જૈનધર્મ અંગીકાર કર્યો નહોતો તેમને મેતૃગમૂરિએ પ્રતિબોધ આપી જેન કર્યા, જે વિશે આપણે પાછળથી વિચાર કરીશું. આ જ્ઞાતિના શ્રાવકોએ અનેક પ્રતિષ્ઠા કરાવી છે, જે અંગેના ઉર્ણિત લેઓ સારી સંખ્યામાં વિદ્યમાન છે, અંચલગચ્છના પટ્ટધરના નેતૃત્વ હેઠળ આ જ્ઞાતિએ ઘણી જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com