SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ અચલગચ્છ દિગ્દર્શન જન્મસ્થળ તરીકે એરવપુરનું નામ મલે છે. કેટલાક ગ્રંથોમાંથી અધવપુરનો નિર્દેશ મળે છે. ભાવસાગર અરિ તથા કવિવર કાન્હ આઈચ્ચપુરનો ઉલ્લેખ કરે છે. મેરૂતુંગરિ શતપદીની પ્રશસ્તિમાં આદિત્યવાટકનું નામ આપે છે. ઉક્ત બધાં જ નામો એક જ સ્થળનાં જુદાં જુદાં નામે સંભવે છે. ઉક્ત પ્રમાણેથી એ પણ સ્પષ્ટ થાય છે કે એ સ્થળ મરુદેશમાં આવેલું છે. ૭પ. પટ્ટાવલીમાં સિંહતિલકસૂરિની દીક્ષાનું વર્ષ સં. ૧૩૬૧ દર્શાવાયેલું છે તે પણ અસ્વીકાર્ય છે. તેમણે સં. ૧૭૫૨ માં ધર્મપ્રભસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરેલી. બધા જ પ્રમાણુ-ગ્રંથોમાં એ વર્ષનો સર્વાનુમતે સ્વીકાર કરવામાં આવ્યો છે. બીજી નોંધનીય વાત એ છે કે પટ્ટાવલીમાં દીક્ષા સ્થળ તરીકે સહીને ઉલ્લેખ છે, પરંતુ આપણે “ગચ્છનાયક ગુરુરાસને આધારે જોયું કે તે નગરમાં એટલે કે એરવપુરમાં જ તેમણે સં. ૧૩૫ર માં ધર્મપ્રભસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી. આ બધી બાબતો પર પ્રકાશ પાથરતાં કેટલાંક પ્રમાણેનો ઉલ્લેખ અહીં અભીષ્ટ છે. ઉપર. મુનિ લાખા “ગુરુ પટ્ટાવલી ” માં નોંધે છે : नवमा श्री सिंहतिलकसूरि । आइच्चपुरे । आसधर श्रेष्टि । चांपलदे माता । संवत १३४५ वर्षे जन्म । संवत् १३५२ वर्षे दीक्षा। संवत १३७१ वर्षे सूरिपद । आनदपुरे । संवत १३९५ वर्षे निर्वाण । स्तंभतीर्थे । सर्वायु वर्ष ५०॥ ૫૩. મેરૂતુંગરિ શતપદીની ગ્રંથપ્રશસ્તિમાં એ પ્રમાણે જ નોંધ આપે છે: ततः श्री सिंहतिलकसूरयः । आदित्यवाटके श्रे० आसधर पिता चांपलदेवी माता संपत १३४५ जन्म १३५२ दीक्षा १३७१ सूरिपदं १३९३ गच्छेशपदं १३९५ स्वर्गः सर्वायु घर्ष ५१ ॥ ૭૫૪. ઉક્ત પ્રશસ્તિને હવાલે આપતાં પ્રો. પિટર્સના પિતાના સંસ્કૃત-હસ્તપ્રત વિષયક, સને ૧૮૮૬-૯૨ ના રીપોર્ટમાં આ પ્રમાણે નોંધે છે : Sinhatilaka suri-Mentioned as pupil of Dharmaprabha suri and guru of Mahendra prabhasuri in the Anchala gachchha. 3, App. p. 220 In the Anchala gachchha pattavali the following dates are given for this writer: born, Samvat 1345; diksha. Samvat 1352: acharya Samvat 1371; gachchhanayaka, Samvat 1393; died, Samvat 1395, in Cambay. ૭૫૫. ડ. હોનેસ કલાટની નેંધ પણ અહીં ઉલ્લેખનીય છે : Sinhatilaka-Suri, son of Asadara Setha in Aica-pura Maru dese ( Mer. and Sat. Adityavataka ), and of Champalade, born Samvat 1345 diksa 1352, acharya 1371 in Anandapura, gachhanayaka 1393 in Patan", + 1395 in Stambhatirtha, at the age of 50. ૭૫૬. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં નોંધે છે – તેરસ પણચાલીસે જમણ બાવએય ચરણસિરિ, એ હુરિ સૂરિ પયં તિનવાઈ વરસેય ગચ્છેસે. Shree Sudharaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy