________________
૧૫૮
અંચલગચ્છ દિગ્દર્શન ૭૦૩. મેરૂતુંગરિકૃત લઘુશતપદીની ગ્રંથ પ્રશસ્તિમાંથી એમનાં જીવન વિષે આ પ્રમાણે નોંધ મળે छ : भिन्नमाले व्य० लींबा पिता व्य० वीजलदेवी माता संवत् १३३१ जन्म १३४१ दीक्षा १३५९ सूरिपद १३७१ गच्छेशपदं १३९३ स्वर्ग सर्वायुर्वर्ष ६३ ॥
૭૦૪. પ્રો. પિટર્સને પોતાના સંસ્કૃત હસ્તપ્રત વિષયક અહેવાલ, સને ૧૮૮૬-૮૨ ની પ્રસ્તાવનામાં મેગાચાર્યની ઉક્ત નોંધન માત્ર હવાલો જ આપે છે–Dharmaprabha suri–Mentioned as pupil of Devendrasinha in Anchala Gachchha, and guru of Sinhatilaka. 3, App. 220. This writer was born in Samvat 1331 : diksha, Samvat 1341 : Suripada, Samvat 1359; gachchhesapada, Samvat 1371 : Svarga, Samvat 1393, at the age of 63. See under Merutunga.
૭૦૫. ડૉ. જહોનેસ કલાટની નોંધ પણ અહીં ઉલ્લેખનીય છે : Dharmaprabha-suri, son of Limba setha in Bhinnamala and of Vijalade, born Samvat 1331, diksa 1341 in Jalora, acharya 1359, gachchha-nayaka 1371 in Anahilapura. He received the other name Pragnatilaka-suri and died Samvat 1393 in Asoti-grama, at the age of 63.
૭૦૬. ડે. કલાટ એમના સમયમાં થયેલા શાખાચાર્ય ભુવનતુંગસૂરિ વિષે પણ ઉલ્લેખ કરે છે, જે વિશે આપણે આગળ સપ્રમાણ ઉલ્લેખ કરી ગયા. વિશેષમાં તેઓ ધમપ્રભસૂરિએ રચેલ કાલિકાચાર્ય કથા વિષે પણ જણાવે છે, જે અંગે આપણે પાછળથી વિચારણા કરીશું. ડો. કલાટ ભીમશી માણેકની પટ્ટાવલીના આધારે નોંધે છે કે ધર્મપ્રભસૂરિનું બીજું નામ પ્રજ્ઞાતિસૂરિ હતું.
૭૦૭. મુનિ લાખા ગુરુ પટ્ટાવલીમાં ધર્મપ્રભસૂરિ વિષે આ પ્રમાણે નોંધે છે: સામા પધર श्री धर्मप्रभसूरि । भीन्नमालनगरे । श्रेष्ठि लींबा पिता । वीजलदे माता । संवत् १३३१ वर्षे जन्म । संवत् १३४१ वर्षे दीक्षा । जाउलिग्रामे । संवत् १३५९ वर्षे सूरिपदं । संवत् १३७१ गछपदं । पत्ने । संवत् १३९३ वर्षे निर्वाण । आसोटा ग्रामे । सर्वायु वर्ष ६३ ॥
૭૦૮. ઉક્ત પ્રત્યેક પ્રમાણે નિર્વિવાદપણે સિદ્ધ કરે છે કે બાળક ધનરાજે સં. ૧૩૪૧ માં દેવેન્દ્રસિંહસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી. ડો. કલાટ ભીમશી માણેકની પટ્ટાવલીને આધારે દીક્ષા સ્થળ તરીકે જાલેરને નિર્દેશ કરે છે, જે સ્વીકાર્ય છે. મુનિ લાખા “જાઉલિ ગ્રામ” નોંધે છે તે જોલર જ સંભવે છે. શક્ય છે કે પદાવલીમાં સં. ૧૩૪૧ ને બદલે સં. ૧૩૫૧ ને નિર્દેશ છે તે લહિયાને જ લખવામાં દેપ હોય, કેમકે દીક્ષા સ્થળ તરીકે જાલેર બાબતમાં તે તે પણ સંમત છે જ.
૭૦૯. એમને સં. ૧૩૫૯માં આચાર્યપદ આપવામાં આવ્યું એ વાત બધા ગ્રંથકારે સર્વાનુમતે સ્વીકારે છે. કેટલાંક પ્રમાણે સ્થળનો નિર્દેશ કરે છે, જ્યારે કેટલાંક સ્થળ બાબત મૌન સેવે છે. કવિવર કાન્હ પદ મહોત્સવ સ્થાન તરીકે જાલેરનો નિર્દેશ કરે છે: “અગુણસઠઈ જાઉરિ હુ ઉ, આચારિજુ સુવિચાર.” એ આધારે કહી શકાય છે કે ધર્મપ્રભસૂરિને જાલેરમાં જ ગુરુએ આચાર્યપદ પ્રદાન કર્યું હોય.
૭૧૦, દેવેન્દ્રસિંહસૂરિ સં. ૧૩૭૧ માં દિવંગત થયા, એજ વર્ષમાં ધર્મપ્રભસૂરિને ગઝેશપદ મળ્યું. એ સંવત માટે પણ બધા એકમત છે. આપણે જોઈ ગયા કે દેવેન્દ્રસિંહસૂરિ પાલણપુરમાં નહીં પરંતુ પાટણમાં જ સ્વર્ગસ્થ થયા. ધર્મપ્રભસૂરિને પણ પાટણમાં જ ગચ્છેશ પદ મળ્યું હોવાના પ્રમાણે
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com